Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 139
________________ ૧૩૨ (કેન્સર એટલે કેન્સલ નહિ, યજ્ઞ પ્રકાશન). મારા વિદ્વાન મિત્ર જૈન દર્શનના અભ્યાસી, શતવધાની, ધારાશાસ્ત્રી શ્રી મનહરલાલ શાહને ગળાનું કેન્સર હતું. ઉચિર આહાર અને આધ્યાત્મિક વિભાવનાથી કેન્સરમાંથી મુકત થઈ ગયા. મારા અન્ય મિત્ર ઝવેરચંદ નાગડા ચાર વર્ષથી અજબ હિંમત અને શ્રદ્ધાથી કેન્સરનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યા છે. પૂ. શ્રી મોટાએ કેન્સરથી પીડાતા પોતાના ભકતને જે પત્રો લખ્યાં તે પ્રગટ થયાં છે. પૂ. શ્રી મોટાએ સતત હરિસ્મરણ, પ્રાર્થના, આત્મવિશ્વાસ, ધીરજ, જિજીવિષાને સતત ઉત્તેજિત કરવાનો અનુરોધ કર્યા હતો. ‘બને તેટલું હરિસ્મરણમાં જીવવાનું છે. શરીર મિથ્યા નથી. શરીરની જરૂર વિકાસના કાર્ય માટે અનિવાર્ય.’ ‘હૃદયથી, હૃદયની આર્દ્રતાથી પ્રાર્થના થઈ હોય, તો ઘણું શક્ય બને છે.’ ‘જો સાચા, અંતરના ઊંડાણના ભાવી એકાગ્રતાર્થી, કેન્દ્રિતતાથી પ્રાર્થના થાય તો તે શકિત છે, એવો મારો પ્રભુકૃપાથી અનુભવ છે.’ ‘શોક દિલગીરી, મુશ્કેલીમાં પ્રાર્થનાનો આશરો લઈ શકાય. એમાં જેને શ્રદ્ધા વિશ્વાસ હોય તેને પ્રેરણાત્મક નીવડી શકે.’ ‘પ્રેમભકિતથી નામસ્મરણની દવા લેવાયે જાય તો ઉત્તમ’ અદ્ભુત હિંમત આપનારા પત્રો છે. કેન્સરથી પીડાતા જામનગરના પૂજારી બાબુભાઈનો કિસ્સો નવકારમંત્રના ચમત્કારરૂપ છે. તાતા હોસ્પિટલના રેકોર્ડ તપાસની નોંધ વગેરેની ચકાસણી પછી પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજીએ આ ઘટના દસ્તાવેજી સાબિતીઓ સહિત પુસ્તકરૂપે પ્રગટ કરી છે. આદિ મહામંત્ર નવકાર એ સિદ્ધ મંત્ર છે. નવકારનો મુખ્ય ઉદ્દેશ અખિલ જગતનું સારતત્ત્વ પાંચે પરમૈષ્ટિ અર્હતોને અર્ધ્ય આપવાનો છે. સ્વામી વિજ્ઞાનાનંદ સંચાલિત લોનાવાલામાં આવેલ વેદાંતી આશ્રમમાં અદ્યતન મંત્રો છે, જે મંત્રોની શકિતનું માપ દર્શાવે છે, જે ટી.વી.ના પડદા સમાન પરલ પર સાદ્રશ્ય જોઈ શકાય છે. વીજાણુ-યાંત્રિક સાધનો દ્વારા કેટલાંક મંત્રોનો મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકારમંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. નવાઈની વાત એ હતી કે આ આશ્રમમાં જૈન કુળનાં કે જૈનધર્મઅંગીકાર કરેલા કોઈ અનુયાયી કે સાધક ન હતા. (નવકાર સિદ્ધિ : ગોવિંદજી જીવરાજ લોડાયા). અમેરિકાના સાહિત્યકાર બર્નાર્ડ મેકફેડન ઉઘાડે પગે જ સાધુની જેમ ચાલતા. એમની ઓફિસ ૧૨ માઈલ પર હતી. ૭૩ વર્ષની ઉંમરે ૭૩ ફૂટ ઊંચેથી વિમાનમાંથી કૂદી તરીને પાછા આવ્યા. ૧૯૬૭માં દેહાંત થયો. રસમૂલાનિ વ્યાધય: રોગોની મા, - જનની: રસલોલુપતા છે. આપણે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148