Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 140
________________ ૧૩૩ ભોજન પણ એવી રીતે કરીએ છીએ જાણે ફરી મળવાનું ન હોય! ઠાંસીને ખાઈએ છીએ. જે રોગનું મૂળ છે. પેટમાં ખાલી ખૂણો હવા માટે પણ રાખતા નથી, ખાતી વખતે માણસ ભૂલી જાય છે કે વિશ્વમાં અઢી કરોડ લોકો દર વર્ષે ભૂખમરાથી મૃત્યુ પામે છે! સંત તુકારામે ગાયું છે: “મુખ મહીં કણ મૂકતાં નામ લેજો હરિનું અન્ન છે પૂર્ણબ્રહ્મ, ઉદરભરણ નથી આ જાણજો યજ્ઞકર્મ.” ભોજન અગાઉ નવકારમંત્ર કે ઈષ્ટમંત્રનું સ્મરણ કરવું. ભોજનમાં પ્રાર્થના ભળે, તો પ્રસાદ થઈ જાય. પાણીમાં ભકિત ભળે, તો આચમન થઈ જાય. ' ઘરથી બહાર પડતાં ત્રણ નવકાર ગણી બહાર પગ મૂકવો. પંડિત સુખલાલજીનો આ નિયમ હતો. સવારનાં ઉઠતાં અને રાતે સૂતાં નામસ્મરણ અનિવાર્ય છે. તમસ: પરસ્તાત્ - “અંધારાથી પેલે પાર” એવા પરમેશ્વરને અંધારૂ કાયમ રાખીને કેમ પામી શકાય? આપણું અધારું એ જ આપણું અજ્ઞાન. નામસ્મરણ શ્વાસમાં વણાઈ જવો જોઈએ. નિત્યપાઠમાં ભકતામરમહાસ્તોત્ર, ઉવસગ્ગહર, વગેરે સ્તોત્રો સિદ્ધ મહામંત્ર જેવા છે. રોગહરણ અને ભવતરણ છે. ભયનિવારણ છે. અપાર શાંતિ આપે છે. પ્રાર્થના-સ્તુતિ-ઉપાસનાથી ચિત્ત નિર્મળ-પવિત્ર સરોવર જેવું થાય છે, જેમાં વૈશ્વિક ચેતનાના પ્રતિબિંબ ઝીલી શકાય. સર્વ રોગનું નિવારણ છે: પ્રાર્થના. ડૉ. એલેકસીસ કેરેલે ડૉકટર હોવાને નાતે પ્રતિપાદિત કર્યું છે કે, જ્યારે રોગ નિવારણ માટે બધા જ ઉપાયો નિષ્ફળ નીવડયા છે, ત્યારે પ્રાર્થનાના પાવક 4641941 EEP241 242L 441 9. It is the only power in the world that seems to overcome the so called laws of nature. Prayer is a force as real as terrestrial gravity. સંતોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. સર્વેઆત્માર્થી જીવાને વંદન. જયાં જયાં જે જે યોગ્ય છે, ત્યાં સમજવું તેલ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એલ. – શ્રીમદ્ રાજચંદ્ર શાંતિ: શાંતિ: શાંતિ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148