Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૮ માનવ શરીરની રચના શાકાહરને જ અનુકૂળ છે. એના દાંત, પંજા, હોજરી, આંતરડાની લંબાઈ, માંસાહારને અનુકૂળ નથી. પ્રાગૈતિહાસિક માનવી શાકાહારી જ હતો. માંસ માટે, શિકાર માટે હથિયાર શોધતાં - બનાવતાં એને વર્ષો લાગી ગયાં. સૃષ્ટિના મહાકાય પ્રાણીઓ શાકાહારી છે. હિંસાની જેમ માંસાહાર નૈતિક અને કરુણાની ભાવનાના ધ્વંસ ઉપરાંત માનવી માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હાનિકારક છે. વિજ્ઞાને પૂરવાર કર્યું છે કે માંસાહારથી કેન્સર, ક્ષય, લકવો, પથરી, આંતરડાના રોગો, અનિદ્રા વગેરે રોગ ઉત્પન્ન થાય છે. ઈંડાથી કોલેસ્ટોરલ વધે છે અને હૃદયરોગની સંભાવના રહે છે. માંસાહારથી ક્રૂરતા, ઉન્માદ, ઉત્તેજના, તામસી પ્રકૃતિ તેમજ હિંસક વૃત્તિ વધે છે વિજ્ઞાને પૂરવાર કર્યું છે કે લોબસ્ટર-કરચલા ખાનારને રાત્રે ભયાનક અને ડરામણાં સપનાં આવે છે. અન્ન તેવું મન : એક પોલીસ અફસરે ઉપરી સાથેના મતભેદ થકી નોકરી છોડી. જેક ફૂડ - પેક કરેલાં. ટીનની વાનગીઓ અર્થાત્ વાસી વાનગીઓની દુકાન શરૂ કરી, દુકાન જામી નિહં. માણસ હતાશ-ઉદાસ થતો ગયો. નવરો બેઠો ગજા ઉપરાંત વાનગીઓ ઝાપટતો જાય. પોતાની જ દુકાન હતી! છેવટે કંટાળીને પોલીસની નોકરી માટે અરજી કરી. પણ પેલો ઉપરી આડો આવ્યો. અનેક પ્રયત્નો છતાં નોકરી મળી નહિં. છેવટે હતાશાની અંતિમ ક્ષણે એણે યોજનાપૂર્વક સામી છાતીએ બેઉપરી અધિકારીઓનાં ખૂન કરી નાખ્યા! એના પર કેસ ચાલ્યો... કેસમાં મનસ્વિદ્દોએ જુબાની આપી કે સતત વાસી ખોરાક-કફૂડ ખાવાથી હિંસકવૃત્તિ ભડકી ઉઠે છે અને માનવી હત્યા પણ કરી બેસે છે. કોર્ટે આ નિષ્ણાતોની જુબાનીના આધારે એને નિર્દોષ છોડી મૂક્યો. મુંબઈની તાતા કેન્સર હોસ્પિટલના ડૉ. જસ્સાવાલાએ માંસાહાર સંબંધી પ્રયોગોની વાત કહી છે. પાંચ પાંચ વિદ્યાર્થીઓનાં બે જૂથમાંથી એક ગ્રુપને શાકાહારી અને એક ગ્રુપને માંસહારી ખોરાક આપવામાં આવ્યો. ખોરાક સાથે રંગબેરંગી નાની લખોટીઓ પણ બધાને ખવડાવવામાં આવી. શાકાહારી જૂથના વિદ્યાર્થીઓના દસ્તમાં એ લખોટીઓ બીજે જ દિવસે સાંજ સુધીમાં બહાર આવી ગઈ, જયારે માંસહારી જૂથના વિદ્યાર્થીઓના દસ્તમાં એ લખોટીઓ બહાર આવતાં ચાર કે પાંચ દિવસનો સમય લાગી ગયો. એના પરથી એ તારણ નીકળ્યું કે માંસાહારી ખોરાક પેટ કે આંતરડામાં પાંચ દિવસ સુધી પણ રહે છે, અર્થાત સડે છે. અને જે સડે છે, તે રોગને જન્મ આપે છે. આજે તો વિદેશમાં પણ શાકાહાર પ્રચલિત અને લોકપ્રિય છે. જગતના પ્રતિભાવંત પુરુષોમાં શુદ્ધ શાકાહારી હતા: પ્લેટો, પાયથાગોરસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148