Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 132
________________ ૧૨૫ એમર્સને લખ્યુ છે: “મેં જે જોયું છે, તે મેં જે નથી જોયું, તેમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે.” માતાને ખોળે નિશ્ચિંત થઈ પોઢનાર બાળક કે ઈશ્વરને ખોળે નિશ્ચિંત રમનાર ભકત, બન્નેમાં ની:સીમ શ્રદ્ધા હોય છે. લૌકિકમાં આટલી શ્રદ્ધા જોઈએ, તો આત્મજ્ઞાનના ક્ષેત્રમાં, પરમસત્યને પામવા તર્ક-બુદ્ધિ, પુરુષાર્થ સાથે શ્રદ્ધા ન હોય, તો કોઈ તપ-નિગ્રહ શકય નથી બનતાં, શ્રદ્ધા એ તપનો આધાર સ્તંભ છે. શ્રદ્ધા માનવીનું ચાલક બળ છે. સેનેકાએ લખ્યું છે It is part of the cure to wish to be cured. સજા થવાની ઈચ્છા જ ચિકિત્સાનો એક પ્રકાર છે. પોતામાં વિશ્વાસ હોય, એ જ બીજાનો વિશ્વાસ જીતી શકે. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધી કરી. હકીકતમાં તો ટેલિફોન બેલને શોધતો હતો! રહસ્ય પામવા મથનાર વિજ્ઞાનીઓમાં અખૂટ શ્રદ્ધા હોય છે. તે વગર અનેક શોધોથી જગત વંચિત રહી જાત. ઈશ્વરને પામવા ભકિત કરનારને ઈશ્વર સ્વયં આવીને મળે છે. પ્રાપ્તિની ઝંખના શ્રદ્ધામાંથી ઉદ્ભવે છે અને શ્રદ્ધામાં પરિપૂર્ણ થાય છે. આ સૃષ્ટિમાં જે કાંઈ દ્રશ્યમાન છે, તે નાશવંત છે. જે શાશ્વત છે, સનાતન છે, તે દ્રષ્ટિમાં નથી આવતો. સ્થૂળને જોઈ શકાય છે. સૂક્ષ્મને પામવું પડે છે. સવૃત્તિમાં ઉદ્ભવતી ઉત્કટ ઝંખનાને પરિપૂર્ણ કરવાના સંકલ્પને, પુરુષાર્થ કરવા પ્રેરે, તે શ્રદ્ધા. Reasonableness વ્યાજબીપણા પર આધારિત વિચારનો સ્વીકાર કરવાની નૈતિક પ્રમાણિકતા જાગે, તો જ સત્યનો સ્વીકાર થાય. સત્યનો નિ:શંક સ્વીકાર એજ સત્વશ્રદ્ધા. Faith is the Effort of will. જેણે શ્રદ્ધા ગુમાવી, એના માટે બીજુ કશું ગુમાવવા જેવું રહેતું જ નથી ! પોતાના શુભ કાર્યમાં શ્રદ્ધા માનવીને અપરિમિત બળ આપે છે. કોલેરિજે સરસ કહ્યું : ‘“ઈશ્વરનો ઈન્કાર કરનાર નાસ્તિકને પ્રથમ તો ઈશ્વરની કલ્પના જ કેમ આવી હશે ? સત્વસંશુદ્ધિ : અંત:કરણની શુચિતા, પવિત્રતા, શુદ્ધતા, નિખાલસતા, સાપણું, આંતરનિરીક્ષણ, પોતાનાં દોષ ઓળખી, દોષ ટાળવા, ફરી ન થાય તેનો સંકલ્પ કરવો, પોતાના પ્રત્યે નિષ્ઠા, પ્રામાણિકતા, જેવા હોઈએ તેવા દેખાવાની સ્વાધીનતા. કોઈ જોતું ન હોય ત્યારે પણ પ્રામાણિક રહેવાની ધીટતા. સત્વશુદ્ધિ એટલે તન, મન અને ધનની શુદ્ધિ. તનને અભડાવવું નહિં, સ્નાન કરવાથી શરીર સ્વચ્છ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148