Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨૪ શ્રદ્ધા દ્ધા એટલે Working Belief -કાર્યમાં હૃદયપૂર્વકનો સહયોગ. Pી સાધનામાં સાધ્ય પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસા. શ્રદ્ધા એટલે Openness of Mind તથા WILL TO BELIEVE. સર્વભૌમ જીવનદ્રષ્ટિ તે જ શ્રદ્ધા. આપણી જીવનશ્રદ્ધા એટલે આપણું જીવનસત્વ. જેવી શ્રદ્ધા, તેવો માણસ. માણસની જીવન શકિત, તેનો વ્યાપ, કુશળતા અને સુવાસ આ બધું શ્રદ્ધા પર જ અવલંબે છે. - ઈશ્વર ભલે સ્વયંભૂ હોય પણ એનું રૂપ અને એની સમજણ શ્રદ્ધા નિર્મિત જ હોય છે. બાન વાવે છે, શ્રદ્ધા લણે છે, ધ્યાન શોધે છે, શ્રદ્ધા મેળવે છે. શ્રદ્ધા એટલે માનવીની પોતા પર શ્રદ્ધા, પોતાના અસ્તિત્વ પર શ્રદ્ધા. પરમતત્વ પર શ્રદ્ધા. કુદરત પર શ્રદ્ધા, કુદરતના અટલ નિયમો પર શ્રદ્ધા. માનવી અને માનવજાત પર શ્રદ્ધા. માનવીની સજજનશીલતા પર શ્રદ્ધા. માણસાઈ પર શ્રદ્ધા. માનવજાતની પ્રગતિ પર વિશ્વાસ. આ સર્વેનું વ્યાપક નામ છે. આસ્તિકતા. એનોનીમસે એક સ્થળે ઉદ્ગાર કાઢયા છે. I am an Atheist, Thank God' હું ઈશ્વરનો હાડ માનું છું કે હું નાસ્તિક છું.’ નાસ્તિક માણસને પણ પોતાની નાસ્તિકતામાં અટલ શ્રદ્ધા હોય છે. હું કે તમે, ઈશ્વરમાં માનીએ કે ન માનીએ તેથી બ્રહ્માંડમાં કોઈ ઉલ્કાપાત થવાનો નથી. પણ માણસે માણસમાં તો માનવું જ પડશે. અને ઈશ્વર હોય, તો ઈશ્વરને પણ માનવાનું મન થાય, તેવા માણસ બનવું પડશે. પોતાનું શ્રેષ્ઠ સર્જન સર્વોત્તમ રીતે જળવાયું હોય, એવા માણસ'ને જોઈ, ઈશ્વરને ખરેખર આનંદ જ થાય! સશાસ્ત્રમાં શ્રદ્ધાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનને આચરણમાં મૂકવા પણ શ્રદ્ધા આવશ્યક છે. માનવીના સૌહાર્દમાં શ્રદ્ધા રાખનારને અસ્તિત્વ થાકવા નથી દેતું. એક સમયે એવી માન્યતા હતી કે Where reason ends, Faith begins. તર્ક-બુદ્ધિની હદ પૂરી થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. આજે પરિસ્થિતિ જુદી છે. Faith is the continuation of Reason શ્રદ્ધા, તર્ક-બુદ્ધિનું અનુસંધાન છે. વિલિયમ એડમ્સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148