Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 129
________________ ૧૨૨, પામ્યો તે સમાહિત: ‘અમારૂ દુ:ખ તો સુખ ભોગવવા દો' એવો આક્રોશ જીવનમાં ઘણીવાર ઉઠે છે, દુ:ખ સુખપૂર્વક ભોગવી શકે તે માહિત: મહાવીરે જે ઉપસર્ગ-પરિષહ વેઠ્યા. ગજસુકુમાર અને મુનિ મેતારજે જે કષ્ટ સહન કર્યા, તે સર્વ સમભાવે. પ્રારબ્ધને સમપરિણામે વેઠવું, વેદવું, ભોગવી લેવું, એ મોટો પુરુષાર્થ છે. સમતા એટલે નિર્બળતા કે કાયરતા નહિં. સમતા એટલે જડતા કે ભાવશૂન્યતા નહિં. સમતા એટલે અંતરની ઉદારતા, ક્ષમાભાવ અને સમજણપૂર્વકની સ્વસ્થતા, કટોકટીને ક્ષણે જળવાતી સ્વસ્થતા. શાંત ચિત્તની અવસ્થામાંથી પ્રસન્નતા અને વિવેક જન્મે છે. વિવેકીને સદા જાગૃત કહ્યો છે. વિવેકી, ઉઠે, બેસે, ખાએ, પીએ, સૂએ, સર્વ ક્રિયાઓ જણાપૂર્વક, યત્નાપૂર્વક કરે. જાગરૂકતાથી કરે. સમતાનાં સરોવરમાં શાંતિના કમળ ખીલે છે. સમતા સદાચારની જનની છે. સદાચાર તમામ ધર્મોની આધારશીલા છે. સૂત્રોમાં કહ્યું છે: “સર્વસંજ્ઞાવાળા પ્રાણીઓ કામને જાણે છે. તેમાંથી કેટલાક અર્થને, તેમાંથી કેટલાક ધર્મને, તેમાંથી કેટલાક દેવગુરુયુકત ધર્મને, તેમાંથી થોડાંક મોક્ષને અને તેમાંથી થોડાંક સમતાને જાણે છે.” સમતાયુકત કદી અહિતકારી કે હીન પ્રવૃત્તિમાં પ્રવેશે નહિ. કદી સંઘર્ષ કે શોષણમાં લેપાય નહિં. ગીતામાં શ્રીકૃષ્ણ સમત્વનું ગૌરવ કરતાં કહ્યું છે: “સમન્વ યોગ... ઉચ્ચતે' તમામ સાંસારિક સંબંધોમાં, પદાર્થોમાં નિર્મમત્વ અનિભિવંગ” પ્રગટે, - સમજણ પ્રગટે, ત્યારે આ અવસ્થા પ્રાપ્ત થાય. કર્મફળત્યાગ + સમત્વબુદ્ધિ = મોક્ષ. દુ:ખેષ અનુદ્ધિગમન: સુખેષ વિગત સ્પૃહ, - દુ:ખમાં ન ખેદ, સુખમાં ન સ્પૃહા, તે સમતા. મુકિતના પરિબળો સમ્યકજ્ઞાન, સમદર્શન અને સમક્યારિત્ર, એ રત્નત્રયીનો સમાવેશ સમભાવમાં જ થયો છે. સમ્યકત્વનાં પાંચ લક્ષણો: શમ - (કષાયોનું શમન) સંવેગ, (મુકિતની અભિલાષા), નિર્વેદ - (નિસ્પૃહતા) અનુકંપા અને આસ્તિકા. શ્રીમદે એક જ શ્લોકમાં કહ્યું છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” સમકિતીનું મન મોક્ષમાં હોય, શરીર સંસરમાં હોય. ગીતામાં સમ” ઉચ્ચ અર્થમાં મળે છે. સામ્યયોગ શબ્દ ગીતાનો છે. સમન્વય શબ્દ વેદાંતનો છે. સર્વત્ર આત્મદ્રષ્ટિ, સમદ્રષ્ટિ એટલે આત્મોપમ. પરમાનંદ આત્મભાવમાંથી પ્રગટે છે. આત્મભાવ કેળવવા યોગ જરૂરી. યોગાવસ્થા માટે ધ્યાન જરૂરી. સમત્વબુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148