Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 130
________________ ૧૨૩ વગર તે અશકય છે. સમબુદ્ધિ વગર યોગારૂઢ થવાય નહિ. યોગારૂઢ થવા માટે ગીતા ભારપૂર્વક સમત્વનો આગ્રહ કરે છે. પાંજલયોગસૂત્રમાં પણ આ વાત વણી લેવાઈ છે. જ્ઞાનનો સાર સમતા છે. યથાર્થ જ્ઞાન, યથાર્થ દ્રષ્ટિ, જેથી રાગદ્વેષથી પર થઈએ, જેથી મોહનું, અજ્ઞાનનું આવરણ ઘટતું જાય અને સમતા પ્રગટે, આવા સાધકોને સામયોગી અથવા પંડિતા સમદર્શિન: કહેવામાં આવે છે. મોક્ષનો પંથ સમતાથી પ્રારંભ થાય છે. સમતા સર્વભૂતેષુ. પ્રાણીમાત્ર સાથે સમતાપૂર્ણ વ્યવહાર, સૌ સાથે એકસરખી વૃત્તિથી અર્થાત્ સરળતાથી વ્યવહાર, અન્યની ક્ષતિઓ પ્રત્યે સમતાભાવ માનવીને સ્વસ્થતા બક્ષે છે. ગાંધીજીએ આ વલણ તરફ ખૂબ ભાર આપ્યો છે. સમતાથી માનસિક સ્વસ્થતા અને સંતુલન પ્રગટે. માનસિક સંતુલન-સ્વસ્થતાથી શારીરિક સમતુલા આપોઆપ નીપજે. રોગ સામેની પ્રતિકાર શકિત વધે. વેદના પણ સમભાવપૂર્વક સહન કરવાની શકિત આવે. સમતાનો અભાવ માનસિક તનાવ પેદા કરે છે. અનેક પ્રકારનાં ભય ઉત્પન્ન થઈ મનને અકળાવે છે. મોટાભાગની બિમારી તાણની પેદાશ છે. સમતાના અંકૂશ વગર તાણ ભારણ નિરંકુશ-બેકાબૂ બની જાય છે. કવિ રડિયાર્ડ કિપ્લીંગનું કાવ્ય છે: If you can keep your head, when all about you are losing there's and blamming it on you, then at least you are well on the way towards the acquisitun of Poise. અર્થાત્ : તમારી આસપાસના લોકો પોતાનાં મગજ ગુમાવી બેઠા હોય, (મગજ ઠેકાણે ન હોય) અને તેના માટે તમને દોષિત ગણતા હોય, તેવે સમયે તમે તમારું મગજ ઠેકાણે રાખી શકો, બુદ્ધિ સ્થિર રાખી શકો... તો તમે સમતા ધારણ કરવાના પથ પર તો છો જ. સમતાનો અંગ્રેજીમાં પર્યાય નથી, પણ એની નજીકનો શબ્દ છે. Equanimity, Poise એટલે સ્થિર બુદ્ધિ - સંતુલન. Equipoise એટલે અમૂછ - જાગરૂકતા. bitly27 silhę zlorzia laa qujs: I never saw him lose his Equipoise. મેં એમને ક્યારે ય મુછિત દશામાં જોયા નથી. સમતા એટલે સતત જાગરૂકતા. રશિયાના વિજ્ઞાની થેશોદેવ, રડિયાઈની આ કવિતાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે કવિતાઓ રચવાનું શરૂ કર્યું. હમણાં જ થોડા સમય અગાઉ એમનો દેહાંત થયો. સર્વજ્ઞાશાસન સમતા પ્રધાન છે. એમાં વિષમતા વધારનાર કોઈ વાતને જરા પણ અવકાશ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148