Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 98
________________ ૯૧ આસન વિદેશમાં પણ લોકપ્રિય બન્યા છે. મૂલત: આ પ્રાચીનતમ યોગમાર્ગનું લક્ષ્ય ધ્યાન કે ધ્યાનથી પ્રાપ્ત સાધનાનું જ છે, જેની અંતિમ પરિણતી છે સાક્ષાત્કાર કે મુકિત. આ સાધનાપથમાં ઘણી લૌકિક, અલૌકિક સિદ્ધિઓ, લબ્ધિઓ પણ ઉપલબ્ધ થઈ શકે. પાતંજલ નિદશીત યોગમાર્ગ અને સનાતન અહંત સાધના પથ, જે પાછળથી જૈન દર્શન તરીકે પ્રસિદ્ધ થયેલ, એકબીજા સાથે અદ્ભુત સામ ધરાવે છે. સાંખ્યમત તથા જૈનમતમાં પણ ઘણું સામ્ય છે. સાંખ્યદર્શન કોઈ કાળે જૈન સિદ્ધાંતનો જ એક ભાગ હોઈ શકે એવી શકયતા ૫. સુખલાલજીએ પણ દર્શાવી છે. - શ્રી અરવિંદ કહેતા: Yoga is not a cut-out system. It is the growth of experiecne. અનુભવનો વિકાસ એ જ યોગ. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ તપ કર્યું. દીર્ધ તપસ્વી કહેવાયા. સાડા બાર વર્ષમાં એક વર્ષથી પણ ઓછા દિવસ આહાર કર્યો. અલ્પ જ નિદ્રા લીધી. આટલી ઉગ્ર અને લાંબી તપસ્યા ઈતિહાસમાં અજોડ છે. એક વખત એમણે છ મહિનાના ઉપવાસ કર્યા હતા. ત૫ ઉપરાંત આટલા વર્ષ મહાવીર સ્વામીએ શું કર્યું? ધ્યાન અને કાયોત્સર્ગ ઉપવાસ, એકાસણું આયંબિલ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ બાહ્ય પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર તપ બાર પ્રકારનાં છે. (૧) અનશન (ઉપવાસ) (૨) ઉણોદરી - ઓછું ખાવું પેટનો એક ખૂણો ખાલી રાખીને ખાવું (૩) વૃત્તિ સંક્ષેપ - નિશ્ચિત વાનગીઓ જ ખાવી. કર્મની નિર્જરા સાથે આ પ્રકારના તપમાં અહિંસાની ભાવના પણ સંકળાયેલી છે. ગાંધીજી માત્ર પાંચ વાનગી જમવામાં લેતા. જેમાં મીઠાનો પણ સમાવેશ થઈ જાય. આ વ્રત એમણે હરદ્વારમાં ૧૯૧૫માં અંગીકાર કર્યું હતું. (૪) રસ ત્યાગ (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા. આભતર તપમાં (૧) પ્રાયશ્ચિન, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ - કાઉસગ્ગ - વ્યુતસર્ગ. આવ્યંતર ત૫ ચડિયાતું છે. બાહ્ય તપ આવ્યંતર તપની પુષ્ટિ માટે હોય છે. પાતંજલ યોગસૂત્રમાં યમ-નિયમને યોગના પ્રારંભના મહત્ત્વના અંગો દર્શાવ્યા છે. યમ: યમમાં જૈનશાસ્ત્રના પાંચ મહાવ્રતનો સમાવેશ થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય), સંયમ (બ્રહ્મચર્ય) અને અપિરગ્રહ (મિત્રા દ્રષ્ટિ) નિયમ: પાંચ નિયમોમાં શૌચ - શુદ્ધિ- બાહ્ય અને આત્યંતર શારીરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148