Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 122
________________ ૧૧૫. પરંતુ જેમ્સ અને લાંજના સિદ્ધાંત અનુસાર સાચો કમ S.P.RE. છે. દા.ત. જયારે દુ:ખમાં પણ તમે હસવા માંડો, ત્યારે દુ:ખ ઓછું થાય છે. શુભચિંતન, પ્રાર્થના, પ્રભુમાં ચિત્ત પરોવવું વગેરે પ્રવૃત્તિઓ દુ:ખ હળવું કરે છે. માણસ હળવાશ અનુભવે છે અને ઉદાસી દૂર થાય છે. યમ-નિયમ-સંયમ, સત્ય અહિંસા વગેરે જેવી ભાવનાઓનું જીવનમાં યથાર્થ પાલન પણ માનસિક રોગો કે મનોદૈહિક રોગો થતાં અટકાવે છે. માનવી માનસિક અને શારીરિક રીતે વધુ સ્વસ્થ રહી શકે છે. સંખ્યાબંધ રોગો જેમાં અસ્થમા, દમ, ઘણા પ્રકારના ચામડીના રોગો થાઈરોઈડ ગ્રંથિના રોગો, ડાયાબિટીસ, હૃદયરોગ વગેરેનો સમાવેશ થાય છે, તે સાઈકોસોમેટીક છે. આપણે કુત્સિત વૃત્તિઓ દાબી દઈએ છીએ અને જરૂરી હોરું પહેરી લઈએ છીએ. પરંતુ આ વૃત્તિઓ નિર્મૂળ થતી નથી. આ માત્ર મનને ફોસલાવવાની એક આધુનિક તરકીબ જ છે. ડો. વહાલે તારવ્યું છે કે આ તમામ ધરબાયેલી વૃત્તિઓ અજાગૃત મનમાં હોવા છતાં શરીર એમને પિછાણે છે, એટલું જ નહિ પણ પ્રતિભાવ પણ દાખવે છે. અજાગૃત મનનો આપણા વર્તન પર વ્યાપક પ્રભાવ પડે છે. હૃદયનું ધબકવું, હથેળીમાં પરસેવો થવો, સ્નાયુઓનું સંકોચન, એમાંથી નીપજતી તંગ અવસ્થા, બધા શારીરિક લક્ષણો આપણે અનુભવીએ છીએ. આ લક્ષણો નિવારવાના પ્રયત્નમાં અકુદરતી વર્તનને આમંત્રીએ છીએ. પરંતુ લક્ષણો પાછળના મૂળ કારણની શોધ કરતા નથી. અનિયંત્રિત આવેગો, કષાયો વગેરે આના મૂળમાં હોય છે. તમામ ગ્રંથિઓથી મુકત માનવી સામાન્યપણે સંભવી ન શકે. ગાંઠો છોડી નિગ્રંથ થઈ જાય તો મુકત દશાને ઉપલબ્ધ થઈ જાય! શ્રીમદ્ ગાયું: ‘કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જોપણ સામાન્ય માનવી ગાંઠોથી બંધાયેલો રહે છે. ઉપરાંત પરગજૂ પણ હોય છે. જે ગુન્હા નથી કર્યા, તેનો ટોપલો પોતાના પર ઓઢી સજા ભોગવતો હોય છે! પીડા, ચિંતા-ભારણ વગેરે ઘટનાઓ સાપેક્ષા છે, દરેક પીડા માનવીની નીજી વલણને આધારે અસર કરે છે. માનવી કેટલી પીડા અનુભવે છે, તેનો આધાર એની શ્રદ્ધા, અધ્યાત્મિક વલણ, સમતા ઉપરાંત એ બીજી કઈ અને કેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે, એના ઘરનું વાતાવરણ કેવું છે, એનું જીવન પ્રત્યેનું વલણ કેવું છે, એના પર આધાર રાખે છે. સ્વાથ, સ્વકેન્દ્રીય, એકલવાયા કે કંટાળાગ્રસ્ત જીવન જીવતા માનવીઓને પીડા વધુ અસર કરે છે. જેમને અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148