________________
૧૧૪
અનિવાર્ય છે.
Shifting Syndrome:
દોડધામમાં ખૂબ જ વ્યસ્ત અને રચીપચી રહેનાર વ્યકિતઓમાં કેટલાંકને અંદેશો હોય છે કે વધુ પડતી દોડધામ એમને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. આવી વ્યકિતઓને શરીર અગમચેતી રૂપે ચેતવણીની સંજ્ઞાઓ આપી દે છે. દા.ત. કોઈ જૂનો જખમ ફરી પીડા કરે છે કે ટાંકા પાકી જાય છે, કે ચામડી પર કાચ જેવું નીકળી આવે છે કે માથાનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. આ એક એવી સિગ્નલ સીસ્ટમ છે, જે પીડા ઉભી કરે છે, છતાં એક પરગજુ મિત્રની ગરજ સારે છે. એ ચેતવી દે છે... ભાઈ જરા ધીરા પડો....! પરંતુ મહેન્દ્ર અંશે આ ચેતવણી બહેરા કાન પર અથડાય છે. અને માણસો આવી સંજ્ઞાઓની ચિકિત્સામાં અનાયાસ સરી પડે છે... અને પીડાપુર્ણ લાલબતી નિર્મળ કરવામાં સફળ પણ થાય છે, ત્યારે પણ શરીર પોતાની જીદ છોડતું નથી... એ ફરી ચેતવણી આપે છે. નવી સંજ્ઞાઓ આપે છે. યાને નવી પીડા ઉભી કરે છે. પણ માનવી પાછો એ પીડાના નિવારણમાં પડી જાય છે. અને તક ચૂકી જાય છે...!
શરીર અને આવેગો અવિભાજય છે
સ્ટોકહોમની કેરોલીન ઈન્સ્ટીટયુટના ડો. લેનાર્ટ લેવીએ ૨૦ વોલન્ટીઅરોના જૂથ પર પ્રયોગો કર્યા... એક દિવસ એમને ચાલુ સામાજિક ફિલ્મ બતાવવામાં આવી. પછી તેમનાં પેશાબનું પૃથ્થકરણ કરવામાં આવતાં જણાયું કે એડ્રીનલીન અને નોરએડ્રીનાલીન હોરમોન્સ ઓછા પ્રમાણમાં બહાર પડ્યા હતાં. બીજે દિવસે એક લડાઈને લગતી ફિલ્મ, ત્રીજે દિવસે એક કોમેડી, ચોથે દિવસ એક કરૂણાંતિકા ફિલ્મ, પાંચમે દિવસ ડ્રાકુલાની ભયાનક ફિલ્મ બતાવવામાં આવી અને પરીક્ષણમાં જણાયુ કે હોરમોન્સનો ખૂબ જથ્થો ગ્રંથિઓમાંથી બહાર પડયો હતો. માત્ર સિનેમાના માધ્યમ દ્વારા અનુભવેલા ઉમિ-સંવેદનોએ શરીરની રાસાયણિક પ્રક્રિયામાં જબરા ફેરફાર કરી મૂકયા હતાં. ખાસ કરીને હિંસક પ્રકારની ફિલ્મોએ.
હાવર્ડ યુનિવર્સિટીનો ડો. વિલિયમ જેમ્સ (વિખ્યાત સાહિત્યકાર હેનરી જેમ્સના ભાઈ) અને ડેન્માર્કના માનસશાસ્ત્રી ડો. સી.જી. લાંજે આ દિશામાં વ્યાપક સંશોધનો કર્યા છે.
સામાન્ય સમજ એવી છે કે તમે ઉદાસ છો, એટલે રડો છો... તમે ભયભીત છો એટલે હૈયું થડકે છે. એટલે કે પ્રથમ ઉત્તેજનાત્મક ઘટના (Stimulus) ઉર્મિઓને જન્મ આપે છે (E) જે (Physiological Responses- શારીરિક પ્રતિક્રિયા સર્જે છે. એટલે કે SE.P.R.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org