Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 120
________________ ૧૧૩ કોશીષ કરે છે. એક બાળક ઉદરમાં આકાર ધારણ કરે છે, ત્યારથી જ એનાં પોષણ માટે માતાનાં શરીરમાં દૂધની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એક રકતવાહિની ઘા લાગતાં કપાઈ જાય છે, લોહી વહેવા માંડે છે, ત્યારે આર્ટીરીઅલ પ્રેશર નીચું આવી જાય છે. ઘામાં ફાઈબ્રીનનો ગઠ્ઠો બંધાઈ જાય છે... અને લોહી બંધ થઈ જાય છે. જયારે હાથ, પગ કે અન્ય અવયવ ભાંગે છે, ત્યારે તૂટેલાં હાડકાંની તિક્ષણ આણીઓ સ્નાયુઓ કે રકતવાહિનીને ચીરી નાખે એવી સ્થિતિ ઉભી થાય છે, ત્યારે પણ શરીર સાવચેત બની જાય છે... ઘાનાં વિસ્તારમાં લોહી ગંઠાઈ જાય છે... રૂધિરાભિસરણ વેગવંત બની જાય છે. અવયવને સોજો આવી જાય છે. પેશીઓને જરૂરી એવા પોષક તત્વો જખમનાં વિસ્તારમાં ટોળે વળી જમા થઈ જાય છે... શરીરની તમામ ક્રિયાઓ જખમને દુરસ્ત કરવાના ભગીરથ કામમાં લાગી જાય છે...! શરીરની દુરસ્ત કરવાની, રૂઝ લાવવાની ક્રિયાની જાણકારીએ આધુનિક વાઢ-કાપ-સર્જરીને જન્મ આપ્યો છે. રૂઝ લાવવાની ક્રિયા પર કોઈ તજજ્ઞને કોઈ અંકુશ હોતો નથી. શરીરમાં જો આ ખૂબી ન હોત, તો કોઈ ઓપરેશન કદી શકય બન્યું ન હોત. માનવચિત અને શરીરમાં પુનર્નિર્માણ, દુરસ્તી સમારકામ પૂર્તિ, એક અવયવનું કામ અન્ય અવયવે ઉપાડી લેવાની સહાકર પ્રવૃત્તિ, વગેરે માટે વિરાટ પ્રાણશકિતવાઈટલ ફોર્સ અથવા લાઈફ ફોર્સ કે પ્રાકૃતિક આવેગ આકંઠ ભરેલો પડયો હોય છે. વિજ્ઞાનની તમામ ચિકિત્સા પદ્ધતિઓએ આ ખૂબ મહત્વના પાસાં તરફ દુર્લક્ષ સેવ્યું છે. શરીર અને મનની તમામ શકિતઓ સુષુપ્તાવસ્થામાંથી જાગૃત કરી, શરીર સાથે મન અને આત્માની માવજતને લક્ષમાં લઈ થતી ત્રિવિધ ચિકિત્સા જ દેહધારી ચેતનવંત માનવીની યથાર્થ ચિકિત્સા હોઈ શકે. આત્મવિશ્વાસની ભાવના શરીરના તંત્રો ઝીલી રોગ પ્રતિકારક અસરો પેદા કરે છે. કબીરે યથાર્થ કહ્યું છે. મન જાએ તો જાન દો, મત જાને દો શરીર, મનને મૂર્ણ બનાવી શકાય છે. પણ શરીરને નહિં. - શારીરિક અને માનસિક-કાર્યશીલતા પરિશ્રમથી કેળવાય છે. વિકાસ અને વૃદ્ધિ પામે છે. અને ઘસારો નથી લાગતો પણ બળ મળે છે. જયારે કોઈ અવયવ નિષ્ક્રિય થઈ જાય, ત્યારે શોષાઈ જાય છે. નિર્માલ્ય થઈ જાય છે... સ્નાયુઓ અને અન્ય અવયવોની જેમ બુદ્ધિ, વિચારશીલતા, નૈતિક ભાવના પણ શ્રમના અભાવે ખવાઈ-કોરાઈ જાય છે... માનવીની ચરમ વૃદ્ધિ અને વિકાસ માટે પરિશ્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148