Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 123
________________ ૧૧૬ કોઈ પ્રવૃત્તિમાં રસ ન હોય અને પીડા તેમજ માંદગી પર જ ધ્યાન કેન્દ્રિત કરી બેઠા હોય એમને પીડા વધારે અસર કરે છે. ઉર્મિતંત્ર થકી નીપજતી પીડા, પીઠ અને માથાના વિસ્તારને જકડે છે, અને આ પીડા સાચકલી હોય છે, તેમજ જાગૃત અવસ્થામાં જ માનવીને પીડતી હોય છે; ઉધમાં આ પીડા કશી દખલગીરી નથી કરતી ! વારસાગત લક્ષણો, મર્યાદાઓ, ઉછેર, વાતાવરણ, કેળવણી, ધાર્મિક માન્યતાઓ, નૈતિક ભાવનાઓ વગેરે ઘણુબધું નાનપણથી જ ભાગ ભજવે છે. છતાં માનવી પોતાની મર્યાદિત ક્ષમતાથી પણ જો યોગ્ય પુરુષાર્થ કરે- અધ્યાત્મિક, માનસિક અને શારીરિક રીતે જે વૃત્તિ-પ્રવૃત્તિ માનવીને નીચા પાડે, હીન બનાવે તેથી દુર રહે. તો ઘણા રોગોમાંથી મહદ્ અંશે મુકત રહી સ્વસ્થ અને ઉપયોગી જીવન જીવી શકે. જૈન ધર્મ એ આચારધર્મ છે. એનું પાલન શારીરિક અને માનસિક સ્વસ્થતા બક્ષે છે. આત્માની અનંત શકિતઓ છે. ચૈતસિક ક્ષમતાઓનો પાર નથી. અને એ તમામ ચેતનાનું ધામ શરીર છે. માનવશરીર એ માત્ર સ્થૂળ વસ્તુ નથી. ખૂબ મજબૂત, સૂક્ષ્મગ્રાહી અતિ સંવેદનશીલ, કુદરતનું અલૌકિક અને ખૂબ ચોકકસાઈવાળું સર્જન છે. અગાધ શકિત ક્ષમતાઓ ધરાવે છે. અદ્ભુત સમજદારી ધરાવે છે. મુનષ્યદેહ એ એક માત્ર માધ્યમ છે. જેના દ્વારા માત્ર શરીરનાં જ બંધન નહિ, પરંતુ તમામ બંધનમાંથી માનવી મુકત થઈ, નિગ્રંથ થઈ નિર્વિકાર અવસ્થાને ઉપલબ્ધ થઈ શકે છે. માનવ દેહ પવિત્ર છે એની પૂરી અદબ અને આદર જાળવવાની દરેકની પ્રાથમિક ફરજ છે. એનો વિવેકયુકત અને ઉચિત ઉપયોગ દરેક માનવીની પવિત્ર ફરજ બની રહે છે. શરીર સાથે અઘટિત-અનુચિત ચેડાં કરવાનો કોઈને અબાધિત અધિકાર નથી. એને સ્વસ્થ, સ્વચ્છ અને નિષ્કલંક રાખવા જેટલી અપેક્ષા આપણી પાસેથી કુદરત રાખે જ છે. શરીર-માનવદેહ દેવોને પણ દુર્લભ છે. કુદરતના આ અનુપમ સર્જનને જતનથી જાળવી. કબીરે કહ્યું તેમ ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરીયા’ની જેમ એને કુદરતને પાછું સોંપવાનું છે. તમામ કષાયો ને કર્મોથી મુકત! પશ્ચિમમાં એક સમયગાળામાં એવી હવા ચાલી કે માનવીનું સફળ (ભૌતિક કે લૌકિક રીતે) વ્યકિતત્વ ઉપસાવવાના અનેક પ્રયોગો ચાલ્યા અને અનેક પુસ્તકો લખાયાં. How to win friends and influence people' How to stop worrying and start living. How to develop personality (એની શિબિરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148