Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 124
________________ ૧૧૭ ભારતમાં આજે પણ થાય છે.) How to be happy though married. સફળ વેપારી કેમ થવું, પૈસા કેમ કમાવવા How to assert yourself. અર્થાત્ તમારી જાતને બીજાના માથા પર કેમ ઠોકી બેસાડવી વિગેરે. કાળક્રમે આવા પ્રયોગોની નિરર્થકતા લોકોને સમજાઈ હશે અને એને પ્રતિકારરૂપે કે એમાંથી ઉદ્ભવતા મનોવૈજ્ઞાનિક અંતરાયો માટે એક નવી જ મનોવૈજ્ઞાનિકથીયરીએ જન્મ લીધો અને એ અંગે શૃંખલાબંધ પુસ્તકો લખાયા. Geshall Therapy, I am O.K. you are O.K., Transactional Analysis. Games People Play, What do you say after you say Hello! Prycho Cybernatics, Power of positive Thinking.Nourishing and negative attitudes. વિગેરે જેનો સારજૈન અનુગમની ચાર ભાવનાઓમાં સમાઈ જાય. મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થતા. મનોવૈજ્ઞાનિક યુગના મત મુજબ દરેક સંસ્કૃત માનવી, એનો જ્ઞાતવિકાસ, ગમે તે કક્ષાનો હોય, તો પણ એના મનના ઊંડાણની સપાટીએ હજુ પણ પ્રાગઐતિહાસિક જ રહે છે. (Primitive). જેમ માનવશરીર આપણને આંચળવાળા પ્રાણીઓ સાથે સાંકળે છે અને પહેલાંની ઉત્ક્રાંતિની ભૂમિકાઓના અવશેષરૂપ ઘણાં વર્તન કરે છે, તેમ માનવજાત એ પણ ઉત્ક્રાંતિનું સર્જન છે. જે એનાં મૂળ સ્વરૂપે વ્યકત થતાં જૂનપુરાણાં લક્ષણોમાં આપણને દેખાઈ આવે છે. ઉત્ક્રાંતિવાદ-પ્રાણીવર્તનના નિષ્ણાત ડો. ડેમોન્ડ મોરિસે આ વિષય પર સંશોધન કરી સુંદર ગ્રંથો લખ્યા છે જેમાં મુખ્ય છે. Naked Ape (માનવીને વાંદરા જેવા વાળ નથી હોતા શરીરે, પણ મન તો માંકડા જેવું જ હોય છે), Human Zoo માનવી બાગ) વિગેરે. માણસમાં રહેલો જનાવર કે હેવાન અનેક સંસ્કારના પડળ ભેદી કયારે પણ બહાર આવી શકે છે. સ્ટીવન્સનની Dr. Jay. & Mr. Hyde (કાલ્પનિક કથા) તેમજ ડો. કિમની સત્ય ઘટના આના પૂરાવાઓ છે. માનસિક બિમારી દરમ્યાન આધુનિક માનવીના વિચારો, અતાર્કિક અને આદિસ્વરૂપના જોવા મળે છે. ડાહ્યા માનવીના સપનામાં પણ અવાસ્તવિક દ્રશ્યો, અતાર્કિકતા અને આદિમાનવ જેવા વિચારોનું પ્રતિબિંબ જોવા મળે છે. માનવીના અજ્ઞાત મનની સૃષ્ટિ, માનવીએ ગમે તેટલા સભ્યતાના વાઘા પહેર્યા હોય, છતાં કષાયો, લાલસા વિગેરેથી ભરેલી છે. એમાં જંગલિયત અને વિકૃતિઓ છે. કોઈ પણ ખલેલ પહોંચાડનારી પરિસ્થિતિને અનુકૂળ થવા મથતી અને છતાં ન થઈ શકતી વ્યકિત, માનસિક રોગોનો ભોગ બને છે. મનોવૈજ્ઞાનિકો એમ પણ માને છે કે આધુનિક માનવીની જીવનની ફિલસુફીમાં આધ્યાત્મિકતાનો અભાવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148