Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 118
________________ ૧૧૧ સ્થિતિ આવીને ઉભી રહે છે. ડોકટર અને દર્દી બેઉ હતાશ થઈ જાય છે. ડોક્ટર ચીડાય છે અને દર્દી બીજા ડોકટરને શોધે છે. આ ઘટમાળ ચાલુ જ રહે છે. આવા દર્દીઓ માંદગીનું ખૂબ ગૌરવ અનુભવે છે. કેટલાં, કેવાં મોટા મોટા ડોકટરોને કન્સલ્ટ કર્યા, કેટલી ટેસ્ટો, કેટલાં ફોટા કઢાવ્યાં કેટલા દિવસ, કંઈ કંઈ હોસ્પિટલોમાં રહ્યાં. કેવડો ખર્ચ કર્યો, કોણ કોણ, કેવા લોકો ખબર કાઢવા આવ્યા, એ વિષે ગર્વથી વાતો કરતાં થઈ જાય છે અને મીઠું-મરચું ભભરાવી અતિરેક ભરી વાતો કહેતાં થાકતાં નથી. ડો. રિચાર્ડઆશરે આવી સ્થિતિને MUNCHHAUSEN SYNDROME નામ આપ્યું છે. બૅન વૉન મુનકાઉસેન એક જર્મન અફસર હતો. એને યુદ્ધકોળની પોતાના શૌર્યની-વીરતાની કાલ્પનિક ગુલબાંગો મારવાની આદત હતી. માની ન શકાય એવી અલ્લાદીનના જાદુઈ ચિરાગ જેવી વાતો હાંકયા કરતો. આવા દર્દીઓ ઘણા કારણોસર પોતાની માંદગીની યોગ્ય ચિકિત્સા માટે નિષ્ઠાપૂર્વક ડૉકટરને હવાલે કરી શકતા નથી. પીડામાંથી બચવા માગતા નથી. અર્થાત્ સાજા થવા માગતા નથી. એનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે દર્દી અજ્ઞાતપણે માને છે કે જયાં સુધી એ પીડાઈ રહ્યો છે, ત્યાં સુધી મોટી-માંદગી, વધુ આકરી શિક્ષારૂપી માંદગીથી સુરક્ષિત રહેશે, બચી જશે. જો આ માંદગીમાં સાજો થઈ ગયો, તો ગંભીર માંદગીનો સામનો કરવો પડશે. એટલે સાજા થવાની વાત જ ખતરનાક છે, એવું મનમાં ઠસી ગયું હોય છે. એ સાજો જ થવા માગતો નથી. માંદા રહેવામાં જ એને આનંદ આવે છે. પોતાને સાજો કરવામાં ડોકટરના હાથ હેઠાં પડે છે, એનો પણ દર્દીને આનંદ હોય છે! ડો. ચાર્લ્સ હાલે આવા દર્દીઓની ચિકિત્સામાં એમની સાથે હુંફભર્યા મૈત્રીસંબંધ કેળવવાનો-વિશ્વસનીય સંબંધ સ્થાપવાનો, જીવનમાં રસ લેતા કરવાનો અનુરોધ કર્યો છે. હવે મોટી ગંભીર માંદગીની શિક્ષા-સજારૂપે અપેક્ષા કે સંભાવના એ અજ્ઞાત મનની ગુનાહિત વૃત્તિ કે લાગણીની નીપજ હોય છે. મનસા કર્મ: માનસિક કર્મ માત્રમાંથી પણ ગુનાહિત લાગણી ઉદ્ભવે છે. એ લાગણી પીડાકારક હોય છે. દબાવેલી લાગણી ઉલટભેર ઉપર આવે છે પણ જુદા જ સ્વરૂપે દેખા દે છે... શારીરિક લક્ષણોરૂપે કે કશુંક ગંભીર બનવાનું છે, એવા ભયની લાગણીરૂપે. અજ્ઞાત મન બાળક જેવો તર્ક લડાવે છે અને આવા દર્દીઓ ગુનાહિત લાગણીઓને પુષ્ટિ આપે છે. જેમ અવિકસિત મગજ, વિચાર અને કાર્ય વચ્ચેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148