Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 119
________________ ૧૧૨ ભેદરેખા સમજતું નથી, તેમ આ દર્દીનું મન વિચારવું અને કરવું એની વચ્ચેનો ભેદ સમજાતું નથી. એમને માટે વિચારવું એટલે જ કરવું. અને જેટલી કૃત્ય માટે જવાબદારી હોય, એટલી એનાં વિચાર માટે હોય, હોવી જોઈએ! બોસ્ટનના મનસ્વિદ ડૉ. ચાર્લ્સ વિલિયમ હાલના સર્વેક્ષણ અને અનુભવમાં જણાયું છે કે મોટાભાગના આવા દર્દીઓ વડિલો પ્રત્યે અભાનપણે પણ ધિકકારની લાગણી ધરાવતા હોય છે. અજ્ઞાતપણે વડીલ મૃત્યુ પામે એમ ઈચ્છતા હોય છે અને આવી ઈચ્છા માત્રથી ગુનાહિત ગ્રંથિ બંધાય છે. બંધાયેલી રહે છે અને પીડાની અપેક્ષાનો પ્રારંભ થાય છે. ગુનાનું નિવારણ પીડા ભોગવવાથી થાય છે એમ અજ્ઞાત મન માને છે અને ગુનાની માત્રા પ્રમાણે સજા હોવી જોઈએ, આવશ્યક છે એટલે જ્યારે આવા દર્દીઓ અભાનપણે વડીલોનું મૃત્યુ ઈચ્છે છે, ત્યારે એની સજારૂપે પોતાને મૃત્યુ જ આવવું જોઈએ એવું પણ માની લે છે, એટલે આ સંજોગોમાં મૃત્યુથી હળવી વ્યાધિને સહર્ષ આવકારી, સ્વીકારી લે છે, અને જો આવી વ્યાધિમાં મુકત થવાનો અવસર આવે, તો મોત સામે જ ઉભું હોય, એવી હાલત થાય... એટલે મરવા કરતાં માંદુ પડવું સારૂં, એ ઉકિતની રૂએ માંદા જ રહેવાનું પસંદ કરે છે. માનવી મનમાં પણ જે કર્મ કરે છે, તેની સજા એનું શરીર પણ ભોગવે જ છે. - જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત છે : પ્રાણીપાત્ર સાથે મૈત્રી, મંગલભાવનામાં જગતના સર્વ જીવોને હું ખાવું છું, તેઓની પાસે મારા અપરાધોની માફી માગું છું, સર્વ જીવો મને ક્ષમા આપો-એમ પ્રાર્થ છું, મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વૈર-વિરોધ નથી-એ અભુત અને ઉદાત્તતમ ભાવના છે. માનવી નિર્મળ થઈ જાય છે એવો સરળ માનવી અનેક મનોદૈહિક રોગોનો ભોગ બનતો અટકી જાય છે. માનસિક સ્તરે આવી શુભ ભાવનાઓ શરીરને પણ નિરોગી રાખે છે. શારીરિક સ્તરે બાહ્ય તપનું ઉણોદરી, ચૌવિહાર, રાત્રિભોજનનો ત્યાગ, આયંબિલ, પૌષધ, ઉપવાસ, ચોમાસામાં લીલોતરીનો ત્યાગ, સચેત પાણી ના વાપરવું, વગેરે વ્રતો નિયમો અને ક્રિયાઓને આરોગ્યપ્રદ ગણાવી છે, જેને આધુનિક વિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે. શરીરની સમજદારી: માનવ શરીરમાંથી અડધી થાઈરોઈડ ગ્રંથિ કાઢી લેવામાં આવી હોય, તો બાકીની અડધી કદમાં વધી જાય છે... જરૂર કરતાં પણ વધુ...! જો એક કીડની કાઢી નાખવામાં આવી હોય, તો બીજી કીડનીનું કદ વધી જાય છે. અન્ય ગ્રંથિઓ પણ વધારાનો બોજો ઉંચકવામાં પોતાનો હાથ લંબાવે છે. “નેચર ઓલવેઈઝ ટ્રાઈઝ ટુ સરવાઈવ. શરીર કોઈ પણ ભોગે, અથાગ પ્રયત્ન પણ, ટકી રહેવાની પૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148