________________
૧૦૨
સાયકોસીસ વગેરેની વણઝાર ઉભી કરે છે.
ચિંતા નહિં, પણ ચિંતન. ચિંતન મહાઔષધિ છે.
અકસ્માત પ્રેમીઓ
૨ વર્ષના માઈકે ટ્રેનમાં શોખ ખાતર લટકીને પ્રવાસ કર્યો. ચા પકડ છૂટી ગઈ, પડયો. ઘણા દિવસો બેભાન રહ્યો પણ બચી ગયો. નવ વર્ષની ઉંમરે પાણીમાં ડાઈવ મારી, મરતાં બચ્યો. ૧૧મે વર્ષે રમતમાં હાથ તોડયો, પછી મોટરસાઈકલનો શોખ લાગ્યો... મોટરસાઈકલ લપસી ઝાડ સાથે અથડાઈ... ચાર દાંત ખોયા... હવે એ એ વિમાન ચલાવતાં શીખે છે!
ડો. ડબનારે કરેલા પ્રયોગોમાં જણાયું કે વારંવાર અકસ્મતોને ભેટતા લોકોમાં ઉર્મિતંત્રની અસંતુલન થકી દુર્ઘટનાઓ થતી હતી. વળી ખૂબીની વાત એ હતી કે આવા અકસ્માતોમાં એમને પોતાને જ ઈજા થતી હતી, સાથે અન્ય કોઈને નહિ! અને ઘણા કિસ્સાઓમાં એકજ હાથ કે એકજ પગ વારંવાર ભાંગતો હતો. એક બાળકને દર વર્ષે કપાળના એક જ ભાગ પર વાગતું ને ટાંકા આવતા.
આ સર્વેક્ષણમાં કેટલાંક વિરોધાભાસી તત્ત્વો પણ જોવા મળ્યાં... પ્રથમ વિરોધાભાસ: ત્રેવીસ ટકા લોકો અકસ્માતોની પરંપરા અગાઉ ખૂબ તંદુરસ્ત રહેતાં... અકસ્માતો સિવાય કોઈ રોગ કે દર્દ નહિ... અને કોઈ ઓપરેશન પણ નહિ! બીજે વિરોધાભાસ: ફેકચરવાળા અકસ્માત પ્રેમીઓ સારા રમતવીર હતા. પણ રમતનાં મેદાનમાં એમને કયારેય વાગ્યું ન હતું કે હાડકાં ભાંગ્યા ન હતાં... રમતના મેદાનમાં એ પૂરતી તકેદારીથી રમતાં અને ઘેર કે કામ પર લપસી પડતાં અને હાડકાં ભાંગી પડતાં.
આવા અકસ્માત પ્રેમીઓ ખૂબ આનંદી બેફિકર અને હસમુખા જણાયા પરંતુ તેમનાં મન ચંચળ હતાં. કંઈક અસ્થિરતા વર્તાવી... મુશ્કેલ કામ કરવાની બુદ્ધિ હોવા છતાં મુશ્કેલી નડતી. જવાબદારી લેવાનું ટાળતાં. સાહસવૃત્તિ હોવા છતાં તેઓ કોઈ બાબત પણ ગંભીરપણે લેતા નહિ, તેમજ લગ્ન જેવી બાબતો પણ ગંભીરપણે લેતા નહિ. વિના વિચારે નિર્ણય લેવાની ટેવવાળા હતા. પ્રકૃતિથી પ્રેરાઈ વર્તવાની વૃત્તિ એમનામાં જોવા મળતી, જેનો એમને ગર્વ પણ રહેતો. ઘણી બાબતો વિષે અસંતોષ રહેવા છતાં પોતાનાં પ્રયત્નોથી એને નિવારવાનો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org