________________
૧૦૩
એ કરી શકતાં ન હતાં. વિચારશીલતા કે યોગ્ય નિર્ણયશકિતના અભાવને કારણે એમની છલકાતી શકિત-ઉર્જા યોગ્ય માર્ગ વળી ન શકવાની આવા લોકો અકસ્માતોની પરંપરા સર્જે છે. એની પાછળ પોતાને જ ખતમ કરવાની અભાનવૃત્તિ ભાગ ભજવે છે.
મોટા ભાગના આવા લોકો કડક, શિસ્તપ્રિય Perfectionists સંપૂર્ણતાના આગ્રહી, સત્તાપ્રિય અને ચૂસ્ત મા-બાપનો ઉછેર પામ્યા હોય છે. તેમને ચોરી કે જીંઠું બોલવાની આદતો સહજ સાધ્ય હોય છે. આ વૃત્તિઓ અકસ્માતની પરંપરાનો પ્રારંભ થાય, ત્યારે સામાન્યપણે નિર્મૂળ થઈ જાય છે. આ લોકોને સત્તાધીશો નથી ગમતા. પોતા પર અધિકાર ચલાવનાર પ્રત્યે એમને નફરત હોય છે.
ગુનેગારો અને આ લોકોમાં એક પ્રકારનું સામ્ય હોય છે. એક કાયદો ભાંગે છે, બીજો પોતાના હાડકાં ભાંગે છે. સામાન્ય રીતે બહારથી એ આધિપત્યને અનુકૂળ થઈ ગયેલો દેખાય છે પણ ભીતરમાં નફરત સળવળતી જ હોય છે! આ બેઉ વૃત્તિઓ વચ્ચેનો સમન્વય જયારે તૂટી પડે છે, ત્યારે અકસ્માત સર્જાય છે. કોઈક નાનકડી ઘટના, અને ઉર્મિ-ધરતીને કંપ લાગે છે!... આ લોકો આવેગથી જ દોરાય છે. કશું અણગમતું કરવાનો સમય આવે છે ત્યારે એની પ્રતિક્રિયારૂપે અકસ્માત સર્જાય છે.
ΟΥ
આદેશનું ઉલ્લંઘન : એક વિવાહિત સ્ત્રીને વિચિત્ર રોગ થયો. એના કાનમાં સિસોટીઓ વાગ્યા કરે. ગેબી પ્રકારના જોરશોરના અવાજ અને ક્યારેક ઘોંઘાટ થયાં કરે.
કાન-નાક-ગળાના નિષ્ણાત ડૉ. ગોર્ડન હેપલ પાસે એ સ્ત્રી સારવાર માટે ગઈ, કશું કારણ જડયું નહિ. પછી ડોકટરે ધીરે ધીરે સિફતથી એના સંસાર વિષેની ઝીણી ઝીણી વિગતો કઢાવી, અને મૂળ કારણ છતું થયું. એ પતિ-પત્ની રોમન કેથલિક, ચૂસ્તધાર્મિક હતાં! દંપતિ સંતતિનિયમનના સાધનો વાપરતા. રોમન કેલિકોમાં આવા સાધનો વાપરવાનો સ્પષ્ટ નિષેધ છે. પત્નીનો આત્મા આવા અધાર્મિક કૃત્યથી સતત ડંખ્યા જ કરતો હતો. એણે ચર્ચમાં જવાનું છોડી દીધું. Confessions (પાપોનો એકરાર) પણ છોડી દીધાં. ધાર્મિક નૈતિક ભાવના કે આદેશ અને શારીરિક જરૂરિયાત વચ્ચેનો સંગ્રામ આરંભાઈ ચૂકયો. શંખ ફૂંકાયો, અને કાનમાં અવાજો સંભળાવા શરૂ થયાં. જે અવાજો સંભળાતાં હતાં, તે ભગવાન ઈશુની ચેતવણીના સૂર હતા, ઘંટડીઓ એ ચર્ચનો ઘંટરાવ હતો. ઘોંઘાટ એ અંતરાત્માનો આક્રોશ હતો. ધાર્મિક આદેશો પાળવાં હતાં અને સાથે સાથે લગ્નજીવન પણ માણવું હતું. સિસોટીઓ એ બેઉ વચ્ચેના સંગ્રામના બ્યુગલ હતાં. ડૉ. હોપેલે ખૂબ કુશળતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org