________________
૧૦૭
છે કે, સ્પર્ધા એ માનવ સંસ્કૃતિમાં ફેલાયેલું ઝેર છે. આમાંથી નીપજેલી આજની ઉંદર-દોડ, રેંટ રેસ માનવીને બેચેન બનાવી દે છે. જંપવા નથી દેતી. ભૌતિક મહાત્વાકાંક્ષા આ રોગના મૂળમાં છે.
કૉન્ડૉરૉટે લખ્યું છે: Enjoy your life without comparing it with that of another. પોતાની સરખામણી કોઈની સાથે પણ કર્યા વગર આનંદથી જીવો. કેટલાક માણસોની ઊંચાઈ Local સ્થાનિક હોય છે. એની આસપાસના લોકો વામણા હોવાથી એ ઊંચો ભાસે છે!
ટીકા એ ઈર્ષાની નીપજ છે. માણસ બધાની ટીકા કર્યે જાય છે. ટીકા સાંભળવાનો વારો આવે, ત્યારે ખળભળી ઉરે છે. ટીકાનો જવાબ ક્યારે પણ વળતી ટીકાથી ન આપો.
.
જીવન, અર્થહીન ક્ષુલ્લક ઝઘડા, વ્યર્થ પ્રવૃત્તિ, નિંદા અને અદેખાઈ જેવી બાબતોમાં વેડફી નાખવા જેટલું લાંબુ નથી. અરે... પ્રેમ કરવા પણ આ જિંદગી ટૂંકી પડે છે, જીવન ગુંચવણભરી વિગતોમાં વેડફાઈ ન જાય, તે માટે માણસે બધી બાબતોને સાદી અને સરલ બનાવવી જોઈએ અને પોતે પણ સાદા બનવું જાઈએ. હૅન્રી ડેવિડ થોરોએ કોન્કોર્ડથી દૂર વોલ્ડન સરોવરના કાંઠે ઝૂંપડી બાંધી. હર એક પાન-ફૂલ વનસ્પતિને ઓળખતો - એમની સાથે વાતો કરતો. સરકારની કોઈ સુવિધાનો ઉપયોગ ન્હોતો કરતો. પૃથ્વી કંઈ સરકારે ન્હોતી ખરીદી. એણે ટેક્ષ ભરવાનો ઈન્કાર કરી દીધો. સરકારે એને જેલમાં મોકલાવ્યો. મિત્રોએ ટેક્ષના પૈસા ભરી થોરોને છોડાવ્યો. સમર્થ માનવી ઝૂંપડી બાંધીને રહ્યો. કવિ તેજની કવિતા છે. ‘વલા તૉજી વાટ તે શું ઝૂંપડી બધઈ - ફોોંસે સજાઈ”. પરમાત્માના પંથ પર ઝૂંપડી બાંધી એને ફ્લોથી સજાવી. કદાચ ઈશ્વરનો ત્યાં જ ભેટો થાય. શહેરની સડકો પર નહિં !
અદેખાઈથી પિત્તનો ઉપદ્રવ થાય છે અને ઈર્ષાથી પેટમાં બળતરા થાય છે. આજના ઈર્ષાયુગમાં થોરોની જેમ સર્વથી મુકત રહેવું, ઈર્ષા અદેખાઈથી મુકત થઈને જીવવું, એ એક તપશ્ચર્યા છે. સિદ્ધિ છે. માનવીએ અનસૂયતા (ઈર્ષાનો અભાવ) ઋજુતા કેળવવી જોઈએ. અદેખો માણસ કદી ઋજુ નથી હોતો. તમારા છૂપામાં છૂપા વિચાર પણ પવિત્ર રાખો, કારણ કે તેઓમાં અદ્ભુત સામર્થ્ય રહેલું છે. દરેક પળે તમે તમારા વિચારો વડે તન તથા મનને લાભ અથવા નુકશાન કરતા હોવાથી, તમે કેવા વિચારો કરો છો, તે અવશ્ય તપાસતા રહો. એકાંતમાં માણસ જે વિચારે છે, એનાથી એનું ચારિત્ર્ય ઘડાય છે. ઈર્ષા-અદેખાઈને પ્રવેશવા ન દો. ઈર્ષા ભારેલો અગ્નિ છે. કયારે પણ વિસ્ફોટ થાય. જીવનપથમાં કયારેક તો માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org