Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૪ ભીતરનું ધમસાણ જાગૃતિના સ્તર પર લાવીને મૂકી દીધું! જયારે મૂળપ્રશ્ન સમજાઈ જાય છે ત્યારે નિરાકરણ સરળ બની જાય છે! કનવર્ઝન રીએકશનનો આ સચોટ કિસ્સો છે. આવી જ એક અન્ય રોમન કેથલિક ગૃહિણી પતિથી છૂપાવી. સંતતિનિયમનના સાધન વાપરે છે. પતિને કહેવાની હિંમત નથી પડતી. અને ચર્ચમાંથી બહાર પડતાં જ પગથિયાં પરથી લપસી હાડકું ભાંગે છે. જાણે ઈશુએ સજા કરી! એક માણસને રવિવારે કામ પર આવવાનું કહેવામાં આવે છે. એને રોષ વ્યાપે છે. કામ પર જતાં જ રસ્તામાં આખડીને હાડકું ભાંગે છે. આવા અનેક કિસ્સાઓમાં મનમાં રહેલી ગુનાહિત ગ્રંથિ અકસ્માતો કરાવે છે. ચુસ્ત મા-બાપનો અહમ, છોકરાના મનની ધૃણા-ધિકકાર, એને દબાવી બેફિકરા દેખાવાની વૃત્તિ, પણ મૂળ હૂંફના અભાવ થકી, પ્રેમના અભાવ થકી, દીકરામાં નફરત પેદા થાય છે અને સંયમ તેમજ નિયંત્રિત વૃત્તિઓના અભાવથી અનેક અકસ્માતોનો ભોગ બનવું પડે છે. અલ્સર-ચાંદા : વિવિધ પ્રકારના અલ્સરો જેવાં કે ડ્યુઓડીનલ અલ્સર, ગેસ્ટ્રીક અલ્સર તથા અલ્સરેટીવ કોલાઈટીસ વગેરે પકવાશય, હોજરી તથા આંતરડામાં ઉદ્ભવે છે. વિવિધ પ્રકારના અલ્સરો - ચાંદાઓ એ આજનો યુગપ્રવર્તક રોગ છે. અલ્સરનું પ્રમાણ ૧૬ વર્ષથી નીચેની ઉંમરના કિશોરોમાં ઓછું જોવા મળે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ એની શક્યતા વધતી જાય છે. ઈંગ્લેન્ડના ૪૫ થી ૫૪ વર્ષની વચ્ચેની ઉમ્મરના માનવીઓમાં ૧૦ ટકા ડયુઓડીનલ અને ગેસ્ટ્રીક અલ્સરથી પીડાય છે. અમેરિકા અને સ્કેન્ડેનેવીઅન દેશોમાં પણ એટલું જ પ્રમાણ છે. એથી ઉલ્ટું આફ્રિકા અને એશિયાની ગ્રામીણ વસ્તીમાં એનું પ્રમાણ ઓછું છે. અલ્સરનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઘણું ઓછું છે. કારણ કે આ બિમારીનાં મૂળમાં પુરૂષોનો વ્યવસાય કે ધંધો અને વ્યવહાર મહત્ત્વનો ભાગ ભજવે છે. દોડધામ અને સતત તાણ-ભારણયુકત જીવન જીવતા ભારે જવાબદારીભર્યા હોદ્દા ધરાવનાર વ્યસ્ત પુરુષોમાં અલ્સરનું પ્રમાણ ખૂબ જ વધારે જણાય છે. જયારે ખેડુતો, મજુરીનું કામ કરનારા લોકો, પટાવાળાઓ વગેરે હળવી જવાબદારી ધરાવનારા લોકોમાં એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ૩૫ વર્ષની નીચેની ઉંમરના માણસોમાં ગેસ્ટ્રીક અલ્સર કરતાં ડિયોડેનલ અલ્સરનું પ્રમાણ ચાર ગણું જણાયું છે. પરંતુ ૪૫ વર્ષની ઉંમરનામાં એ બેવડું જણાયું છે. ઈંગ્લેન્ડ કરતાં સ્કૉટલેન્ડમાં પ્રમાણ વધારે છે. ભારતમાં વધારે છે. ભારતમાં રેશીઓ છે ૩૦:૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148