SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સાયકોસીસ વગેરેની વણઝાર ઉભી કરે છે. ચિંતા નહિં, પણ ચિંતન. ચિંતન મહાઔષધિ છે. અકસ્માત પ્રેમીઓ ૨ વર્ષના માઈકે ટ્રેનમાં શોખ ખાતર લટકીને પ્રવાસ કર્યો. ચા પકડ છૂટી ગઈ, પડયો. ઘણા દિવસો બેભાન રહ્યો પણ બચી ગયો. નવ વર્ષની ઉંમરે પાણીમાં ડાઈવ મારી, મરતાં બચ્યો. ૧૧મે વર્ષે રમતમાં હાથ તોડયો, પછી મોટરસાઈકલનો શોખ લાગ્યો... મોટરસાઈકલ લપસી ઝાડ સાથે અથડાઈ... ચાર દાંત ખોયા... હવે એ એ વિમાન ચલાવતાં શીખે છે! ડો. ડબનારે કરેલા પ્રયોગોમાં જણાયું કે વારંવાર અકસ્મતોને ભેટતા લોકોમાં ઉર્મિતંત્રની અસંતુલન થકી દુર્ઘટનાઓ થતી હતી. વળી ખૂબીની વાત એ હતી કે આવા અકસ્માતોમાં એમને પોતાને જ ઈજા થતી હતી, સાથે અન્ય કોઈને નહિ! અને ઘણા કિસ્સાઓમાં એકજ હાથ કે એકજ પગ વારંવાર ભાંગતો હતો. એક બાળકને દર વર્ષે કપાળના એક જ ભાગ પર વાગતું ને ટાંકા આવતા. આ સર્વેક્ષણમાં કેટલાંક વિરોધાભાસી તત્ત્વો પણ જોવા મળ્યાં... પ્રથમ વિરોધાભાસ: ત્રેવીસ ટકા લોકો અકસ્માતોની પરંપરા અગાઉ ખૂબ તંદુરસ્ત રહેતાં... અકસ્માતો સિવાય કોઈ રોગ કે દર્દ નહિ... અને કોઈ ઓપરેશન પણ નહિ! બીજે વિરોધાભાસ: ફેકચરવાળા અકસ્માત પ્રેમીઓ સારા રમતવીર હતા. પણ રમતનાં મેદાનમાં એમને કયારેય વાગ્યું ન હતું કે હાડકાં ભાંગ્યા ન હતાં... રમતના મેદાનમાં એ પૂરતી તકેદારીથી રમતાં અને ઘેર કે કામ પર લપસી પડતાં અને હાડકાં ભાંગી પડતાં. આવા અકસ્માત પ્રેમીઓ ખૂબ આનંદી બેફિકર અને હસમુખા જણાયા પરંતુ તેમનાં મન ચંચળ હતાં. કંઈક અસ્થિરતા વર્તાવી... મુશ્કેલ કામ કરવાની બુદ્ધિ હોવા છતાં મુશ્કેલી નડતી. જવાબદારી લેવાનું ટાળતાં. સાહસવૃત્તિ હોવા છતાં તેઓ કોઈ બાબત પણ ગંભીરપણે લેતા નહિ, તેમજ લગ્ન જેવી બાબતો પણ ગંભીરપણે લેતા નહિ. વિના વિચારે નિર્ણય લેવાની ટેવવાળા હતા. પ્રકૃતિથી પ્રેરાઈ વર્તવાની વૃત્તિ એમનામાં જોવા મળતી, જેનો એમને ગર્વ પણ રહેતો. ઘણી બાબતો વિષે અસંતોષ રહેવા છતાં પોતાનાં પ્રયત્નોથી એને નિવારવાનો નિર્ણય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy