SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પુત્ર કે પુત્રી શિક્ષિત-સંસ્કારી હોય, પોતાના પગભર હોય, દીકરી સાસરે સુખી હોય, સંતાનો સમજદાર, તેજસ્વી અને ભાગ્યશાળી નીવડે, પ્રેમાળ હોય, તેથી વધુ મોટી ધન્યતા મા-બાપ માટે બીજી શી હોઈ શકે? સાથે સાથે એ પણ સમજવું કે પુત્રોની કારકીર્દિ કે સ્વભાવ એવા ન નીકળે, તો પણ તેમાં મોટી આપત્તિ કે નિષ્ફળતા જોવાની જરૂર નથી. કોઈકના પિતા કે માતા હોવું તે પોતે જ જિંદગીની એક અચ્છાઈ છે, સાર્થકતા છે. તેની એક શીતળ છાયા છે. ફળો કદાચ બેસે કે ન બેસે. મહાકવિ ગેટે કહેતા: 'જિંદગીના વૃક્ષનો રંગ લીલો છે. (Green is the tree of my Lifes) - જિંદગીનું વૃક્ષ લીલુંછમ છે. સિદ્ધાંતનો રંગ ભૂખરો છે. આર્થિક આયોજન સફળ નીવડે છે. સંતાનો સારા નીવડે છે. અને જિંદગીભરની ચિંતા વ્યર્થ સાબીત થાય છે. તો કદી બનવાની જ નથી, એવી બાબતોની ચિંતા- ૪૦ ટકા. સ્વસ્થ માનવી પણ અનેક મનોવૈજ્ઞાનિક કારણોસર પોતાને માંદો જ સમજે છે અને પોતાની તબિયતની અકારણ ચિંતા સેવે છે. આવી અકારણ ચિંતા ૧૨ ટકા. કેટલીક ચિંતિત પ્રકારના વ્યકિતઓ - worrying Type આખી દુનિયાની ઉપાધિ માથે લઈને ફરે છે નાની નજીવી બાબતોમાં પણ માથે ચિંતાનો બોજો લઈ ઉદાસ થઈને બેઠા દેખાય છે. સંકલ્પ અને વિકલ્પમાંથી ઊંચા જ નથી આવતા. નાનું કામ પણ બરોબર થશે કે નહિં, તેની વ્યાધિ-ચિંતા સતત સતાવતી હોય છે. તદ્દન નજીવી બાબતોની ચિંતા ૧૦ ટકા. ખરેખર ચિંતાની બાબતો અર્થાત્ એવી બાબતો જે વિષ ધ્યાનપૂર્વક, બુદ્ધિપૂર્વક અને કુશળતાથી પૂર્વ આયોજન દ્વારા હલ શોધવો પડે, તે માટે પુરુષાર્થ કરવો પડે, અને યોગ્ય પદ્ધતિથી નિવારી શકાય એવી સાચી બાબતોની ચિંતા - ૮ ટકા. ટૂંકમાં એવી ૮ ટકા જ બાબતો હોય છે, જે ચિંતા નહિં. પણ યોગ્ય ચિંતન દ્વારા નિવારણ માગી લે છે. આશંકા ચિંતાનો પાયો છે. સતત ચિંતા ભયની ગ્રંથિ મજબૂત કરે છે. મોટી આપત્તિ આવવા વિષે અકારણ ભય, અકારણ લોકોનો ભય, સમુહને ભવ્ય, એમાંથી નીપજતું અતડાપણું, બસ, ટ્રેન કે મુસાફરીનો ભય, ઊંડી ઉદાસીનતાની લાગણી, વારંવાર મુડ બદલાય, રડવું, નિરાશાવાદી વિચારો, સારૂં કશું થવાનું નથી, બધું ખરાબ જ થવાનું છે એવી ભીતિ. જીવન જીવવા જેવું નથી, એના કરતાં તો મરવું સારૂં. સઘન અવસાદની અવસ્થા, મૃત્યુનો ભય, અવાસ્તવિક વલણ વગેરે નર્વસપણું, અસંતુલન, જીવન પ્રત્યે અસાહજિક વલણ, ન્યુરોસીસ, સંભ» દશા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy