________________
૯૮ સંયમ, આશા-અપેક્ષા અને મહત્વાકાંક્ષાના ત્યાગ વગર સમત્વબુદ્ધિ પ્રગટે નહિં. સમત્વબુદ્ધિ વગર ધ્યાન અસંભવ જેવો થાય. ધ્યાન વિના યોગાવસ્થા આવે નહિં અને આત્મભાવ કેળવવા યોગ આવશ્યક છે.
આત્મભાવમાંથી જ પરમાનંદ - બહ્માનંદ પ્રગટે છે. તેની આગળ વિશ્વના તમામ સુખો તૃણ સમાન છે. જ્ઞાનીનો સ્થાયીભાવ, તે જ આત્મભાવ. યોગયુકત માણસ સર્વ પ્રાણીઓને આત્મભાવે નિહાળે છે આત્મભાવથી જ અભય પ્રગટે છે.
ઉપાસના વિના કોઈ પણ સિદ્ધાંતનું સામર્થ્ય માનવી પોતાના જીવનમાં ઉતારી શકતો નથી.
દૈવી સંપત્તિના ગુણોમાં સર્વ પ્રથમ અભય ને સ્થાન આપ્યું છે. કારણ કે ભ્યના કારણે અનેક સત્કર્મોથી વંચિત રહી જવાય છે.
સત્યની ઉપાસના નિર્ભય થયા વગર નથી થઈ શકતી. ગાંધીજી ભયગ્રસ્ત હોત, તો સત્યાગ્રહનો પ્રારંભ ન કરી શકત. મહાવીર જો સત્ય પ્રત્યે નિર્ભય ભાવથી કઢનિશ્ચયી ન હોત, તો તે વખતના ધાર્મિક કે સામાજિક જીવનમાં જે અત્યાચારપ્રેરક બલિદાનની પ્રથા હતી, તેનો વિરોધ કરી શકત નહિં.
હિંસા મૂળે ભયનું ફરજંદ છે. ભયમાંથી હિંસા નીપજે છે. મરવાના ડરમાંથી મારવાનું પેદા થાય છે. સાપ પણ માણસને ડસે છે, તે માણસના ડરથી! ગાંધીજીના આશ્રમોમાં વખતોવખત સાપ નીકળતા, પણ કયારે કોઈ સાપ કોઈ આશ્રમવાસીને ડયો નહિં. સાપ ડસવા આવે તો શું કરવું, એવો પ્રશ્ન ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને પૂછયો અને અત્યંત સમાધાનકારી ઉત્તર શ્રીમદ્દે આખો. (શ્રીમદ્દનો પત્ર ન. ૧, પ્રશ્ન નં. ૨૭).
પરાવલંબીપણામાંથી કે પરાધીનતામાંથી ભય નીપજે છે. આર્થિક, સામાજિક, કૌટુબિક, લૌકિક પરાવલંબીપણું એ તો માત્ર માનસિક પરાધીનતાના આવિષ્કાર છે.
આંતરિક સામર્થ વગર સ્વાધીનતા આવતી નથી. સ્વાધીનતા વિના માનવી નિર્ભય થતો નથી. ગુલામ જ ભયભીત, લાચાર અને નિસ્તેજ હોય. ગુલામી: વૃત્તિઓની, કામનાઓની, મહત્વકાંક્ષાઓની, જે લૌકિક સ્તરે માણસને પજવે છે. ભયભીત હમેશાં કાયર હોય. કાયરની અહિંસાનું મૂલ્ય ન હોઈ શકે.
ભાવિની અચોકકસતા, આસ્થાનો અભાવ, લાલસા, બિનસલાભતીની ભાવના પેદા કરે છે, આજનો માણસ બિનસલામતીના ભયથી પીડાય છે.
સાચું બોલવા માટે પણ અભય કેળવવો પડે છે. ગુનાહિત માણસ ભગવાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org