Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 103
________________ થાય છે.” યોગદર્શનના યોગનું બેય ચિત્ત અને વૃત્તિનો નિરોધ. પરંતુ જૈન દર્શનની યોગ પ્રણાલિકાનું ધ્યેય ચિત્તવૃત્તિનિરોધ પછી પણ ઠેઠ એ ચિત્તવૃત્તિના મૂળભૂત કારણો જાણી સમજી અને નાશ કરવાનું છે. અને આત્મરૂપી પૂર્ણતા એ અંતિમ ધ્યેય છે. એથી જૈનદર્શનને સહજયોગ માન્ય છે. તે બીજી બાહ્ય ભાંજગડમાં પડતું નથી. બાહ્ય શકિતઓ ગૌણ ગણે છે. કોઈપણ જાતના મંત્ર, તંત્ર, યંત્ર, ઋદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિની જાળમાં તે જીવનસાધના બગાડવા કે ફસાવવા ઈચ્છતું નથી. આંતરિક વિકાસમાં ઉપયોગી ન હોય, એવા કર્મકાંડોનું કોઈ મૂલ્ય નથી. એ કયારેક દંભ બની જાય છે. ઝેનપંથ એ ખરેખર બાનપંથ છે. વિચારો-આવેગોનું મૂળ જ્યાં છે તે જોવું તે ધ્યાન. એટલે જ ઉપાસનાના ત્રણ ભેદો ૧. સ્તુતિ, ૨. પ્રાર્થના અને ત્રીજું બાન છે. ધ્યાનમાં અભેદ થવાનું છે. મન-વચન-કાયાની એકવાયતાથી સરળ રીતે ચિત્તશુદ્ધિ શકય બને છે. આ ચિત્તશુદ્ધિ પછી ચિત્ત શાન્તિ મેળવવાની જિજ્ઞાસાનો પ્રયોગ શરૂ થાય છે. જેને જૈન પરિભાષામાં ઉપયોગમય જીવનદશા કહેવાય છે. આ રીતે કમિક વિકાસ થતાં જયારે બાત, બાન અને ધ્યેય એ ત્રણ કેવળ આત્મભાવમાં એકાગ્ર બની જાય, ત્યારે તેને આદર્શ બાન તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાન એ જ ધર્મધ્યાન. પાછળથી યોગ બે પ્રકારે વિભકત થયો. હઠયોગ અને રાજયોગ. હઠયોગના પ્રયોગો મહદ્અંશે ભૌતિક હેતુ અર્થે જ થવા લાગ્યા. મુનિશ્રી સંતબાલજીએ લખ્યું છે: ‘હિપ્નોટીઝમ, (સંમોહનવિધા)' મેસમેરીઝમ અને એવા બાહ્ય માનસશકિતના પ્રયોગો કે ઉચ્ચાટના મારણ અને તેવી હલકી શકિતઓનો વિકાસ તથા તંત્ર, મંત્ર અને યંત્રોની ઉપાસના એ બધા યોગની વિકૃતિના અંગો છે. રાજયોગ આ વિકૃતિથી દૂર રહ્યો. આંતરિક વિકાસ તરફ તેનું પ્રધાન વલણ છે. સિદ્ધિઓ પ્રગટે છે. પણ તેમાં અટક્યા, તો બધી મહેનત નિષ્ફળ. બહુ સાવધાની રાખવાની હોય છે.' હિપ્નોટીઝમ “સંમોહનવિધા” નો ઉપયોગ પણ માનસચિકિત્સામાં અને મનાદેહિક રોગોમાં સફળતાપૂર્વક થાય છે. કારણ આ વિદ્યાથી માનવીના ભૂતકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148