Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 104
________________ જઈ શકાય છે, રોગના કારણો-પરિબળો જાણી શકાય છે. ધ્યાન-સાધના પ્રસન્નતાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા અર્પે છે એ નિર્વિવાદ છે. ધ્યાન એ રોજિંદી ક્રિયા બનવી જોઈએ. આ સ્વસ્થ-સમતોલ જીવનનો રાજમાર્ગ છે. વિપશ્યના સાધના એ વિશેષ પ્રકારે વિકારરહિત પોતાના આત્માને મન દ્વારા જોતાં શીખવાની કળા છે. પ્રેક્ષાધ્યાન પણ યોગની જ પ્રક્રિયા છે. ૯૭ મનમાં જાગતા ક્રોધ વગેરે આવેશો કે અન્ય સંપદનોને પ્રતિક્ષણ જોવા, તેવા સંવેદનો પ્રત્યે જાગૃત થવું, તો જોતજોતામાં આ વિકારે નાબૂદ થાય, તે વિપશ્યના. ગંદકી સાફ થઈ મન વિકારરહિત બને નિર્મળ બનશે. મનનો ખરો સ્વભાવ એ જ છે. ‘સ્વભાવ’માં રમણ કરવું એ જ ધર્મ. સ્વભાવમાં રહેવાથી મન અને તન સ્વસ્થ રહેશે. ‘સ્વ’માં સ્થિર થવું, તેનું જ નામ ‘સ્વસ્થતા’. કોઈપણ વિકાર, વૃત્તિને જોઈ, જાણીને સમજીએ, તો એમાંથી મુકત થઈ જવાય. ધ્યાન-પ્રસન્નતા અર્પે છે. વિષાદ પણ જો સમજાઈ જાય, તો આનંદસ્વરૂપ બની જાય. કાઉસગ્ગ-ધ્યાન દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રૂધિરાભિસરણમાં ફરક પડે છે. શરીર તથા મન તાણ મુકત બને છે. કષાયો મંદ પડે છે અને શારીરિક તેમજ માનસિક બિમારી માટે અસરકારક ઈલાજ બની રહે છે. આત્મસાધનાના પંથમાં આ આડકતરા-ઈન્સીડેન્ટલ લાભ છે. ‘રોગ થાય જ નહિં, એ અસલી યોગ છે. એ જો ન સાધી શકાય તો એવી સ્થિતિમાં રોગનિવારણ માટે યોગનો ઉપયોગ કરવો એટલે હરિચરણ ગુમાવીને આરોગ્યપ્રાપ્તિ કરવી. મતલબ વ્યાજના લોભમાં મુદ્દલ ગુમાવવું — વિનોબા. વિનોબાજીને ચકકર આવતાં પણ તેના નિવારણ માટે એમણે ધ્યાન-સાધનાનો પ્રયોગ કર્યો નહિં. આત્મસાધનામાં અનાયાસ નિર્મળ અને નિરામય શરીર-મનની અવસ્થા પ્રાપ્ત થાય છે, જે માટેનું અમોધ સાધન છે ધ્યાન. યોગ એટલે પરમતત્વ સાથેનું અનુસંધાન. સ્થૂળમાંથી સૂક્ષ્મની યાત્રા. યોગ શબ્દ ‘યુ' ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ છે ‘જોડવું’. આ માટે સતત મથનારો તે યોગી, જ્ઞાનયોગ, કર્મયોગ કે ભકિતયોગ, ત્રણેનું લક્ષ્ય તો પરમતત્વની પ્રાપ્તિ કે મુકિત જ છે. સંકલ્પ-સાતત્યનું સાધનામાં ઘણુ મહત્વ છે. નિર્ભયતા, અપરિગ્રહ, ચિત્તવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148