________________
કરવામાં આવ્યો છે પીત, પદ્મ અને શુકલ, આ ત્રણ શુભ લેશ્યાઓ તથા કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ અશુભ લેશ્યાઓ છે. લશ્યાના બે પ્રકાર: દ્રવ્ય અને ભાવ.
દ્રવ્ય લેશ્યા એટલે શરીરના વર્ણ (૧) કૃષ્ણ લેશ્યા ભમરા સમાન, (૨) નીલ લેગ્યા મયૂરકંઠ કે નીલમણિ સશ. (૩) કાપોતલેશ્યા - કબૂતર સમાન (૪) પીત વેશ્યા - સુવર્ણ સમાન. (૫) પદ્મ લેશ્યા - કમળ સમાન અને (૬) શુકલ લેશ્ય શંખ સમાન શ્વેત રંગવાળી હોય. (ઉત્ત. અ૩૪, ગા.૪ થી ૮)
આત્મા અને કર્મનો જે સંબંધ કરાવે છે તે લેશ્યા. જે દ્વારા જીવ પાપ-પુણ્યથી પોતાને લિપ્ત કરે છે, તેને વેશ્યા કહે છે. શુભ-અશુભભાવરૂપી લેપથી આત્માનું પરિણામ લિપ્ત કરવામાં આવે તે લેશ્યા. તાત્પર્ય કે એક પ્રકારના દ્રવ્યસમૂહ ને લીધે આત્માના જે વિશિષ્ટ પરિણામ કે અધ્યવસાય થાય છે, તેને વેશ્યા સમજવાની છે. (ઉત્ત. અ. ૩૪, ગા. ૩ તથા આચાર્ય હરિભદ્રસૂરિ રચિત આવશ્યક ટીકા)
ભાવસ્થાના લક્ષણો જબુવૃક્ષના દ્રષ્ટાંતથી દર્શાવાયું છે. જંબુવૃક્ષ અને છે
પુરુષો.
છે પુરુષો જંબુવૃક્ષ નીચે આવતાં એમાંથી પહેલાએ કહ્યું. “આ જાંબુડાના ઝાડને આપણે ઉખેડી નાખીએ તો મનગમતાં ફળ ખવાય.” - બીજાએ કહ્યું: “આખા ઝાડને ઉખેડવાની શી જરૂર છે? એક મોટું કાળું તોડી પાડીએ તો ફળ મળશે.'
ત્રીજાએ કહ્યું: “અરે ભાઈ! મોટું ડાળું તોડવાની શી જરૂર છે? તેની એક નાની ડાળી તોડી પાડશો તો પણ ચાલશે.”
ચોથાએ કહ્યું: “મોટું કે નાનું ડાળું તોડવાની શી જરૂર છે? આપણે તેમાંથી ફળવાળા ગુચ્છા જ તોડી લઈએ ને?”
પાંચમાએ કહ્યું: “મને તો એ વ્યાજબી જણાતું નથી. જો આપણે જાંબુડા ખાવાનું જ કામ છે. તો તેમાંથી માત્ર જંબુડાં જ શા માટે વીણી ન લેવાં?” - છઠ્ઠાએ કહ્યું: “આપણે તો માત્ર ફળ ખાઈને ભૂખ જ શમાવવી છે ને? તો સહજપણે અહિં જે તાજાં જાંબુ ખરી પડ્યાં છે, તેને જ શા માટે વીણી ન લેવા! તેનાથી આપણી ભૂખ જરૂર ભાંગશે.'
અહિં પ્રથમ પુરુષના મનોભાવ અશુભ અને તીવ્રતમ હોવાથી કૃષ્ણલેશ્યાનો ધારક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org