________________
પપ
લઘુતાગ્રંથિ વગેરેથી ઉપર ઉઠવાનો, એવી ખામીઓને પહોંચી વળવાનો, એનું સાટું વાળી દેવાનો (Overcompensate) અથાક પુરુષાર્થ કરે છે.
શારીરિક કે માનસિક સંરક્ષણ વ્યવસ્થાનો હદ બહારનો ઉપયોગ અનુચિત ઉપયોગ, ડીકોમ્પશેસનમાં પરિણમે છે. એક વિપરિત સંરક્ષણ માળખું ઉભું થાય છે. સંરક્ષણ મંત્રણા નબળી પડે છે. કયારેક નકામી નીવડે છે અને એમાંથી માનસિક વિક્ષિપ્તતા તેમજ અનેક રોગ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે.
કેટલેક અંશે આ વ્યવસ્થા મનને પટાવવાની, સમજાવવાની અથવા તો ફોસલાવવાની તરકીબો જેવી પણ લાગે સમતા, આધ્યાત્મિક કે ધાર્મિક વિભાવના, જાગરૂકતા, શ્રદ્ધા અને પુરુષાર્થની તત્પરતા હોય તો ઘણા આલંબાનો છૂટી જાય છે.
વ્યાપક સંશોધનોથી સાબિત થયું છે કે ડોકટરો પાસે દોડનારા માણસોમાં ૯૦ ટકા લોકો Self-limiting disorders- પોતે જ ઉભી કરેલી આરોગ્યની ગેરવ્યવસ્થા થકી પીડિત હોય છે, જેને નિર્મૂળ કરવાં, પોતાના જ હાથની વાત હોય છે. મેડિકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ હોસ્પીટલમાં દાખલ થતા દર પાંચ દદીમાંથી એક દદી તો તબીબી સારવારને લીધે જ રોગનો ભોગ બને છે, જેને ઈઆદ્રોજેનિક માંદગી' એવું નામ આપવામાં આવ્યું છે.
ગ્રીક ભાષામાં ઈઆરોસ એટલે ચિકિત્સક અને જેનેસિસ એટલે મૂળ. જે માંદગીનું મૂળ સારવાર કરનાર ચિકિત્સક પોતે છે, તે ઈઆટ્રોજેનિક માંદગી.
ફાન્સના ૧૬મી સદીના ફિલસૂક દેકાર્ત કહેતા. હું વિચાર કરું છું, તેથી હું છું.” દેકાર્તે શરીર અને મનને તન ભિન્ન ગણાવી, શરીરને વિવિધ અવયવોની કામગીરીની વ્યવસ્થા-રચના તરીકે ઓળખાવ્યું. તંદુરસ્ત માણસ એટલે જેના બધા અવયવો ઘડિયાળના ભાગો (પૂ)ની જેમ સરખી રીતે કામ કરતા હોય અને માંદો માણસ એટલે જેના અવયવો સરખી રીતે કામ ન કરતા હોય, તેવો માણસ, જેવી શરીર વિષેની અતિ યાંત્રિક સમજ આપી શરીરને મશીનના સ્તર પર મૂકી દીધું. આજે આધુનિક તબીબી વિજ્ઞાન આ જ પાયા પર રચાયેલું છે. દર્દીના શરીરને ખોરવાયેલું યંત્ર માની એનો ઉપચાર થાય છે. શરીરનો ડૉકટર- વિશારદ એક, મનનો બીજો, કાનનો ત્રીજો, પેટનો ચોથો, આંખનો પાંચમો, ચામડીનો છકો, હૃદયનો વગેરે બધા એક એક સ્પેરપાર્ટના નિષ્ણાત! પૂરા મશીનનો નિષ્ણાત?
તબીબી વિજ્ઞાન શરીર ઉપરાંતના બાહ્ય કારણોને લક્ષમાં લેતું નથી. આજે દુનિયામાં ૩૬૦ ન્યુકિલઅર રીએકટરો છે. કિરણોત્સર્ગી દ્રવ્યો હવા, પાણી, વનસ્પતિ, ખોરાક, તમામને પ્રદુષિત કરી પર્યાવરણની સમતુલા ખોરવી નાખે છે. ‘ઈકૉલૉજીકલ બેલેન્સ” રહ્યું નથી. એની ચિંતા બીજાઓ કરશે. દદીને તો ડોકટર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org