________________
કઢાવે છે. બચત કરે છે. આર્થિક આયોજનના નામે, ઈન્કમટેક્ષમાં રાહતના નામે
આ બધું થાય છે. આવતીકાલે મરી જાઉ તો કુટુંબને વાંધો ન આવે. એવી સુરક્ષા કિંઈક અંશે ઉભી કરે છે. હેરતની વાત તો એ છે કે માત્ર પ્રીમીયમ ભરી, વીમા કંપનીને ભરોસે જો માણસ સલામતી અનુભવતો હોય, તો પરમતત્વને ખોળે માથું મૂકી સલામતી કેમ અનુભવી નથી શકતો?
ગાંધીજીના ભાઈએ ગાંધીજીની વીમાની પોલીસી કઢાવેલી. આફ્રિકાનાં આંદોલન દરમ્યાન ગાંધીજીને એની જાણ થઈ, ભાન થયું, ત્યારે ગાંધીજીએ વીમાની પોલીસી પણ કેન્સલ કરાવી દીધી! વીમા કંપનીઓ, બચત યોજનાઓ, તમામ વ્યવસ્થાઓ માનવીની બિનસલામતીના એહસાસ પર નભે છે, અને બધાની દુકાનો ચાલે છે!
માનવીને પોતામાં શ્રદ્ધા હોય, જીવનમાં આસ્થા હોય, પરમતત્વકે પરમેશ્વરમાં ભરોસો હોય- સરવાળે બધું એક જ છે, તો પરિગ્રહનો સંકોચ થાય અને અનેક હાયવોય અને વિટંબણામાંથી માણસે બચી શકે.
પરિગ્રહની લાલસા માણસને હેવાનિયત સુધી ધસડી જાય છે. પરિગ્રહ એટલે આર્થિક કબજિયાત જે અનેક રોગને જન્મ આપે છે.
સંતાનો પ્રત્યે મોહઅને તે અર્થે પરિગ્રહ, માણસને શું નથી કરાવતો? ધૃતરાષ્ટ્રનો દુર્યોધન પ્રત્યે મોહ જ મહાભારતના યુદ્ધના મૂળમાં છે.
પ્રથમ તો અન્યાય સંપન્ન પરિગ્રહ કરવો નહિ. ન્યાયસંપન્ન સંચય થાય, તો દાન વગેરે દ્વારા એનાથી નિવૃત્ત થવું. સંપત્તિ હોય, તો દાન દેવું સહેલું છે. પણ પોતાની જાત પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.
સંયમ:
સૂત્રોમાં કહ્યું છે: એક મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન દે અને બીજે મનુષ્ય કંઈપણ દાન ન દેતાં માત્ર સંયમની આરાધના કરે, તો દાન કરતાં સંયમ શ્રેષ્ઠ છે. (દ.ચૂ.૨, ગા.૧૫)
સંયમી પુરુષ હિંસા, જૂઠ, ચોરી, ભોગલિપ્સા, લોભ તથા અબ્રહ્મસેવનનો ત્યાગ કરે. (ઉત્ત.અ.૩૫. ગા. ૩)
સંત તિરુવલ્લુવરે લખ્યું છે: “આત્મસંયમ સ્વર્ગનું દ્વાર છે. પણ અનિયંત્રિત વાસના અંધકાર માટેનો રાજમાર્ગ છે. આત્મ સંયમની ખજાનાની જેમ જ રક્ષા કરો. આ જીવનમાં એથી ચડિયાતી સંપત્તિ બીજી એકે નથી. વાસના પર વિજ્ય મેળવનારની પ્રતિભા પહાડ કરતાં પણ મહાન છે. (કુરલ: પ્રકરણ ૧૩, ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org