Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 83
________________ જન્મે છે. Olais 224 sdal: The less I have, the more I am' જેમ જેમ સંપત્તિ, બેંક બેલેન્સ વધતી જાય છે, તેમ તેમ માણસ નાનો થતો જાય છે. સમૃદ્ધિ વધે છે, જીવનસત્વ ઘટતું જાય છે. માત્ર વસ્તુસંગ્રહ નહિં, પણ કોઈપણ વસ્તુ માટેની મૂછ અને આસકિત એ પણ પરિગ્રહ છે. ટોલ્સટૉય કહેતાં “વિદ્વાનો કહે છે કે માણસની ઈચ્છાઓને કારણે દુઃખ પેદા થાય છે. પરંતુ હું કહું છું કે જ્યારે આ બધું વિપુલ પ્રમાણમાં મળે છે અને સમૃદ્ધિ આવે છે ત્યારે દુ:ખ આવી પડે છે.” ટોલ્સટૉય સાહિત્યકાર દોસ્તોવ્હસ્કીની સરખામણીમાં ઘણા સમૃદ્ધ અને સાધનસંપન્ન હતા. દોસ્તોવ્હસ્કી ગરીબીમાં રહેતા. ટોલ્સટૉય કહેતા કે “દોસ્તોવ્હસકી ચોટદાર લખી શકે છે કારણ કે તેને સમૃદ્ધિનો સાપ ડસ્યો નથી. (દોસ્તોવ્હસ્કીની મશહૂર નવલકથા Crime and Punishment. ગુન્હો અને સજા, જેના પરથી હિંદી ચિત્રપટ "ફિર સુબહ હોગી” ઉતર્યું હતું.) જર્મનીમાં એક કહેવત છે: ભૂખમરા કરતાં સમૃદ્ધિની વિપુલતા વધારે લોકોને મારે છે. Great Abundance of Riches cannot be gathered and kept by any man without sin. અર્થાત્ 'પાપ કર્યા વિના કોઈ માણસ અગાધ સંપત્તિ મેળવી તેને રાખી શકતો નથી. સિસેરોએ કહ્યું છે. “તમારે લોભ નિમૂળ કરવો હોય, તો તેની જનેતા વિલાસિતાને નાબુદ કરો.” મોન્ટેગ્યુએ પણ ઉત્તરાધ્યયની જ વાત કહી. ‘લાભથી લોભ વધે છે. જરૂરીયાત (Want)થી નહિં. As the purse is emptiled the heart is filled - Victor Hugo. પાકિટ ખાલી થાય, તેમ હૃદય સભર થતું જાય. સંતોષ એ કુદરતી સંપત્તિ છે. વિલાસિતા એ ઉભી કરેલી ગરીબી છે, - સોક્રેટીસ શ્રીમંત દેખાવવાના પ્રયત્નમાં જ માણસ ગરીબ થતો જાય છે. ધનની આસક્તિએ માનવીને બોદો અને મૂલ્યહીન બનાવી દીધો છે. પરિગ્રહ માનવીને સ્થૂળ વસ્તુઓનો ગુલામ બનાવી દે છે. એમર્સન કહેતા: “વસ્તુઓ માનવમનની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે.” સૂત્રકૃતાગાનાં પ્રથમ અધ્યાયમાં પરિગ્રહની વાત કરવામાં આવી છે. પરિગ્રહને કારણે જ પાપ થાય છે. હિંસા થાય છે. ભય અને અસત્યનો આશરો લેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148