Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 63
________________ પ૬ અને દવાને હવાલે જ કરી દેવાય છે. આ બધી બાબતોને બદલવા એક ગંભીર વ્યાપવાળી સાંસ્કૃતિક કાન્તિની જરૂર છે. આરોગ્યને માત્ર શારીરિક સીમાઓમાં જોવું, એ એક આંખ બંધ કરી જોવા બરાબર છે. શરીર ઉપરાંત મન અને વાતાવરણના પરસ્પર સંબંધ-સંઘાતમાંથી તકલીફો પેદા થાય છે, એવી વિશાળ સમજણને પરિપ્રેક્ષ્યમાં જ સમજી ઉકેલવા પડશે તંદુરસ્તીના આવા અખિલાત્મક અભિગમ માટે તબીબી વિજ્ઞાનના ખ્યાલો બદલવા પડશે અને જનમાનસને પણ પુન: શિક્ષિત કરવું પડશે. હોમિયોપૈથી જેમ માને છે કે માણસના રોગનું મૂળ કોઈ એક અવયવના કિયા-અવરોધમાં નથી પણ સમગ્ર વ્યકિતત્વમાં સર્જાયેલી કોઈક અસમતુલામાં છે, તેમ કાપા પણ કહે છે, કે ફૂગાવો, બેકારી, ઉર્જાની કટોકટી, હિંસા, ગુનાખોરી, પ્રદુષણ અને પર્યાવરણના બીજા અનિષ્ટો આપણી માણસ વિષે અને વિશ્વ વિષેની અધૂરી સમજણમાંથી ઉદ્ભવેલા છે. વિશ્વના તમામ અનિષ્ટ તત્ત્વો માનવ આરોગ્ય પર અસર કરે જ છે. (ટનીંગ પોઈન્ટ: કાપ્રા). હવે શો અર્થ? જે મરવા ચાહે છે, એને કોઈ બચાવી શકતું નથી. યા લ્ટીમોરના કોરોનર ડો. ફિશરે સંખ્યાબંધ ઝેરથી મૃત્યુના કિસ્સાઓના અભ્યાસ પછી તારવ્યું કે મોટા ભાગના લોકોએ મૃત્યુ નીપજે એટલું ઝેર કે ગોળીઓ લીધી જ ન હતી! છતાં મૃત્યુ પામ્યા! એક ઉદરને પાણીની ટાંકીમાં મૂકવામાં આવે તો પ્રથમ બહાર નીકળવા ફાંફા મારશે, પણ કોઈ માર્ગ દેખાશે નહિ... પછી થોડુંક તરશે અને ત્યારબાદ પૂરી તાકાત શરીરમાં બાકી હોવા છતાં એનું શરીર Shock અનુભવશે. ઉષ્ણતામાન નીચું જશે. હૃદયના ધબકારા ઓછા થતા જશે અને એ મૃત્યુ પામશે... બે ઉદરોની લડાઈમાં જે નબળો હશે, એ થોડા સંઘર્ષ પછી નિ:સહાય થઈ લાંબો થઈ સૂઈ જશે અને મૃત્યુ પામશે... કશી પણ શારીરિક ઈજા વિના! માનવી જયારે નિ:સહાયતાથી સંઘર્ષ છોડી હથિયાર હેઠાં મૂકી દે છે ત્યારે મૃત્યુ પાસે આવે છે. મનમાં એવી જ લાગણી હોય છે હવે શો અર્થ? શો ફાયદો?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148