________________
૩૦
જેવું ક્ષણિક છે, પણ સ્મિતમાં સ્વસ્થતાનો આવિષ્કાર છે, અસ્તિત્વનો સ્વીકાર છે અને માનવ્યનું અભિવાદન છે.
પોતાનો વિકૃત કે બેડોળ ચેહેરો અરિસામાં જોઈ હસી શકાનારા ખેલદિલ કેટલા મળી આવશે? ગાંધીજી તો પોતા પર પણ રમૂજ કરતા. પોતાનાં મહાત્માપણાની પણ ઠેકડી ઉડાડતા...!
પોલેન્ડવાસીઓ માને છે કે બાળકનું સ્મિત સૌથી મૂલ્યવાન અર્થાત્ અમૂલ્ય ઘટના છે. ૧૯૬૮થી આ વિચારને મૂર્ત સ્વરૂપ અપાયું છે... ત્યારથી દર વર્ષ પોલેન્ડનો કે વિદેશનો જે વ્યકિતઓએ બાળકોને હસાવવા માટે ખુશ રાખવા માટે, એમની સુખાકારી માટે ભગીરથ કાર્યો કર્યા હોય, તેમને પોલેન્ડનાં બાળકો 'Order of Smile’ના બિરુદથી વિભૂષિત કરે છે. જગતના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના છે.
ડેસ્મોન્ડ મોરિસે આંસુ અને હાસ્યના અન્વયને માર્મિક પંકિતઓમાં ઢાળ્યું . For as Laughing is secondary form of crying, so smiling is secondary form of laughing.
આંસુ વિના-વિષાદ વિના હાસ્ય શકય નથી. There is no humour without tragedy. સ્વર્ગમાં કોઈ હસતું નથી, કારણ કે ત્યાં વિષાદ પણ હોતો નથી.!
હસવા માટે પ્રયત્ન કરવો પડે, એ સહજ દેખાવા માટે અભિનય કરવા જેવી બેહૂદી લાગે એવી વાત છે.
મન તો આનંદનું ઉપસ્થાન હોવું જોઈએ. અને સ્મિત તો ફૂલડાંની જેમ
ખીલવાં જોઈએ.
એક પ્રમાણિત કિસ્સો
સામાન્ય ઘરમાં સાદાઈથી ઉછરેલી એક છોકરી મોટા ઘરમાં વહુ બનીને આવી. આ અદ્યતન કુટુંબમાં અંગ્રેજી ઢબે છરી-કાંટાથી ટેબલ પર શિસ્તબદ્ધ વાતાવરણમાં સમયસર ભોજન લેવાતું. નવી આવેલી વહુને છરી-કાંટાથી ખાવાનો મહાવરો ન હતો. છતાં એ કોશિષ કરતી.
અને એક બપોરે જમવાના ટેબલ પર જ નવી વહુએ નાનીશી ભૂલ કરી. છરી-કાંટા પકડવાની પદ્ધતિમાં...! અને રમખાણ થઈ ગયું! કડક સસરાએ આકરા વેણમાં વહુની પૂરી સાત પેઢીને ઉતારી પાડી... વહુ ટેબલ છોડી,-ભોજન છોડી ઉઠી ગઈ... સીધી પોતાનાં બેડરૂમમાં... આંજ્ઞાકિત દીકરો મનમાં સમસમી રહ્યો... (દાંત ભીંડી મહામહેનતે ગુસ્સો રોકી રાખ્યો) બાપાને કશુંક સણસણતું સંભળાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org