________________
તે માટે
કેન્સર મગજનું ન હતું પણ અંત:કરણનું કેન્સર હતું. અંત:કરણના ડંખથી ગુનાહિત વૃત્તિ ઠણકારૂપે પ્રગટ થઈ. કારણ સમજાતાં જ થેલ્મા દર્દમાંથી કેન્સરની ભીતિમાંથી મુકત થઈ ગઈ. પતિ પાછો ફરતાં થેલ્માએ ગુનાની કબુલાત કરી માફી માગી હળવી થઈ ગઈ.
કોઈ પણ અનૈતિક, અસમાજિક કાર્ય અંત:કરણ પર ઘસરડા પાડે જ છે. ગીલ્ટ કેન્સરની જેમ અનેક અન્ય દર્દીની સંજ્ઞાઓ ઉદભવી શકે. ગુનાહિત ગ્રંથિ ચાંદાને પણ નોતરે છે.
ખટપટનો ભોગ
ર વાન, સંપન્ન, ચશ્માધારી, સ્માર્ટ ભાઈને આંખની તકલીફ
આ ઉભી થઈ. વાત કરતાં કરતાં આંખો બંધ થઈ જાય. એકાગ્રતાથી વાચવામાં મુશ્કેલી, વધુ સમય વાંચી ન શકાય, સિનેમા જોતાં પણ આંખો ભારે થઈ જાય. નર્વસ થઈ જાય, વાંચતી વખતે ગળા અને Larynxમાં પીડા થવા માંડે. ચશ્માના નંબર ચેક કરાવ્યા. આંખના નિષ્ણાતોએ ચકાસણી કરી. આંખમાં કોઈ ખામી ન હતી. છેવટે મનસ્વિની સલાહ લીધી. મનોચિકિત્સામાં બહાર આવ્યું કે એની પત્ની શ્રીમંત મા-બાપની પુત્રી હતી અને ઝઘડાળુ હતી. એકસરખી કટકટ, ખટપટ, નાની નાની વાતોમાં ચાલુ રહેતી. કલેશ અને કકળાટ વધતો ગયો. પતિ આંખથી આંખ મેળવતાં ડરતો. એની આંખના સ્નાયુઓ-જ્ઞાનતંતુઓ તંગ થઈ જતાં. રોજિંદો કલેશ રોજનો ક્રમ અને સતત તંગ અવવસ્થા આંખને અવરોધક બની ગઈ. મનસ્વિદે પત્નીને પણ સમજ પાડી. પત્નીને હૈયે રામ વસ્યા અને પોતાની ટેવો સુધારી. ભાઈની આંખો નોર્મલ થઈ ગઈ.
ખટપટમાં જ જેને રસ હોય છે, એમાંથી કંઈક વિકૃત આનંદ આવે છે, તેવી બહેનો માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે.
ઈશુથી ૬૪૦ વર્ષ પહેલાં હિપોકેટસે પાચનતંત્ર અને મગજ વચ્ચેના સંબંધનો સિદ્ધાંત આખો. થોડાં વર્ષ પહેલાં જ મનોવિજ્ઞાને સાબિત કર્યું કે ઉર્મિઓ અને પાચનક્રિયા વચ્ચે ચોકકસ સંબંધ છે અને હાઈડ્રોકેલોરિક એસિડનો પ્રવાહ ઉર્મિતંત્રની ગડબડ, હતાશા, વગેરેથી પ્રભાવિત થાય છે.
બહુ તાણયુકત વ્યવસાયમાં પડેલા બિલ્ડરો, ઉચ્ચ એકઝીકયુટીવો, મહાત્વાકાંક્ષીઓ, નર્વસ વ્યકિતઓ અને જેમને વિશ્રામ કરતાં નથી આવડતું એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org