________________
Anorexia Nervosa - ભોજન પ્રત્યે અરુચિ પાછળ અજ્ઞાત મનમાં છૂપાયેલી આપઘાતની વૃત્તિ પણ હોઈ શકે. અજ્ઞાત મન એવો તર્ક લડાવે છે, ભોજન નહિં, પોષણ નહિં - જીવન નહિં.
ડાયેરિયા પાછળ અસ્થિર ઉર્મિલતા કારણભૂત હોઈ શકે. અંકુશનો અભાવ.
આર્થિક સલામતીનો ભય - જેને Hoarding complex - પરિગૃહ ગ્રંથિ પણ કહેવાય છે, તે બંધકોષની માંદગી નોતરે છે - સાચવવાની વૃત્તિ.
હૃદયના વિસ્તારમાં પીડા-હૃદયરોગ સાથે કોઈ સંબંધ ન હોય એવી, ગુનાહિત ગ્રંથિનો આવિષ્કાર છે. અચાનક મરી જવાનો ભય જે અજ્ઞાતપણે ગુનાની સજારૂપે દેખા દે.
શરીરમાં જુદે જુદે સ્થળે પીડાની સંવેદના, સતત સુખરહિત અવસ્થાનું પરિણામ છે.
પીડાયુકત ઋતુસ્ત્રાવની ભીતરમાં વેદનામય જાતિય સમાગમ હોઈ શકે, જેના કારણમાં પત્ની અજ્ઞાતપણે નારી તરીકેની ભૂમિકા નિકટ સંબંધમાં ભજવવા નથી માગતી.
આ બધી પીડાઓ ઉપરાંત ભય થકી પસીને વછૂટે છે જેવી અનેક બાબતો લક્ષણો પ્રતીકાત્મક હોય છે અને કોઈ દવા કારગત નીવડતી નથી.
એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે. પ્રાણી અને મનુષ્યમાં ભયની સંજ્ઞા નિહિત છે. પણ ધાણા. Hate એવી નિસર્ગદત્ત વૃત્તિ નથી જ. એ પાછળથી કેળવાય” છે. આપણી સલામતીને ખતરો ઉભો થાય છે કે અહંકારને ઠેસ પહોંચે છે ત્યારે ધૃણા કે તિરસ્કાર નીપજે છે. ઈશુ અને ગાંધીજી પણ કહેતા. પાપને ધિકારો, પાપીને નહિં.
Mohave Indianas - એક જાતિ વિષે, એમના રિવાજ અને સંસ્કૃતિ વિષે સંશોધન કરનાર જયોર્જડેવેરયુકસે તારવ્યું છે કે આ જાતિના લોકો પોતાના બાળકોને કોઈ શિક્ષા કરતા નથી. શારીરિક શિક્ષા તો નહિ જ. અને કોઈક એવો નીકળે, તો એને “મગજનો ફરેલો” એવું વિશેષણ લાગી જાય છે. આ વિષે એ લોકોને પૂછવામાં આવતાં એમણે જવાબ આપ્યો કે બાળક તો નાનું છે. એ મને મારી નથી શકતું હું એને કેમ મારું? હું તો મોટો છું. હું મારું તો હું પણ ગોરા લોકો જેવો જ થઈ જાઉ જેઓ પોતાના સંતાનોને મારે છે.'
ડૉ. કાર્લ મેનીન્ગરે સંશોધન પછી તારવ્યું છે કે મહદ્ અંશે જે મા-બાપોએ પોતાના વડીલોના હાથે માર ખાધી હોય, વર્ષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org