________________
૪૭
અવારનવાર Depression હતાશાના જોરદાર હુમલાઓ આવતા. સમય સાથે હુમલાઓ વધતા ગયાં. કામ ખોરંભે ચડતું ગયું. ડૉ. લિન્કે બેનના સંજોગો, કામગીરી, વાતાવરણ, વગેરેની પૂરી ચકાસણી કરી. જવાબદારી ભર્યો અને મોભાદાર હોદ્દો ધરાવતા બેનને કોઈ શોખ ન હતાં. મિત્રો નહિવત્ હતા. સ્ટાફના માણસો વિષે વર્ષો સુધી કામ કરવા છતાં, કશું ખાસ જાણતા ન હતા. એમના કુટુંબ, વિષે કોઈ માહિતી ન હતી. કોઈની સાથે હળવા ભળવાનું નહિં. માત્ર ઓફિસીઅલ સંબંધ, - ઔપચારિક. ડૉ. લિન્કે એમને ધીરે ધીરે એમના સ્ટાફમાં, તેમના કુટુંબીઓમાં રસ લેતા કર્યા. એમના પ્રશ્નો સમજી એમને મદદરૂપ થયાં બાળકો સાથે હળીમળી ગયાં અને એવા વ્યસ્ત ગળાડૂબ થઈ ગયા કે વિષાદના હૂમલાઓ માટે કોઈ સમય કે અવકાશ જ ન રહ્યો.
‘અન્ય માટે મથનાર પોતામાં ‘સ્વ’માં સ્થિર રહી શકે છે.’ ડૉ. લિન્કે આ તારણ કાઢયું. સમગ્ર કિસ્સો મનોવિજ્ઞાનની સૃષ્ટિમાં ખૂબ લોકપ્રિય અને દ્રષ્ટાંતરૂપ બની ગયો. આપણે આનંદનું અત્તર બીજા પર છાંટીએ, ત્યારે આપણા હાથમાં પણ એની સુગંધ તો રહી જ જાય છે!
બીજાઓ માટે થોડું ધસાઈ છૂટવાની વૃત્તિ, થોડી નિસ્વાર્થતા, નિર્મળ સ્નેહભરી વર્તણુક માનવીને આહલાી ભરી દે છે. કષાય કે રોગ માટે કોઈ ખાલી જગા રહેતી નથી. Personality halitosisનો આજ ઉપાય છે.
માનવીને કુદરતે સપનાથી નવાજયો છે. અત્યંત ઉપયોગી અને ચમત્કારિક યંત્રણા છે. અનેક હીન વૃત્તિઓ, આવેગો, વેર-ઝેર, જે કચરો દિવસ દરમ્યાન જમા થયો હોય, તે રાતભરમાં સપના સાફ કરી નાખે છે. ઈચ્છાઓ તૃપ્ત થઈ જાય છે, નવી દિશા મળે છે. ફોઈડે સપનાના વિશ્લેષણમાં જીવન સમર્પી દીધું. સપનામાં જે ઘટનાથી પીડા થાય કે હર્ષ થાય, એ પીડા અને હર્ષ સાચાં હોય છે સરવાળે સપના આપણું ઘણુ દુ:ખ હરી લે છે. સપનાં ઘણી વખત ગર્ભિત; પ્રતીકાત્મક હોય છે. સપનાની લિપિ ઉકેલતાં આવડે તો, અગાધ સામર્થ સાંપડે છે. સપનાં સવારનાં યાદ રહેવા જોઈએ. બધા યાદ નથી રહેતા. એક નાનકડું સપનું · અને માણસ બધું છોડી, અકિંચન બની રસ્તા પર ઉભો રહી જાય છે. મહાવીર મહેલ છોડી જાય છે- બધું છૂટી જાય છે.
એક દારૂડીયો કે અન્ય વ્યસનોનો આદી જીવતાં ગભરાય છે અને મૃત્યુથી પણ ગભરાય છે. બીજા શબ્દોમાં કહીંએ તો જીવવાની ઈચ્છા અને મરવાની ઈચ્છા વચ્ચેનો સમન્વય એટલે દારૂ. દુ:ખમાંથી છૂટવાની તાત્પૂરતી તરકીબ.
માણસ પોતાની સાથે સહયોગથી ઈમાનદારીથી જીવતાં શીખે, અન્યો પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org