Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 43
________________ એ આવતીકાલનો પ્રારબ્ધ છે. પુરુષાર્થ વડે પ્રારબ્ધ ઘડાય છે. આપણે પોતે જ પ્રારબ્ધ ઘડીયે છીએ, નિર્માણ કરીએ છીએ અને પછી “નિયતિ'નું નામ આપી માથે હાથ દઈને બેસી રહીએ છીએ. ‘નિયતિ' એ આપણી નિષ્ફળતાઓ ટાંગવાની ખીંટી છે. રિચાર્ડ હોયએ પોતાને કાવ્ય "Unmanifest Destiny - ‘અવ્યકત નિયતિ'માં લખ્યું છે : I do not know beneath what sky, Not on what seas will be my Fate, Tonly know it shall be High, I only know it shall be great. મારી નિયતિ ઉચ્ચકક્ષાની અને મહત્મ હશે, એ હું જરૂર જાણું છું. રાતોરાત, અચાનક માનવીનું ભાવિ બદલાઈ જાય, એ ખતરનાક બાબત છે. નસીબ આડે પાંદડું હટી જાય, એ જોખમકારક છે. વ્યકિતગત શોક જેમ સંભાળી લેવાનો હોય છે. તેમ વ્યકિતગત આનંદને પણ સંભાળી લેવાનો હોય છે. અતિ હર્ષ, એ પણ અતિ શોકની જેમ ભયરૂપ છે. દુ:ખ આવે, આવી પડે, ત્યારે પ્રમાણિકપણે દુ:ખી થવું, without regrets or apology, એ સ્વસ્થ મનની નિશાની છે. એના માટે જાગરૂક નિષ્ઠાની જરૂર છે. કેટલાંક હસતાં ઝેર પીએ. કેટલાંક રોતા પીએ. ત્રીજા પ્રકારના મૂર્ખાઓ ઝેર પીએ છે, ત્યારે હસતા નથી, રડતા પણ નથી. એ તો ઉધતા હોય છે! ઝેર પણ અમૃત થઈ જાય, એવું રસાયણ પેદા કરવાનું ટ્રાન્સફોર્મર આપણી અંદર પ્રભૂત છે, નિહિત છે, Built in છે. મીરાં ઝેર પીને અમૃત થઈ ગઈ! સોક્રેટીસ અમર થઈ ગયા. જીવન હોવું જ મહત્તમ ઘટના છે. એમાં જ અસ્તિત્વનો આનંદ છે. જીવન અમુક પ્રકારનું છે. માટે જ ચાહવું, એવું નહિં, પણ હરહાલમાં ચાહવું કારણ “ઐસો જન્મ નહિં વારંવાર માટે જ ચાહવું. જીવનને તરછોડી, ફેંકી દઈ, વેડફી દઈ કુદરતનો દ્રોહ ન કરી શકાય. માનવજીવનને દોરનાર, સંયત કરનાર ભાગ્ય નથી પણ શાણપણભરી શુભ ચિત્ત વૃત્તિ છે. સેનેકા કહેતા, ‘ભાગે જે આપ્યું નથી, તે ભાગ્ય પણ ઝૂંટવી શકતું નથી.' બધું ખોયા પછી પણ ભાગ્ય અને પુરુષાર્થ તો બચે જ છે! આંતરિક સ્વાધીનતા એ વિકાસનું પ્રથમ પગથિયું છે. પ્રતિભા-Geniusની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય. જે પોતાના હાથે કોવુિં ચેતાવી શકે અને દુ:ખને અંધકાર દૂર કરી શકે.” દુ:ખ પછી આવતું સુખ અને વેદનામાંથી નીપજતું સર્જન મીઠું અને અદ્ભુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148