Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 20
________________ ૧૩ મનોવૃત્તિ, પેટમાં કોઈ વાત રહે નહિં, તરત જ કે, તો નિરાંત થાય, આ માનવીની પૂરા સમાજના જીવનરીતિ બનતી જાય છે. માણસના અંગત, - વિશેષત: જાતિય જીવનને લગતી બાબતો નિંદા-ચર્ચાનો વિષય બનતી હોય છે. પોતાના જાતિય વાસનાનો અસંતોષ માણસને બીજાના જાતિય જીવનમાં ડખલ કરતો કરી દે છે. આ એક પ્રકારની વેર વાળવાની વિક્ત મનોદશા છે. વિશ્વ ચેતનાથી વિભૂષિત, માનવી જેવો માનવી, કુદરતનું અનુપમ સર્જન. બે કોડીની વાતોમાં સમય- શકિત અને વાણીનો વ્યય કરે એ માત્ર કરુણ જ નહિં પણ અક્ષમ્ય અપરાધ છે. રામાયણની મંથરાની ચડામણી, ધોબીની ગુસપુસ સુવિદિત છે. અનેક લગ્નજીવન બરબાદ થાય છે. અનેક કુટુંબો પાયમાલ થાય છે. નિંદા-કુથલી, ચાડી એ અસામાજિક વર્તણૂક છે. સમાજનું કેન્સર છે. જૈન દર્શનના અઢાર પાપ સ્થાનકોમાં અભ્યાખ્યાન, (નિંદા-કુથલી) અને ચાડી-ચુગલીનો સમાવેશ કરવામાં આવ્યાં છે. એ પાપના દ્વાર છે. ગીતામાં દેવી સંપત્તિના ગુણોમાં “અપૈશુનમ” પણ છે. કોઈની અંગત, બાબત જાણતા પણ હોઈએ, તેને પેટમાં ધરબી રાખવી તે અપૈશુનમ. ગુણવંત શાહે સરસ લખ્યું છે: નનામો કાગળ લખનાર પોતે જ પોતાના અસ્તિત્વની નનામી ઊંચકતો હોય છે. અપશુનમ માનસિક સ્વસ્થતાનું પરિણામ છે.” સમાજની ગંદકીથી બચવા, સમાજને ગંદકીથી બચાવવા અપૈથુન કેળવવું જ રહ્યું. સામાજિક મોભો, વાહવાહ, પંચાતગીરી, સત્તા, પ્રતિષ્ઠા, દેખાડો, ઠઠારો, સંપત્તિનું બિભત્સ પ્રદર્શન વગેરે સમાજનાં શ્રીમંત દેખાવા માટે, હોશિયાર દેખાવા માટેના પ્રયોગો છે. પોતાને મોભો સાચવવામાં જ જીવન વેડફાઈ જાય છે અને જંપ વગર અનેક રોગો ઘર કરી જાય છે. માનવીને પ્રથમ દારેષણા, (પત્ની) પુત્રેષણા, વિષણા, ધન પ્રાપ્તિ અને બધું મળી ગયા પછી સરખું કમાઈ લીધા પછી લોકેષણા-પ્રતિષ્ઠાની ભૂખ જાગે છે. ગમે તે ભોગે ધન એકઠું કરનારને ગીતાએ કામક્રોધ પરાયણ: કહ્યો છે. યોગ્ય પાત્રને પ્રતિમા સહજ મળે છે. અયોગ્ય પાત્રને પ્રતિષ્ઠા યેનકેન પ્રકારેણ ઉભી કરવી પડે છે. વાહવાહ કયારે હવા થઈ જાય છે. એની ખબર માણસને બહુ મોડી પડે છે. કૂકડો સમજે કે મારું સૂરીલું મૂકડે કૂક સાંભળવા માટે જ સૂરજદાદા પૃથ્વી પર આવે છે, એવી વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148