________________
૧૭
પેદા થાય છે, આ આવેગો પિયુટરી ગ્રંથિને ઉત્તેજીત કરે છે, જેની વળતી અસર પીનીઅલ ગ્રંથિ અને સમસ્ત એન્ડોક્રોઈન તંત્ર પર પડે છે. પિયુટરી એ મગજમાં આવેલી વટાણા જેવડી સર્વોપરિ ગ્રંથિ છે. જે સમસ્ત ગ્રંથિઓનું સંચાલન તથા નિયમન કરે છે.
જીવનનો ઉભગ એક કોષ (cell) માંથી થયો છે જાણે પૂરી ઈમારત એક ઈંટમાંથી ચણાઈ હોય...! એક જાદુઈ ઈંટ પોતામાંથી જ અન્ય ઈંટોનું ઉત્પાદન કરી મહાલય ચણી દે, એવી આ ક્રિયા છે...!
મશીનની ખડતલતા-શકિત, તેમાં વપરાયેલા ધાતુ પર આધારિત હોય છે, જયારે માનવીની શકિત એના સ્નાયુઓની ચુસ્તતા, સ્થિતિસ્થાપકતા, એની ખમવાની, ભાર ઝીલવાની પાત્રતા, એની વિકાસ અને વૃદ્ધિની ક્ષમતા, સંજોગોને અનુરૂપ થવાની પ્રવાહી પરિવર્તનશીલતા.... વગેરે પર અવલંબે છે. પરિશ્રમ કરવાની તત્પરતા, પુરુષાર્થ કરવાનો જુસ્સો, રોગ સામે ટકકર ઝીલવાનું ખમીર અને માનસિક સંતુલન જેવી ખૂબીઓ માત્ર માનવ પ્રાણીમાં જ છે. બદલાતા સંજોગોને, સાંયોગીક ઉત્પાતને તેમજ શારીરિક સ્તરે થતી ઉથલપાથલને પ્રાણીઓ કરતાં માનવીજ વધારે સારી રીતે અનુકૂળ થઈ શકે છે... અને એટલે જ માનવી સર્વશ્રેષ્ઠ છે! સંઘર્ષનાં તમામ પર્યાવરણમાં માનવશરીર ધસાવાને બદલે સુક્ષ્મ ફેરફારો ધારણ કરી સુસજજ થઈ જાય છે.
જૈન દર્શને સમતા ઉપરાંત શ્રદ્ધા વિવેક તેમજ મૈત્રી, કરૂણા, પ્રમોદ, માધ્યસ્થનું અનુશીલન તથા કષાયો જેમાં ક્રોધ માન, માયા, લોભ, જેનો રાગ-દ્વેષમાં સમાવેશ થઈ જાય છે, તેનું ક્ષયપક્ષમ, અને સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય જેવા વ્રતોનું યથાર્થ પાલન તથા સર્વ જીવો આત્મસમ છે. 'Reverence to life તમામ જીવસૃષ્ટિ પ્રત્યે આદર અને તમામ માટે મંગલકારી શુભ ભાવના અને ચિંતવન, પ્રાર્થના, સ્તુતિ, ઉપાસના જેવી કલ્યાણકારી અધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકયો છે.
આ સૃષ્ટિ સ્નેહથી ચાલે છે, સામથી નહિ. આવેગોથી સંચાલિત છે, બુદ્ધિથી નહિ. મનના વિવિધ આવેગો, સંવેદનો, ઉર્મિઓ અર્થાત્ રાગદ્દોષ જેવી વૃત્તિઓ અને શારીરિક માંદગી વચ્ચેના સંબંધના વૈજ્ઞાનિક અભ્યાસ અને અન્વેષણને સાઈકોસોમેટિક' અર્થાત્ મનોદૈહિક રોગો કહેવામાં આવે છે. આ રોગ એટલે શરીર ઉપરાંત મન અને વાતાવરણના પરસ્પર સંઘાતમાંથી ઉદ્ભવતી સ્થિતિ.
દરેક સારીનરસી ઉર્મિ, આવેગ, રાગ, દ્વેષ માનવી અનુભવે છે, તે એક શારીરિક ઘટના બની જાય છે. એની ઉગ્રતા, મંદતાનો આધાર માનવી કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org