________________
પડે છે. હૃદયના ધબકારા વધી જાય છે... ચામડી અને હોજરીમાંનું લોહી સ્નાયુઓ અને મગજમાં પહોંચી જાય છે. બ્લડ પ્રેશર વધી જાય છે. લોહીમાંના રકતકણોનું ઉત્પાદન વેગવાન બની જાય છે. ઘા વાગતાં જો લોહી વહે ત્યારે લોહીનો ગઠ્ઠો બંધાઈ જવાની સમયમર્યાદામાં ઘટાડો થઈ જાય છે. પાચનક્રિયા તંત્ર તથા લોહી જમા કરતું તંત્ર સ્થગિત થઈ જાય છે. થુંક પેદા કરવાની પ્રક્રિયા, હોજરીની ક્રિયા, પાચક અને જઠરના રસોનું ઝરવું, આંતરડાની કામગીરી વગેરે મૂઢ અવસ્થામાં આવી જાય છે. કુદરતી હાજતોની ક્રિયા પર ઘેરી અસર પડે છે. સચવાયેલાં કાર્બોદિતો લિવરમાંથી બહાર ધસી આવે છે અને લોહીમાં સાકર જમા થઈ જાય છે. શ્વસનતંત્રની કામગીરી વેગવંત બને છે. શ્વાસોશ્વાસ ઝડપી અને ઉડો ચાલે છે. શરીરનું ઉષ્ણતામાન સમતોલ રાખનાર તંત્ર કાર્યાન્વિત થઈ જાય છે. વાળ ઉભા થઈ જાય છે. પરસેવો વળવા માંડે છે. આ તમામ ફેરફારો માનવીને લડત માટે તૈયાર કરવામાં સહાયરૂપ થાય છે.
આક્રમકતાને આરે ઉભેલો માનવી કયારે ઝપાઝપી કરી બેસે, કયારે ખૂનરેજી કે હોનારત સર્જી દે એનો કોઈ ભરોસો નથી હોતો. માનવીને પોતાને પણ એનો અંદાજ નથી હોતો પણ શરીર પોતાનો ધર્મ નથી ચૂકતું! શરીર જાણે છે કે માનવીનું મન અવળચંડુ છે... એના પૂર્વજોની જેમ અટકચાળ છે એટલે જ શરીર માનવીના મન પર ભરોસો નથી રાખતું અને પોતાનું લડાયક તંત્ર- બચાવતંત્ર વિનાવિલંબે કામે લગાડી દે છે.
તેથી પૂરી અગમચેતી વાપરી, જે જે વિસ્તારોમાં લોહીની આવશ્યકતા ઉભી થવાની સંભાવના હોય છે, ત્યાં લોહી પૂરા વેગથી મહારથી કર્ણની જેમ ધસી જાય છે, જેથી ઝડપી વિચાર કે નિર્ણય માટે મદદરૂપ થઈ શકે. સ્નાયુઓમાં જાય છે લડવાની તાકાત બક્ષવા માટે, લોહીમાં સાકરનો વધારો થાય છે, જેથી સ્નાયુઓની ક્ષમતા વધે છે. લોહી ગટ્ટાવાની ક્રિયાનો સમય ઓછો થઈ જાય છે. જેથી સંઘર્ષમાં જો ઘા લાગે અને લોહી વહેવા માંડે તો ઝડપી લોહીનો ગઠ્ઠો બંધાઈ જાય અને લોહી ઓછું વહે! રૂધિરાભિસરણની વેગવંતી ક્રિયા, લોહીના રકતકણોનું બરોળમાંથી છૂટવું વગેરે શ્વાસોશ્વાસની ક્રિયા વેગવંતી બનાવે છે, જેથી ઓકસીજન વધુ લેવાઈ શકે, ચામડી પરના વાળ ઉભા થઈ જતાં ચામડી ખૂલ્લી થઈ હવા તરફ અભિમુખ થતાં પ્રસ્વેદ ગ્રંથિઓમાંથી ઝરતાં પ્રસ્વેદથી શરીરને ઠંડક રહે છે, જેથી વધુ પડતી કાર્યશીલતાથી થતા ગરમાટો ખતરો ઓછો થઈ જાય! શરીરનું આ બચાવતંત્ર શરીરની અદ્ભુત સમજદારીના જવલંત ઉદાહરણરૂપ છે.
રોગ સામે ટકકર ઝીલવાનું ખમીર અને માનસિક સંતુલન જેવી ખૂબીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org