________________
થયો અને પ્રાણપંખેરૂ ઉડી ગયું.
માનવીએ જીવનના દરેક તબકકાની માનસિક તૈયારી આગમચ કરવી પડે છે. નહિ તો પરિણામ ગંભીર આવે છે. માકડા જેવું મન સમતા કે સંતુલન જાળવે કે કે ન જાળવે પણ શરીર સતત સંતુલન અને સમતા જાળવવાનો પ્રયાસ કરે છે. આઘાત, ભારણ કે અન્ય પરિબળો જયારે આ સંતુલનને જોખમમાં મૂકી દે છે, ત્યારે શરીર પોતામાં રાસાયણિક ફેરફારો સર્જી દરેક પરિસ્થિતિને અનુરૂપ-અનુકૂળ થવાના પ્રયાસ કરે છે. વારંવાર થતો આ ફેરફાર શરીરના અન્ય હિસ્સાઓને નુકશાન પહોંચાડે છે અને એમાંથી Disease of Adaptationનો ઉદ્ભવ થાય છે, તેમજ Addisons Disease પણ થાય છે.
બાહ્ય ફેરફારો ભારણ-તાણ-Strain and Stress જે આજની ઔદ્યોગિક યુગની પ્રકૃતિ જ છે તેને જન્મ આપે છે. પ્રભાવક ઘટનાઓ-સારી કે નરસી, રોગની સંભાવના વધારી મૂકે છે. માનવી રોગગ્રસ્ત બની જાય છે. સતત દોડધામ, ટાઈમ બાઉન્ડ કામ, સામાજિક સ્તરની ઉથલપાથલ, ધંધાકીય કે આર્થિક સંકડામણો, સતત તંગ અવસ્થા, સતત ચિંતા-Anxiety, દરેક અવસ્થા પોતાનો ભક્ષ્ય લે જ છે.
સરખા વાતાવરણમાં વસતા માનવીઓમાં એકને કોઈ ખાસ રોગ થાય છે, અને બીજાને નથી થતો ! એ માટે મહદ્ અંશે એના વ્યકિતત્વનો ઢાંચો અને માનસિક અભિગમ જવાબદાર હોય છે.
૨૫
શરદી કે ટી.બી.ના જંતુઓની શરીરને રોગગ્રસ્ત બનાવવાની ક્ષમતાની માત્રા માનવીની માનસિક અવસ્થા પર અવલંબે છે. Gastronitestnial પાચનતંત્ર વગેરેના રોગો, હૃદયરોગ, જાતિય પ્રવૃત્તિમાં ગડબડ વગેરે અનેક માંદગીઓની ભીતરમાં માનસિક પરિબળો ભાગ ભજવે છે.
પરમતત્વમાં શ્રદ્ધા, આત્મવિશ્વાસ, ખૂલ્લું મન, વિધેયાત્મક અને તંદુરસ્ત અભિગમ માનવીની રોગ પ્રતિકાર શકિતને સબળ બનાવે છે અને રોગગ્રાહ્યતાSuceptibility ઓછી થઈ જાય છે અને માનવી રોગનો ભોગ બનતો અટકી જાય છે. સર્વે જીવોનું શુભ ચિંતન શુભ ભાવના લોહીમાંના સફેદ કણો દોઢા કરી મૂકે છે, અને પ્રતિકારશકિત વધે છે.
ગ્રંથોમાં કહ્યું છે:
माकार्षीतू कोऽपि पापानि,
મા ચ મૂત ોડવિ દુષિતા
मुरयंता जगदप्येषा, मतिमैत्री विगधते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org