________________
૧૨
ગેરહાજરી એ તંદુરસ્તી નથી. પરંતુ એથી વિશેષ વિદ્યાયક Positive શરીરની અવસ્થા છે. Sense of well being, ‘આજે સારૂં લાગે છે, એવી લહેરખીનો અહેસાસ એ સ્વસ્થતા. સાધનામાં પણ દેહનો અનાદર નથી કરવાનો. કારખાનાના મશીનની જેટલી માવજત રાખીએ છીએ, તેટલી શરીરની નથી રાખતા.
આપણા દેહની ઘોર ઉપેક્ષા થતી રહી છે. બુદ્ધે કહ્યું : ‘શરીરની કાળજી રાખવી એ ફરજ છે.’ શ્રી અરવિંદે પણ શરીરને વિઘ્ન - નડતરરૂપ ગણવાની અને દ્રવ્યનો ઢગલો (Grossness of Matter) ગણવાની અધ્યાત્મવાદીઓની વલણ અંગે ચેતવણીનો સૂર કાઢયો હતો. યોગ્ય પરિશ્રમ, યોગ્ય ચર્યા, આસન, પ્રાણાયામ યોગ વગેરે શરીરને સ્વસ્થ રાખે છે.
માનસિક તંદુરસ્તી : ચિંતા-તાણ-ભારણમુકત પ્રશાંત અને સંતુલિત ‘વ્યકિતતા.’ ગ્રીક ભાષામાં વ્યકિતતા માટે શબ્દ છે. Hypostasis. જે અંદર રહેલો છે, જેનુ અસ્તિત્વ સ્વતંત્ર છે, અને જે પરિપૂર્ણ છે તે. સતત અધીરપ, આતુરતા, ઉતાવળ, જીવનની ઘટમાળથી રોજિંદી ઉભી થતી તાણ- ટેન્શન, પ્રતિકૂળ વાતાવરણ, પ્રેમ અને હૂંફનો અભાવ. બુદ્ધિવાદી વલણ, Result Oriented પરિણામલક્ષિતા, Money Oriented માત્ર આર્થિક લાભાલાભનો જ વિચાર અને ઈચ્છાપૂર્તિ વગેરે હૃદયરોગ, બ્લડપ્રેશર તેમજ અનેક માનસિક રોગો માટે જવાબદાર હોય છે. કુટુંબજીવનની સમસ્યાઓ- સર્વાધિકપણે કુટુંબ કલેશ એ તો સાક્ષાત્ પૃથ્વી પરનું નર્ક છે, કુટુંબ કલેશને માનવભક્ષી દૈત્ય જ કહીં શકાય. માનસિક તંદુરસ્તીમાં રોજિંદા સંજોગો મહત્ત્વનો ભાગ ભજવે છે.
સામાજિક તંદુરસ્તી : માનવસ્વભાવને સમાજ વિના ચાલતું નથી. ટોળામાંથી સભ્યતાનો ઉદય થયો છે. માણસ સમુહમાં રહેવા ટેવાયેલો છે. કહેવાય છે કે The Greatest Pleasure in life is the pleasure of human relationship. જીવનમાં સૌથી મહત્ આનંદ માનવી-માનવી વચ્ચેના અન્વયમાં છે. છતાં વિટંબણાઓનું મૂળ પણ આ સંબંધમાં જ રહેલ છે. કયા સ્તરે, કઈ કક્ષાએ સ્વાર્થના કે આત્મીયતાના કેવા સંબંધો બાંધી, પોષી અને જાળવી શકીએ છીએ, એના પર સામાજિક તંદુરસ્તીનો મુખ્ય આધાર છે.
આજે સમાજમાં વાતચીતની સામાન્ય ઢબશૈલી એટલે નિંદા, કુથલી, Gossip, Criticism ચાલાકીપૂર્વકનું સત્ય-અસત્યના મિશ્રણવાળી ઠાવકી વાતો, બીજાના જીવનની અંગત બાબતોમાં Peeping Tom ગીરી, ડબડબ, ખોટો અને ખાટો રસ લેવાની હીનવૃત્તિ, ચાડી - ચુગલી, એકમેકને અથડાવી દેવાની પ્રવૃત્તિ, મીઠું-મરચું-મસાલો ભભરાવી એકની વાત બીજાને - અહિંની વાત ત્યાં, છીછરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org