Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 16
________________ Mind Health' આધ્યાત્મિક તંદુરસ્તી શારીરિક અને માનસિક તંદુરસ્તી જેટલી જ આવશ્યક છે. જૈન દર્શનની સમતા-સમભાવ, ગીતાની સમત્વબુદ્ધિ કે સમતાયોગ આ બેઉ સદ્ગણ ધારણ કરનાર વિપરિત પરિસ્થિતિ સમભાવથી વેઠી વેદી લે છે, એનું વૈજ્ઞાનિક સંશોધન થયું છે અને તારણ કાઢયું છે કે આવી માધ્યસ્થ-નિર્લેપ વૃત્તિ સંભવી શકે છે અને માનવી અચલ રહી શકે છે. જેને મનોવિજ્ઞાને Anhedonia’ એવું નામ આપ્યું છે. માનવીનો ઉત્તરોત્તર સારા બનવાનો પ્રયત્ન તે જ ઉત્ક્રાંતિ - ઉર્ધ્વગતિ. ઉન્નત કે ઉત્કૃષ્ટ તરફની ગતિ. માનવી અજ્ઞાતપણે પણ નૈતિક વિભાવનાથી સારો બનવા ચાહે છે. Morally Uplifting Trends, જેને મનોવિજ્ઞાને સંશોધનના અંતે ANEGOGIC એવું નામ આપ્યું છે. મનસ્વિફ્ટ કારેન હોનીએ તારવ્યું છે કે, જો માણસ નિશ્ચય કરે, તો વધુ સારો, સજજન બની શકે છે. એક યુવાન સાહિત્યકાર બ્રુનો ગોએન્સે ફોઈડને પૂછયું કે તમે અજ્ઞાત મન, સપનાં, એના વિશ્લેષણમાં કેમ આટલો સમય ગાળો છો? તમારો હેતુ શો છે? ફોઈડ જવાબમાં લખ્યું છે. 'My purpose is to help as well as I can. the many people who to-day live internally in hell. Not in some hereafter but here on the earth most people live in hell. My Scientific fnidings, my theories and methods are at making them Conscious of this hell so that they will be able to free themselves from it." મારા તમામ સિદ્ધાંતો, વૈજ્ઞાનિક પરીક્ષણો, પદ્ધતિઓનો હેતુ માનવી જે જીવતા નર્કમાં જીવે છે, તે નર્કનો પરિચય કરાવવાનો છે, જેથી માણસ તેમાંથી મુકત થઈ શકે. માનવી સુખી થવા જ સર્જાયો છે. 'Man is born free' માણસ જન્મથી જ સ્વતંત્ર છે. એટલું જ નહિ, પણ બાળક જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારથી જ સ્વતંત્ર છે! કયે દિવસે બાળકને જન્મ આપવો, એ માતા નકકી કરે છે અને તે દિવસે કયે સમયે જન્મ લેવો, તે બાળક નકકી કરે છે! આ ઘટનાઓ પાછળ ઘણી રાસાયણિક- જૈવિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. માતા અને બાળકના સાયુજયના પ્રથમ પગરણ ઘણાં વહેલાં શરૂ થઈ જાય છે! માનવીના સુખનું મૂળ એની જન્મજાત સ્વાધીનતામાં છે. જે સુખ માટે સંયોગો અને બાહ્ય સાધનોની જરૂર પડે, તે સુખ પરાવલંબી કહેવાય. તો તે માણસ પરાધીન કહેવાય. એનું સુખ, કશું મળ્યું ન મળ્યું તેના પર આધારિત છે. માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148