Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 12
________________ કયારે પણ એક ક્ષણ પણ વહેલો કે મોડો ઉગતો નથી. બધી ક્રિયાઓ ઓટોમેશનની જેમ સ્વયંસંચાલિત અને સ્વયંનિયમનધારી છે. શ્રી અરવિંદે સાવિત્રી' મહાકાવ્યમાં COSMIS DANCE પર પંકિતઓ લખી છે. નટરાજ શિવનું નર્તન-તાંડવ નૃત્ય જાણીતા છે. કાપ્રાએ Tao of Physicsમાં સુંદર ઉલ્લેખ કર્યો છે. માનવી જયારે કુદરત સાથે ચેડાં કરે છે, ફંટાઈ જાય છે, વિપરિત રીતે વર્તે છે, ત્યારે માનવીને એનો દંડ ભોગવવો પડે છે. માણસ પુષ્પ ચૂંટે છે, ત્યારે કોઈક તારાને ખલેલ પહોંચે છે. આ અવનિ પર માનવીનું આગવું સ્થાન છે. પુષ્પોનું આગવું સ્થાન છે. લોરેન ઈસ્લેએ ધ ઈમેન્સ જનમાં લખ્યું છે. પુષ્પોએ આપણી પૃથ્વીનો ચહેરો બદલી નાખ્યો છે. પુષ્પો ન હોત તો માનવીમાં જે ઋજુતા બચી છે, તે કદાચ ન હોત. સૃષ્ટિનો કાયદો અને કર્મનો કાયદો સ્વતંત્રપણે કામ કર્યું જાય છે. મનુષ્ય કર્મ કરવાને સ્વતંત્ર છે. કુદરત કે ભગવાન એમાં દખલ પહોંચાડતા નથી. તમામ જીવસૃષ્ટિ અને મહાચેતનવંત મનુષ્ય સર્વે એકબીજાથી સંકળાયેલા છે, એકમેક પર નિર્ભર છે અને એક જમાળાના મણકા જેવા છે. સૌમાં એકવ્યાપકતા છે. ' સાયુજ્ય છે. unity of life છે. અખંડતા, અખિલાઈ છે. કુદરતની આ અકળ લીલાનું રહસ્ય પામવામાં જ માનવીની ચતુરાઈ રહેલી છે. વૈશ્વિક ચેતના સૌમાં પ્રતિબિંબિત થાય છે. જે તમામને એક સૂત્રે બાંધે છે. કવિ વિલિયમ બ્લેકે “Auguries of Innocence' કાવ્યમાં આ વાત અભૂત રીતે કહી છે. To see a world in a grain of sand And Heaven in a Wild Flower. Hold Infinity in the Palm of your Hand And Eternity in an hour નિહાળવા રેતીના કણમાં બ્રહ્માંડ, અને વગડાના ફૂલમાં સ્વર્ગ, રમાડવી અનંતતાને હથેલીમાં, જાળવવી શાશ્વતી ક્ષણોમાં. કવિ આગળ કહે છે. જે શિશુ જેવી શ્રદ્ધા ઉછેરે છે, તે સ્વર્ગ અને નરક બેઉ પર વિજય પ્રાપ્ત કરે છે અને ઈશ્વર દર્શન દે છે અને ઈશ્વર પ્રકાશ છે. માનવીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 148