Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકૃતિ આપણા માટે છે, તેમ આપણે પ્રકૃતિ માટે છીએ એ વિચારવાની ઘડી હવે આવી ગઈ છે. વૃક્ષ તો દિવ્ય ચેતનાનું - સમર્પણનું પ્રતીક છે. આપમેળે ખીલે છે. ફુલ-ફળ અને શીતળ છાયા આપે છે. કુદરતે બક્ષેલા ફૂલ આપણે ભગવાનને ચડાવી સંતોષ મનાવીએ છીએ.... અરે... ભગવાનની જ ચીજ ભગવાનને પાછી અર્પણ કરીએ છીએ. એટલું જ નહિ, પણ શણગારમાં, ઉત્સવોમાં ફૂલોની આહૂતિ અપાઈ જાય છે. વિદેશનાં કેટલાંક નગરોમાં ઘરની પાછલ ફરજિયાન બગીચો હોય છે, જેની જાળવણી-સાચવણી પણ ફરજિયાત હોય છે. છોડ પર ફૂલો ખીલે છે અને છોડ પર જ રહે છે. ત્યાં કોઈ ફૂલ તોડતું નથી. જ્યોર્જ બર્નાર્ડ શોને એમને ઘેર આવેલા મહેમાને પૂછયું: “આટલાં બધાં કુલો તમારા બાગમાં છે, તો એને ફૂલદાનીમાં કેમ સજાવતાં નથી?” બર્નાર્ડ શોએ ઉત્તર આપ્યો: “મને ફૂલો બહુ ગમે છે. તેમ મને બાળકો પણ ખૂબ ગમે છે. તો હું શું બાળકોનાં માથાં પણ કૂલદાનીમાં ગોઠવું?” શહેરીકરણ અને ઔદ્યોગિકરણની દોટમાં આપણે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. છતાં વૃક્ષ તો ચૂપચાપ ખીલ્યું જાય છે. પાંદડાં, છાંયડો, ફૂલ, ફળ અને છેવટે માનવજાત માટે પોતાના પ્રાણની આહૂતિ આપી દે છે. એ લાકડાં આપણે ઇંધણમાં બાળી નાખીએ છીએ. વોલ ટુ વોલ પેનલ લગાવીએ છીએ. જંગલ છેદીને ઘરમાં જંગલ ઊભું કરવાની ચેષ્ટા કરીએ છીએ. કુદરત પ્રત્યે કંઈક આદર છે, એ બતાવવા કુદરતી સીન સીનેરીના મોટા પોસ્ટરો બેડરૂમાં લગાવીએ છીએ. આની પાછળ કઈ વૃત્તિ કામ કરી રહી છે? કોપેન્સેશનની ગુનાહિત વૃત્તિ? આ એક મનોવિજ્ઞાનના સંશોધનનો વિષય છે. વૃક્ષના થડમાંથી જે વાજિંત્ર બને છે, તેમાંથી માત્ર સંગીતના સૂર નથી નીકળતા, પણ એ વૃક્ષ જ્યારે લીલુંછમ હતું, ત્યારે એની ડાળીએ બેસી પક્ષીઓએ જે કલરવ-ગુંજન કર્યું હતું, એ ધ્વનિ પણ સંભળાય છે... પરંતુ એ ધ્વનિ સાંભળવા આપણા કાન ટેવાયેલાં નથી. વૃક્ષોના વિનાશ થકી તુચક્ર, વર્ષા બધું જ ખોરવાઈ ગયું છે. ઘોંઘાટની સતત અસરથી માનવજાત ધીરે ધીરે બહેરાશ તરફ ઘસડાતી જાય છે. એક દષ્ટિએ વિચારીએ તો અમુક વયે ઓછું સાંભળું, બહેરાશ ભલે વરદાનરૂપ હોય, પણ આ તો નાના બાળકોમાં, યુવાનોમાં પણ આ તક્લીફ ઉભી થતી જાય છે. ઘોંઘાટથી માનવી સુસંબદ્ધ રીતે વિચારી પણ શકતો નથી. અનિદ્રાનો ભોગ બને છે. સરેરાશ કરતાં અડધા સમયમાં રોજિંદુ કામ કરતા થાકી જાય છે. ચીડિયો બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 148