Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 9
________________ જવું પડત તો? જે મફત મળે છે તેની કોઈ કિંમત નથી હોતી. અનુગ્રહ પણ હોતો નથી. જીવન ટકાવી રાખવા પંચતત્વો આવશ્યક છે જીવસૃષ્ટિ માટે અને માનવી માટે, છતાં જીવનપોષક ઉપકરણોને જ માનવી કલૂષિત કરે છે. જે વાતાવરણમાં શ્વાસ લે છે, તેને જ દૂષિત કરે છે. માનવીના આ અતિક્રમણ પાછળ બે વૃત્તિઓ કામ કરે છે: એક, કુદરત પ્રત્યે અને જીવસૃષ્ટિ પ્રત્યે આદરનો અભાવ અને બીજી પોતાના સ્વાર્થ માટે કુદરતી સંપત્તિનો બેજવાબદાર અને ગુનાહિત ઉપયોગ. માનવી પાણી પાસે એને ઢોળવા માટે જ જાય છે. વૃક્ષ પાસે એને છેદવા માટે જ જાય છે. માણસ પ્રકૃતિ પાસે એને લૂંટવા માટે જ જાય છે અને માણસ માણસ પાસે એની પાસેથી કશુંક ઝૂંટવી લેવા માટે જ જાય છે. માણસ હવાને ધુમાડાની ભેટ આપે છે. વાતાવરણને ઘોંઘાટની ભેટ આપે છે. માનવી એમ જ માની બેઠો છે કે આ ધરતી, ધરતીનું પેટાળ, પાણી, વૃક્ષો, હવા પ્રકાશ, પ્રાણીઓ, પશુઓ, તમામ સાધનો પોતાના સુખસગવડ માટે જ છે. કુદરત તો મારા માટે જ અસ્તિત્વ ધરાવે છે. હું તો કુદરતનું શ્રેષ્ઠ સર્જન..... મારા સ્વાદ માટે પ્રાણીને પણ મારીને ખાવાનો મને અધિકાર છે. હજારો ફૂલોને છૂંદી એનું અત્તર લગાવવાનો અધિકાર છે. પોણો કલાક બાથરૂમમાં નહાઈ ગેલનનાં ગેલન પાણી વેડફવાનો મને અધિકાર છે. જરૂરતથી વધારે એક ટીપું પાણી પણ વાપરવાનો કોઈને અબાધિત અધિકાર નથી. વર્ષો પહેલાં ગાંધીજીએ આ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી. ગાંધીજી માત્ર અડધા લોટા પાણીથી સવારના દાતણ કરી મોઢું ધોતા. એક વખત એમને કોઈએ પૂછ્યું: “અરે બાપુ, આ આખી સાબરમતી વહી રહી છે અને તમે પાણીનો લોભ કરો છો?'’ ગાંધીજીએ જવાબ આપ્યો: “આ નદી મારા પિતા કરમચંદ ગાંધીની નથી. આ નદી સાર્વજનિક છે. જરૂરતથી વધારે એક ટીપું પણ કોઈને વાપરવાનો અધિકાર નથી.'' અને ગાંધીજીએ પોતાનું મોઢું ખોલી બતાવતાં કહ્યું: “મારૂં મોઢું જોઈ લ્યો.. ક્યાંય કંઈ અસ્વચ્છતા રહી ગઈ છે કે?’’ ઉત્ક્રુતિ-પ્રક્રિયા અને પ્રાણી-વર્તનના નિષ્ણાત ડેસમોન્ડ મોરીસે વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદન કર્યું છે કે પાણીનો વધારે પડતો ઉપયોગ શરીરને નુકસાન જ કરે છે. રવિશંકર મહારાજ બેડોલ પાણીથી ન્હાતા. રેગિસ્તાન જેવા વિસ્તારોમાં પણ પીવાના પાણી માટે દસ-પંદર માઈલની મજલ કાપવી પડે છે. આ સંજોગોમાં આપણા માનવબંધુ પ્રત્યે શું આપણી કોઈ ફરજ નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 148