Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 11
________________ જાય છે. વિવેકશક્તિ ઉપર અસર થાય છે. નિર્ણયશક્તિ પણ થોડી કુંઠિત બની જાય છે. આંખની શક્તિ ૨૫ ટકા ઘટે છે. રંગ પારખવાની ક્ષમતા ઘટી જાય છે. રતાંધળાપણું પણ આવે છે. ઉત્તેજક દવાઓ સેવન કરવાનો વારો પણ આવી જાય છે. ઉત્સવો દરમ્યાન ફટાકડા, લાઉડસ્પીકરો, બેન્ડવાજાનો ઘોંઘાટ અસહ્ય અને સતત હાનિકારક અને હિંસાનો પર્યાય જેવા છે. કુદરતનો આદર એ પરમેશ્વરનો આદર છે. જીવન પોતે જ એક રહસ્યમય ઘટના છે. (Life is not a straight line, but a curved line). જીવન વન-વે-સ્ટ્રીટ જેવું છે. વર્ષો એકધારી ગતિએ ઊભી રેખમાં વહી જાય છે. છતાં પણ એ કંઈ ભૂમિતિની સીધી લીટી નથી કે જેના પર પરપેન્ડીકયુલરની સીધી લીટી દોરી સરખા અંશના કાટખૂણા બનાવી શકાય.... જીવનની ગતિ પણ એક સરખી નથી. તેમજ પ્રશ્નો પણ બધો સમય એકરારખાં નથી રહેતાં-કયાં માણસના જીવનમાં કયે વખતે કેવા પ્રશ્નો ઉભા થશે, પરિસ્થિતિ કેવો પલ્ટો લેશે એની ત્રિરાશી કોઈ માંડી શકયું નથી. અને એવું ગણિત કામમાં આવતું નથી. એવા દાખલા ગણનારાઓને કદી સાચો જવાબ સાંપડ્યો નથી. ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર જીવન ગતિશીલ વિકાસશીલ અને પરિવર્તનશીલ છે. માનવજીવન એક વિકાસની પ્રક્રિયા છે. અહીં વિરામ નથી. માનવીનો વિકારા, એ માનસનો વિકાસ, વિચારોનું પોષણ અને સુષુપ્ત શકિતઓનાં ઉત્થાનની પ્રક્રિયા છે. સામર્થની ક્ષિતિજ વિસ્તારવાનો ઉપાય છે. આપણામાં ટૂંટિયુંવાળી બેઠેલી ગ્રંથિઓ છોડવાનો ઈશ્વરદત્ત અવસર છે. જીવનને યોગ વડે સિદ્ધ કરવાનું નથી પણ જીવનને જ યોગ બનાવવાનું છે. અને આ અંતર્યાત્રા દરેકે પોતાના પુરુષાર્થે પગપાળા જ કરવાની છે. કોઈને ખભે ચડી આયાત્રા થઈ શકતી નથી. જરૂર છે માત્ર સશ્ચિત્તવૃત્તિ અને સતત જાગરુકતાની. વિશ્વનિમતી - COSMOS - વૈશ્વિક સંરચના અને સંકલનામાં મનુષ્યનું અણમોલ અનુદાન અપેક્ષિત છે. બ્રહ્માંડમાં એક પ્રકારની સીમ્ફની. સંગીતિ સાથે નર્તન-કોસ્મીક ડાન્સ અવિરત ચાલી રહ્યું છે. મનુષ્ય કુદરતના તાલ સાથે તાલ મિલાવે, લયલીન થઈ જાય, Resonance અનુભવે એ આવશ્યક છે. કુદરતના સહયોગ અને સાન્નિધ્યમાં માનવી સ્વસ્થ અને સંપન્ન રહી શકે છે. કુદરત કમબદ્ધ રીતે વર્તે છે. માનવીની જેમ સ્વચ્છંદપણે નહિં. નિસર્ગના નિયમો ચોકકસ અને નિરપવાદ છે. કેલેન્ડરમાં સૂર્યોદયનો જે સમય હોય, તે જ ઘડીએ સૂર્યોદય થાય છે. સૂરજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 148