Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 13
________________ પોતાની DIGNITY, ગૌરવ જાળવવું જોઈએ. UNITY IN DIVERSITY' વિવિધતામાં એકતા આ સૃષ્ટિનો નિયમ મનુષ્યને પણ લાગુ પડે છે. માનવી પણ એક અખંડ, અભેદ- WHOLESOME અને સુગઠિત INTERGRETATED વ્યકિતત્વ છે. આ શરીર, આ મન, આ ચિત્ત, આ બુદ્ધિ એમ ખંડ ખંડમાં વિભાજિત થયેલું વ્યકિતત્વ નબળું અને સ્પેરપાર્ટ જોડીને બનાવેલું હોય એવું ભાસે. સૃષ્ટિમાં દ્રશ્યમાન વિવિધતા, વિસંવાદિતા વચ્ચે પણ એક સામંજસ્ય અને સંવાદિતા- હારમની રહેલી છે. આઈનસ્ટાઈને લખ્યું છે: “જો બ્રહ્માંડમાં કોઈ સંવાદિતા ન હોય, તો વિજ્ઞાન સંભવી જ ન શકે. કુદરતની રચના અદ્ભુત છે અને આપણું કાર્ય કુદરતના એ ગાણિતિક માળખાને શોધી કાઢવાનું છે. ઈશ્વર બ્રહ્માંડ સાથે જાગાર ખેલતો હોય, એમ હું માનતો નથી.' પ્રાણીઓ કુદરત સાથે ઓતપ્રોત થઈને રહે છે. એમને કોઈ ધર્મસૂત્રો કે આદેશો કે નિયમન નથી હોતાં એ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. સિંહ ભૂખ્યો ન હોય, તો શિકાર કરતો નથી. તેમ ભૂખ્યો હોય તો ઉપવાસ પણ ન કરે અને ભૂખ સંતોષાયા પછી માનવીની જેમ અતિ આહાર પણ ન કરે. માણસની જેમ ભોજન બીજા દિવરા માટે પણ સાચવતો નથી. એમની ચર્ચાઓ નિસર્ગદત્ત હોય છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચારે પ્રવૃત્તિઓ મનુષ્ય અને પશુમાં સરખી છે. પરંતુ ધર્મ મુનાને પશુથી અલગ પાડે છે. માનવીમાં વિવેકબુદ્ધિ છે. ઉચિત, અનુચિત, શુભ-અશુભ વગેરેનો નિર્ણય કરવાની સમજણ, વિવેક DISCRETION, ઔચિત્ય PROPRIETY, છે. સવૃત્તિ-અસવૃત્તિ વચ્ચેનો ભેદ પારખવાની શકિત છે. સંયમનો પુરુષાર્થ કરવાનું સામર્થ છે. કનફયુશીયસે 'L' 'લિ” પર ભાર મૂકયો. ‘લિ” એટલે ઔચિતા, પ્રમાણભાન. બાણ પણસાણં (ચંદ્રવિજય પટણા ગાથા ૮૦) જ્ઞાન એજ પ્રકાશ છે. અજ્ઞાન અવિદ્યા કે મિથ્યાજ્ઞાન એ અંધકાર છે. અંધકાર સાથે ગમે તેટલા વર્ષ લડો, છતાં અંધકાર રહે જ છે. લાખો વર્ષનું અંધારું ક્ષણમાત્રમાં એક નાનકડું કોડિયું પ્રગટાવવાથી દૂર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. અર્થયુકત અર્થાત્ સારભૂત વાતો શીખી લો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 148