Book Title: Jain Vartao 05 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : પ પ્રથમ તો સર્વ લૌકિક સંગથી પરાઙમુખ થઈ જા... ને નિજવિચારને ચૈતન્યરાજાની સન્મુખ કર... ત્રણ પ્રકારની કર્મકંદરારૂપ ગૂફામાં તારો ચૈતન્યપ્રભુ છૂપાઈને બેઠો છે. શરીર-નોકર્મ આઠ-દ્રવ્યકર્મ અને રાગદ્વેષ-ભાવકર્મ એ ત્રણગૂફાને ઓળંગીને અંદર જતાં જ તારો પ્રભુ તને તારામાં દેખાશે... ( તું પોતાને જ પ્રભુરૂપે અનુભવીશ.) સંતની એ વાત સાંભળીને પરિણિત પોતાના પ્રભુને શોધવા હોંશથી ચાલી (૧) પ્રથમ નોકર્મગૂફામાં પેસીને પરિણતિએ જોયું... પણ ચૈતન્યરાજા તેમાં કયાંય દેખાયો નહિ... સાદ પાડયો કે શરીરમાં કયાંય ચૈતન્યપ્રભુ છે? પણ કોઈએ જવાબ ન આપ્યો. પરિણતિએ નોકર્મમાં ચકરાવો લઈને જોયું પણ કયાંય ચૈતન્યપ્રભુ ન દેખાતાં, ‘અહીં તો મારા ચૈતન્યપ્રભુ નથી ' એમ સમજીને તે પાછી વળતી હતી... ચૈતન્યપ્રભુને શોધવા તે બહાવરી બની હતી. ત્યારે દયાળુ શ્રી ગુરુએ પૂછ્યું-તું કોને શોધે છે? પરિણતિએ કહ્યું-હું મારા ચૈતન્યપ્રભુને શોધું છું... Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93