________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ : જૈનધર્મની વાર્તાઓ ભાવના ભાવી રહ્યા છે. શરીર અગ્નિમાં બળી રહ્યું છે ને આત્મા શાંતિમાં ઠરી રહ્યો છે. તે વખતની આ ભાવનાઓ છે.)
(પ) અન્યત્વ ભાવના જળ અને દૂધની માફક શરીર અને આત્માનો મેળ દેખાય છે, પણ જેમ ખરેખર દૂધ અને પાણી જુદા જ છે, તેમ વાસ્તવમાં આત્મા અને શરીર જુદા જ છે. હું આત્મા! તેમને એકમેક સમજવા તે તો ભૂલ છે. તારો તો જ્ઞાયકભાવ છે, ચારિત્ર ભાવ છે; રત્નત્રયસ્વરૂપ આત્મા જ તારો છે. માટે કોઈ અન્યના આશ્રયે શાંતિ થશે એવી આશા છોડીને તું તારા એકત્વસ્વરૂપમાં જ આવ. તારી એકતાથી તારી શોભા છે, અન્યથી તારી શોભા નથી. અન્યથી ભિન્ન અનન્યસ્વરૂપ આત્માને ભાવ.
(૬) અશુચિ ભાવના આ શરીર તો અશુચિનો પટારો છે, માંસ-હાડકા-લોહપરૂ વગેરેમાંથી બનેલું છે, તેના નવદ્વારમાંથી ધૃણા જનક મેલ વહ્યા કરે છે; ચંદનાદિ ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ પણ આ શરીરનો સંબંધ થતાં જ દૂષિત થઈ જાય છે. તો પછી અરે આત્મા! તું આવા અશુચિના સ્થાનરૂપ શરીર ઉપર મોહ અને પ્રેમ કેમ કરે છે!!– એ તારી મોટી ભૂલ છે કે તું મલિન દેહમાં મૂર્ણાઈ રહ્યો છે. ક્યાં તો તારું નિર્મળ સ્વરૂપ ને ક્યાં એનો મલિન સ્વભાવ! માટે શરીરને ય સમજીને તું શીધ્ર તેના ઉપરથી મોહ છોડ, તથા રાગાદિ કષાયોને પણ પવિત્ર ચેતનથી વિરુદ્ધ અપવિત્ર જાણીને છોડ; અને તારી પવિત્ર જ્ઞાનગંગામાં સ્નાન કરીને પાવન થા.. એમાં તારી બુદ્ધિમત્તા છે...એમાં જ કલ્યાણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com