Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008253/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ જૈનધર્મની વાર્તાઓ [ ૫] ન - 'જરાજ - HLHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHL એક ગજરાજ. એક વનરાજ... અમે બન્ને આત્મજ્ઞાની છીએ. બન્ને ભાવિ તીર્થકર છીએ; અને આત્માની મીઠી-મજાની વાતું કરીએ છીએ. અમે શું વાતું કરીએ છીએતે તમારે જાણવું છે? ... તો... “ જૈનધર્મની વાર્તાઓ” નો ચોથો ભાગ વાંચો. ΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗΗ લેખક બ્ર. હરિલાલ જૈન વીર સં. ૨૫૦૯ અષાડ આ સોનગઢ AUG. 1983 10 . 3 Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Jaindharma ni Vartao Part - 5 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number | 001 | 01 Nov 2002 | First electronic version. | Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે શી વાતરી પુસ્તક નંબર ૧૪ જૈનધર્મની વાર્તાઓ” નો આ પાંચમો ભાગ છે. કથાસાહિત્યમાં આપણા તીર્થંકરાદિ પુરાણપુરુષોનું જીવનચરિત્ર વાંચીને, નાના-મોટા સર્વે જિજ્ઞાસુઓને અત્યંત સરલતાથી ધર્મસંસ્કારોનું સીંચન થાય છે. મહાપુરુષોનું વીતરાગી જીવન ગમે તે પ્રસંગમાં આપણા ચિત્તમાં શાંતિ જગાડે છે ને વૈરાગ્ય પમાડીને આત્મહિતની પ્રેરણા આપે છે. વડીલોને વિનતિ કે તમારા ઘરમાં સૌને ધર્મમાં રસ લેતા કરવા હોય ને ઉત્તમ સંસ્કારનું સીંચન કરવું હોય તો, જૈનધર્મની વાર્તાનાં પુસ્તકો ઘરમાં વસાવી જાઓ. અને તરત જ તમે તેની ચમત્કારિક અસર જોઈને ખુશી થશો. આપણા ગુરુકહાનના ઉપકારોની સ્મૃતિમાં જૈનકથા-સાહિત્યનો આ અમૂલ્ય વારસો આપને મળી રહ્યો છે. તેમાં આ ૧૪મું પુસ્તક છે. શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન સંતસાન્નિધ્ય સોનગઢ (૩૬૪૨૫૦). Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ભાવિ-રાષ્ટ્રનાયક દ્વારા ભાવિ-શાસનનાયકને અભિનંદન પં. જવાહરલાલ નહેરુ પછી જેઓ ભારતના બીજા વડા પ્રધાન થયા તે પં. લાલબહાદુર શાસ્ત્રીએ, વડાપ્રધાન થયા પહેલાં થોડાક મહિના પૂર્વે મુંબઈમાં ગુરુદેવના હીરકજયંતિ-મહોત્સવ વખતે, (બ્ર. હરિભાઈ દ્વારા સંપાદિત હીરલે જડેલો ભવ્ય અભિનંદન ગ્રંથ ગુરુદેવને અર્પણ કર્યો હતો, તે પ્રસંગનું આ દશ્ય છે. તે વખતે એ ભાવિ વડાપ્રધાને કહ્યું હતું કે “જો માર્ગ, જો રાસ્તા અહિંસા ઔર શાંતિકા, ચારિત્રકા, નૈતિકતાકા આપ (કાનજી સ્વામી ) દિખાતે હૈં ઉસ ૫૨ દિ હમ ચલેંગે તો ઉસમેં હમારા ભી ભલા હોગા, સમાજકા ભી હોગા વ દેશકા ભી ભલા હોગા.” તા. ૧૪-૫-૬૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ૭] રત્નદ્વીપનો રહેવાસી રત્નદ્વીપનો રહેવાસી એક માણસ બીજા દ્વિીપમાં આવ્યો. તેને રત્નદ્વીપના નીલમણિની રજા ચોંટી હતી. તે સરોવરમાં નહાતો હતો ત્યારે તેના તે નીલમણિના પ્રકાશથી સરોવરનું પાણી લીલા પ્રકાશથી ઝગઝગાટ કરતું હતું.. તે જોઈને તેને અચંબો થયો કે વાહ! આ પાણીમાં આવો સુંદર ઝગઝગાટ કયાંથી આવ્યો! (પોતાના પ્રકાશથી પોતે જ અચંબો પામ્યો!) એવામાં એક ઝવેરી ત્યાં આવ્યો... તે નીલમણિને ઓળખી ગયો. તેણે કહ્યું-અરે ભાઈ ! તારા શરીરે જે નીલમણિની રજ ચોંટી છેઃ તે ઘણી કિંમતી છે, ને તેના પ્રકાશને લીધે આ સરોવરનું પાણી કેવું મજાનું શોભી રહ્યું છે !! તારા આ નીલરત્ન પાસે રાજાના નિધાન પણ તૂચ્છ છે. ત્યારે તે માણસ આશ્ચર્ય પામ્યોઃ અરે, આવા રત્નોથી ભરેલા દ્વીપ વચ્ચે તો હું રહું છું. મારે હવે દીનતા કેવી !! અત્યાર સુધી રત્નો વચ્ચે રહીને પણ મેં રત્નોને ઓળખ્યા નહીં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩ તેથી હું દીન રહ્યો ! તેમ હૈ ચૈતન્યપુરુષ ! સ્વ-૫૨ને જાણનારો જે ચૈતન્યપ્રકાશ ફેલાઈ રહ્યો છે ને જેની હયાતીને લીધે જ આ વિશ્વની સુંદરતા દેખાય છે-તે પ્રકાશ તારા જ ચૈતન્યરત્નનો છે. એવા અનંત-ગુણરૂપ ચૈતન્ય-રત્નાકર તારામાં જ રહ્યો છે. તારા એકેક ચૈતન્યરત્ન પાસે આખું જગત તુચ્છતાને પામે છે. અહા ! આવો આત્મા હું! મને દીનતા કેમ શોભે ? મારાં નિધાનને હું ભૂલ્યો હતો પણ હવે સંતોએ મારાં નિધાન મને બતાવ્યાં. આમ નિજનિધાનને દેખીને આત્મા આનંદિત થયો. ને સ્વાનુભવ ક૨વા લાગ્યો. જુ 1. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૮]. “કયાં છે મારો ચિદાનંદ પ્રભુ!” ત્રણ ગૂફાની અંદર જઈને શોધ એક મુમુક્ષુ, આત્માને શોધતો હતો. જ્ઞાની મહાત્માએ તેને સમજાવવા દષ્ટાંત આપ્યું એક મનુષ્ય હતો; તે બળદ જેવું રૂપ ધારીને પૂછતો હતો કે “હું મનુષ્ય કયારે થઈશ?” –ભાઈ ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી. તારી ભાષા, તારી ચેષ્ટા, તારું રૂપ, તારા ખાનપાન વગેરે ઉપરથી તું જો, કે તું મનુષ્ય જ છો... તેમ ઉપયોગસ્વરૂપ જીવ પૂછે છે કે “હું ઉપયોગસ્વરૂપ કયારે થઈશ?' હે આત્મા! તું ઉપયોગ સ્વરૂપ તો છો જ; બીજારૂપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની ચેષ્ટાઓ ઉપરથી તું જ કે તું ઉપયોગસ્વરૂપ જ છો. ખોટા સ્વાંગ રાગાદિના કરવા છોડી દે તો સ્વયમેવ ઉપયોગસ્વરૂપ તું છો જ. બહારમાં ન શોધ, અંતરમાં જ દેખ. ઉપયોગસ્વરૂપ આત્મા પ્રભુ-ચિદાનંદરાજા, તેને કઈ રીતે ગોતવો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : પ પ્રથમ તો સર્વ લૌકિક સંગથી પરાઙમુખ થઈ જા... ને નિજવિચારને ચૈતન્યરાજાની સન્મુખ કર... ત્રણ પ્રકારની કર્મકંદરારૂપ ગૂફામાં તારો ચૈતન્યપ્રભુ છૂપાઈને બેઠો છે. શરીર-નોકર્મ આઠ-દ્રવ્યકર્મ અને રાગદ્વેષ-ભાવકર્મ એ ત્રણગૂફાને ઓળંગીને અંદર જતાં જ તારો પ્રભુ તને તારામાં દેખાશે... ( તું પોતાને જ પ્રભુરૂપે અનુભવીશ.) સંતની એ વાત સાંભળીને પરિણિત પોતાના પ્રભુને શોધવા હોંશથી ચાલી (૧) પ્રથમ નોકર્મગૂફામાં પેસીને પરિણતિએ જોયું... પણ ચૈતન્યરાજા તેમાં કયાંય દેખાયો નહિ... સાદ પાડયો કે શરીરમાં કયાંય ચૈતન્યપ્રભુ છે? પણ કોઈએ જવાબ ન આપ્યો. પરિણતિએ નોકર્મમાં ચકરાવો લઈને જોયું પણ કયાંય ચૈતન્યપ્રભુ ન દેખાતાં, ‘અહીં તો મારા ચૈતન્યપ્રભુ નથી ' એમ સમજીને તે પાછી વળતી હતી... ચૈતન્યપ્રભુને શોધવા તે બહાવરી બની હતી. ત્યારે દયાળુ શ્રી ગુરુએ પૂછ્યું-તું કોને શોધે છે? પરિણતિએ કહ્યું-હું મારા ચૈતન્યપ્રભુને શોધું છું... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૬ : જૈનધર્મની વાર્તાઓ પણ તે તો અહીં ન જડયા... તેથી હું પાછી જાઉં છું. શ્રી ગુરુએ કહ્યું-તું પાછી ન જા... તારો પ્રભુ અહીં જ છે. જો ચૈતન્યપ્રભુ બિરાજતા ન હોત તો આ જડ શરીરને ‘પંચેન્દ્રિયજીવ ’કેમ કહેવાત ? માટે આ દેહગૂફાની અંદર ઊંડ ઊંડ ત્રીજી ગુફા છે ત્યાં જઈને શોધ... ત્યાં તારો પ્રભુ બિરાજે છે, તે તને જરૂર મળશે... તે તેને ભેટીને તને મહા આનંદ થશે. (૨) ઉપકારી શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ કરીને, હોંશે હોંશે તે પરિણતિ ચૈતન્યપ્રભુને શોધવા અંદર ઊંડે ગઈ, ને બીજી કર્મગૂફામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭ દાખલ થઈને જોયું... ત્યાં તો જ્ઞાનાવરણાદિ કર્મો દેખાયા, પણ ચૈતન્યપ્રભુ તો ન દેખાયા. ત્યારે તે ચેતનાએ પૂછયું-મારા ચૈતન્યપ્રભુ કયાં છે? સાંભળ, હું પરિણતિ! આ જડ કર્મોમાં જે ક્રિયા થાય છે તેની દોરી તારા ચેતનપ્રભુના હાથમાં છે; તેના હાથની હલાવી તે હાલે છે... તારા ચૈતન્યપ્રભુના ભાવ અનુસાર આ કર્મોમાં પ્રદેશપ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ થાય છે. “જ્ઞાનગુણ” ધારક તારા ચૈતન્યપ્રભુની સત્તાના પ્રતાપે જ આ પુદ્ગલો “જ્ઞાનાવરણ વગેરે નામ પામ્યાં છે. અંદર જ્ઞાનવંત તારો ચેતનપ્રભુ ન બિરાજતો હોય તો આ પુદગલોને “જ્ઞાનાવરણ' આદિ નામ કયાંથી મળે? માટે આ દ્રવ્યકર્મરૂપી દોરી પકડીને તેના દોરે દોરે અંદર ચાલી જા. આ દોરીને ન દેખ પણ દોરી જેના હાથમાં છે તેને દેખ... અંદર ઊંડ ત્રીજી ગૂફામાં જઈને ગોત. (૩) ચૈતન્યપ્રભુને ભેટવા ઝંખતી પરિણતિ ત્રીજી ગૂફામાં ગઈ.... ચૈતન્યપ્રભુના કંઈક-કંઈક ચિહ્ન તેને જણાવા લાગ્યાં... આ ત્રીજી ગૂફામાં રાગદ્વેષાદિ ભાવકર્મ દેખાયાં. ચેતનાએ પૂછયુંઆમાં મારા ચૈતન્યપ્રભુ ક્યાં છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : જૈનધર્મની વાર્તાઓ ત્યારે શ્રી ગુરુએ તેને ચેતનાપ્રકાશ અને રાગદ્વેષ વચ્ચે ભેદજ્ઞાન કરાવીને કહ્યું જો આ રાગદ્વેષ દેખાય છે ને? –તે જેના પ્રકાશમાં દેખાય છે તે પ્રકાશ તારા ચૈતન્ય પ્રભુનો જ છે. આ રાગ છે, આ દ્રષ છે–એમ અજ્ઞાન-અંધકારમાં કયાંથી જણાય? એ તો ચૈતન્ય-પ્રકાશમાં જ જણાય છે. અને એ ચૈતન્ય પ્રકાશ જ્યાંથી આવે છે તે જ તારો ચૈતન્યપ્રભુ છે. રાગથી પણ પાર ચૈતન્યગૂફામાં તે પ્રભુ બિરાજી રહ્યો છે. તે ચેતનાએ રાગથી પાર થઈને જ્યાં ચૈતન્યગૂફામાં જોયું ત્યાં તો, “અહો ! ચૈતન્ય પ્રકાશથી ઝગઝગતો આ મારો ચૈતન્યપ્રભુ!' એમ દેખતાં જ તે પોતાના ચૈતન્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૯ પ્રભુને મહાઆનંદથી ભેટી પડી... પોતે જ પોતાનો પ્રભુસ્વરૂપે સ્વાનુભવ કર્યો. હું આત્મશોધક મુમુક્ષુ તું પણ ગભરાયા વગર તારા ચૈતન્યને શોધ... તે તને તરત જ અવશ્ય મળશે....આ જે રાગ-દ્વેષ-મોહ દેખાય છે તે તેની જ છાયા છે... કેમ કે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર રાગદ્વેષભાવો સંભવતા નથી.-માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષમોહ ઊઠે છે તે જ પ્રદેશમાં તારો ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યો છે... રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના હાથમાં છે તેની પાસે જા... તે જ તારો ચૈતન્યપ્રભુ છે... રાગાદિનો પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારો પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યો છે... એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ... ચૈતન્યગુફામાં આ પ્રભુ પ્રગટ બિરાજી રહ્યો છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને ધારણ કરી રહ્યો છે... તેને દેખતાં-ભેટતાં મહાન સુખ થશે. અહા, મારા ચૈતન્યપ્રભુ મને મળ્યા... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ : જૈનધર્મની વાર્તાઓ મારાથી તે જુદા નથી. મારા ચૈતન્યપ્રભુ સાથે તન્મયતાથી મને મહાન આનંદ થયો. | [ મેરા પ્રભુ નહીં દૂર દેશાંતર, મોહિ હૈ મોહે સૂઝત અંદર] [ મુમુક્ષુની વિચારણા ] સ્વરૂપ પામવાનો માર્ગ સંતોએ સુગમ કરી દીધો છે. તેમના પ્રસાદથી હું એ સ્વરૂપને પામ્યો છું. જે સ્વરૂપ હતું તે જ શુદ્ધ થઈને પરિણમ્યું. અનંતા તીર્થકરો થયા, તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું ને અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે. મહામુનિજનો નિરંતર સ્વરૂપ-સેવન કરે છે; મારે પણ મારું ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી–અવલોકી તેમ જ કરવું છે. | [ ઈતિ મુમુક્ષુ-વિચારણા] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૯] વરાંગકુમારનો વૈરાગ્ય વૈરાગ્યપ્રસંગે તેમના ઉદ્ગારો (ભાગ બીજો) ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના સમયની વાત છે. ઉત્તમપુરી નગરીમાં ધર્મસેન રાજા તથા ગુણવતી રાણી; તેમના પુત્ર રાજકુમાર વરાંગ.. તે શ્રી નેમિનાથ ભગવાન તથા મહારાજા શ્રીકૃષ્ણના સમકાલીન હતા. વીરનિર્વાણની બારમી સદીમાં જયસિંહનંદીમુનિરાજે “વરાંગચરિત્ર' રચેલ છે; તેમાંથી વૈરાગ્યમય દોહનનો પહેલો ભાગ જૈનધર્મની વાર્તાઓ-ભાગ ૪' માં આપી ગયા છીએ; બીજો ભાગ અહીં આપીએ છીએ. શ્રી નેમિનાથ ભગવાનના ગણધર વરદત્તમુનિ, કેવળજ્ઞાન થયા પછી એકવાર ઉત્તમપુરીમાં પધાર્યા, અને વૈરાગી વરાંગકુમારે તેમનો ધર્મોપદેશ સાંભળ્યો. તેઓ યુવરાજ થયા અને સંસારની અનેક મુસીબતોમાંથી પણ પુણ્યયોગે પાર ઊતર્યા રાજ્યની વચ્ચે રહીને પણ ધર્મના પાલનપૂર્વક અનેક મંગલ કાર્યો કર્યા, છેવટે આકાશમાં તારો ખરતો દેખીને વરાંગરાજાનું ચિત્ત સંસારથી વિરક્ત થયું ને દીક્ષા લેવા તૈયાર થયા. પ્રથમ જિનપૂજાનો મહાન ઉત્સવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર : જૈનધર્મની વાર્તાઓ કર્યો ને રાજસભામાં પ્રજાજનોને જૈનધર્મના પાલનનો સુંદર ઉપદેશ આપ્યો. તેનું વર્ણન આ પહેલાંના ભાગમાં (કથા નં. પ૬ માં) છે, તે તમે વાંચ્યું હશે. ' હવે દીક્ષાવનમાં જતાં-જતાં તે વૈરાગી રાજકુમાર સ્ત્રી-પુત્રાદિ પરિવાર પ્રત્યે પણ કેવા વૈરાગ્ય-ઉદ્ગારો કાઢે છે! તે વાંચીને આપણા હૈયામાંથી એ વૈરાગી રાજપુત્ર પ્રત્યે “ધન્યવાદ” ના ઉદ્ગાર નીકળે છે. જગતસ્વભાવ, અને જગતથી ભિન્ન આત્મસ્વભાવ, બન્નેના ચિંતનપૂર્વક, વૈરાગી વરાંગરાજનું ચિત્ત સંસારથી વિરક્ત થયું છે. તેની નજર મોક્ષમાં જ લાગી છે; એટલે પ્રજાના પ્રેમનું બંધન તોડી મોક્ષને સાધવા, તે વનમાં જવા તૈયાર થયા છે.. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૩ તે વખતે રાણીઓ જ્યારે અશરણ થઈને રોવા લાગી ત્યારે વૈરાગી વરાંગે તેમને કહ્યું: હે દેવીઓ! તમે જો દુઃખથી છૂટવા ને સુખી થવા ચાહતી હો તો તમે પણ મારી સાથે વૈરાગ્ય-પંથે આવો. તમે મારી સાથે દીક્ષા લેશો એ કાંઈ અભૂતપૂર્વ ઘટના નહીં હોય! કેમ કે પૂર્વે અનેક રાજા-મહારાજાઓ પાસેથી તેમની રાણીઓએ જિનધર્મના સંસ્કાર તથા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને તેમની સાથે જ દીક્ષા લીધી હતી. માટે તમે પણ હિતને માટે આ ઉત્તમ માર્ગને અંગીકાર કરો. તે સાંભળી રાણીઓએ પણ વિચાર્યુંઃ અરે, જે પ્રાણનાથ સાથે વર્ષો સુધી ઉત્તમ ભોગો ભોગવ્યા, તે પ્રાણનાથ આ બધા ભોગોપભોગ છોડીને આત્મધ્યાન કરતા વનજંગલમાં વિચરશે, ત્યારે અમે શું આ રાજ–ભોગોમાં પડી રહેશું ને શણગાર સજીશું? નહીં... નહીં, એ અમને ન શોભે. અમે પણ રાજભોગને છોડીને તેમના માર્ગે જ જઈશું ને આત્મકલ્યાણ કરશું! એમ વિચારી તે રાણીઓ પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. આવો સુઅવસર મળવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ : જૈનધર્મની વાર્તાઓ માટે તેઓનું ચિત્ત પ્રસન્ન થયું. - વરાંગના પાલકપિતા સાગરબુદ્ધિ શેઠ (કે જેમણે મુશ્કેલીના સમયમાં વરાંગકુમારનું પુત્રની જેમ પાલન કર્યું હતું, તેમણે પણ દીક્ષા પ્રસંગે કહ્યું: હે કુમાર! હું પણ તમારી સાથે જ દીક્ષા લઈશ. રાજકાર્યમાં ને સંસારના ભોગોપભોગમાં મેં તમને સાથ આપ્યો, હવે આ ઉત્તમ ધર્મકાર્યમાં જો હું સાથ ન આપું ને અલગ થઈ જાઉં–તો મારા જેવો અધમ કોણ? તમે ધર્મ સાધવા જે ઉત્તમ માર્ગે જઈ રહ્યા છો, હું પણ તે જ માર્ગે આવીશ-આમ પાલકપિતા સાગરશેઠ પણ દીક્ષા માટે તૈયાર થયા. દીક્ષા માટે તૈયાર થયેલ વરાંગરાજ પોતાના પુત્રોને અંતિમ હિતશિખામણ દેતાં કહે છે કે, લૌકિક ન્યાય-નીતિ અને સજ્જનતા ઉપરાંત, ભગવાન અહંતદેવ દ્વારા ઉપદિષ્ટ રત્નત્રયધર્મને કદી ન ભૂલશો. શાસ્ત્રજ્ઞ વિદ્વાનોની સેવા કરજો; રત્નત્રયથી ભુષિત સજ્જનોનો આદર અને સમાગમ કરજો. મુનિ-આર્થિકા-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આદરપૂર્વક સેવા કરજો, અને રત્નત્રયના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૫ સેવનમાં સદા તત્પર રહેજો. મહા મોંઘો જૈનધર્મ મળ્યો છે, તો આત્મસાધના વડે જીવન શોભાવજો. આ રીતે વરાંગરાજ જ્યારે પુત્રને ધર્મની શિખામણ આપતા હતા ત્યારે વૈરાગ્યનું અનુપમ સુખ તેમની મુદ્રાને તેજસ્વી બનાવી રહ્યું હતું. બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરતાં-કરતાં તેઓએ વન તરફ પ્રસ્થાન કર્યું. એ રીતે વરાંગકુમાર વૈરાગ્યથી જ્યારે વન તરફ ચાલ્યા ત્યારે તેને દેખનારા કેટલાક જીવોએ તો તેની માત્ર પ્રશંસા કરી. બીજા જીવો, -કે જેમનો આત્મા મર્યો નહતો, જેમનું આત્મબળ દીન થયું ન હતું-જેઓ આત્મહિમાં જાગૃત હતા, ને મોક્ષને માટે ઉત્સુક હતા–તેઓ તો વરાંગ સાથે જ ચાલી નીકળ્યા... “આ યુવાન રાજકુમાર આત્મહિત સાધવા વનમાં જશે ને અમે શું અહીં હાથ જોડીને વિષયકષાયમાં પડયા રહેશું? –નહીં. આ તો સંસારથી છૂટવાનો સોનેરી અવસર છે”એમ વિચારીને તેઓ પણ તેની સાથે જ વૈરાગ્યથી વનમાં સીધાવ્યા. તેમની રાણીઓએ પણ પોતાનું જીવન ધર્મસાધનામાં જોયું ને પતિની પાછળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ : જૈનધર્મની વાર્તાઓ પાછળ તેઓ પણ આર્થિકા-દીક્ષા લેવા માટે વન તરફ ચાલી. જ્યારે મહારાજા ધર્મસેને પુત્ર વરાંગને ઘણા સ્નેહપૂર્વક દીક્ષા લેતાં રોકવા પ્રયત્ન કર્યો અને મુનિદશામાં અનેક ઉપસર્ગ-પરીષહુ વર્ણવીને ચારિત્રપાલનની કઠિનતા બતાવી, ત્યારે વરાંગે વિનયપૂર્વક છતાં દઢતાથી કહ્યું: પિતાજી ! મુનિપણાની કઠિનતા આપે બતાવી, વિષયોના લાલચુ કાયરોને માટે તે કઠિન હશે પણ મોક્ષસાધક સિવૃત્તિવાળા જીવોને માટે તે કઠિન નથી, તેને તો મુનિદશા અને ચારિત્રપાલન સહજ આનંદરૂપ છે; યૌવનપણું મને ભોગોમાં લલચાવી શકે તેમ નથી. વળી હું પિતાજી! ચારિત્રદશા યુવાનીમાં પણ જે કઠણ છે તો પછી વૃદ્ધાવસ્થામાં તો તેનું પાલન કેમ થશે! માટે હું તો અત્યારે જ આત્મકલ્યાણ માટે ચારિત્રદશા અંગીકાર કરીશ. ગૃહસ્થપણાની જેલનાં બંધનને તોડીને સ્વતંત્રપણે હવે હું વનજંગલમાં મુનિમાર્ગે વિચરીશ. આપ મને રોકવાની વ્યર્થ ચેષ્ટા કરશો નહિ. જ્યારે હું વૈરાગ્યના સુવર્ણપાત્રમાં દીક્ષારૂપી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૭ અમૃતપાન કરવા તત્પર થયો છું ત્યારે, વિષયો ભોગવવાનું કહેવું તે તો વિષપાન કરાવવા જેવું થશે! મને શાંતિની એવી તીવ્ર પિપાસા લાગી છે કે જે ચારિત્રધર્મરૂપી અમૃતપાન વડે જ શાંત થઈ શકશે. ધર્મના પ્યાસા જીવને શાંતિનું પાન કરતાં અટકાવે–તો એના જેવો શત્રુ બીજો કોણ ! બહારનો શત્રુ તો આક્રમણ કરીને કદાચ સમ્પત્તિ છીનવી લ્ય, અથવા દેહના અંગનું છેદન કરે, કે બહુ તો જીવન હરી લ્ય-પરંતુ ધર્મના આચરણમાં જે જીવ બાધા કરે છે તે તો મહા નિર્દય છે, કેમ કે તે એક ભવ નહિ પણ અનેક ભવના સુખને પાપની ધૂળમાં રગદોળી નાખે છે. જીવને ધર્મમાં સહાયક થાય તે જ સાચો મિત્ર છે. ધર્મ વગર આ લાંબુ આયુષ્ય, યુવાન શરીર કે ધનસંપત્તિ બધું શું કામનું છે? એનો શો ભરોશો? ક્ષણમાં એ બધું નષ્ટ થઈ જશે. અરે, સંસાર-ભોગોમાં ફસાયેલા ગૃહસ્થને કેવી કેવી વિપત્તિ સહન કરવી પડે છે! -તે આપણે કયાં નથી જાણતા? હે પિતાજી! અત્યારે મને સૌભાગ્યથી શુદ્ધોપયોગની પ્રેરણા જાગી છે, - તો પછી, આપ જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ : જૈનધર્મની વાર્તાઓ કહો કે મને રાજ્યભોગમાં આસક્તિ હવે કેમ થાય ! બેટા, આવી ભરયુવાનીમાં વિષયભોગોને છોડવા ને વનમાં રહેવું તે બહુ કઠણ વાત છે; વૃદ્ધ થયા છતાં અમે હજી પણ વિષયોની આસક્તિ છોડી શકતા નથી, ને ચારિત્રદશા લઈ શકતા નથી, તો તું આવી યુવાનવયમાં વિષયોને કેમ જીતી શકશે? પિતાજી, વિષયોને છોડવા એ વાત કયરોને માટે કઠણ છે, શૂરવીરોને માટે નહિ. શૂરવીર-મુમુક્ષુ તો ચૈતન્યના એક રણકાર માત્રથી સર્વે સંસાર-વિષયોને છોડી દે છે ને મોક્ષની સાધનામાં લાગી જાય છે. વરાંગ રાજાની આવી સરસ વૈરાગ્યભીની, યુક્તિપૂર્ણ વાત સાંભળીને મહારાજા તેમ જ શ્રોતાઓ નિરૂત્તર થઈ ગયા ને તેમનું ચિત્ત પણ વૈરાગ્યમાં તત્પર બન્યું. તેના પિતાએ કહ્યું: હે વત્સ! તારી વાત સત્ય છે; તારા ભાવો ખરેખર દઢ અને અત્યંત વિશુદ્ધ છે. કોઈને ધર્મના કાર્યમાં બાધા કરવી તે તો ભવ-ભવાંતર બગાડનાર છે. મેં પુત્ર-સ્નેહવશ જે વચનો કહ્યાં ને તમે ધ્યાનમાં લેશો નહિ ને મુનિ થઈને આનંદપૂર્વક મોક્ષના પંથમાં વિચરજો! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૯ વરાંગકુમાર નાનપણથી જ શાંત, વિષયોથી વિરક્ત અને અંતર્મુખ જીવન જીવનારા હતા; ધર્મ પ્રત્યેનો તેમનો ઉત્સાહુ પ્રસિદ્ધ હતો. મંત્રી, સેનાપતિ તેમજ સમસ્ત નગરજનો પ્રત્યે તેણે નમ્રતાથી ક્ષમાયાચનાપૂર્વક વિદાય લીધી. ". . જ - - - - અંતમાં તે પોતાની માતા પાસે વિદાય લેવા ગયો; માતા પુત્રના ધર્મસંસ્કારને ઓળખતી હતી. તેણે ગદગદભાવે કહ્યું: બેટા! હું શું બોલું! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : જૈનધર્મની વાર્તાઓ તું જે ઉત્તમ માર્ગે જઈ રહ્યો છે તેમાં મારે શું કહેવાનું હોય ! બેટા! તું તારી સાધનામાં શીધ્ર સફળ થા.. ને સર્વજ્ઞ–પરમાત્મા થઈને વેલાવેલા અમને દર્શન દે! એ જ અભિલાષા છે. ધન્ય માતા!' એમ કહી, મસ્તક નમાવી, વરાંગકુમાર ત્યાંથી વિદાય થયો. વૈરાગી વરાંગને વનમાં જતા દેખીને લોકો આશ્ચર્યસહિત અનેકવિધ વાતો કરતા હતા. - એક મૂર્ખ મનુષ્ય કહ્યું – અરે, આ વરાંગરાજ બાલબુદ્ધિ છે; આશ્ચર્ય છે કે આવા મહાન રાજ-સુખોને છોડીને તે સ્વર્ગ-મોક્ષના સુખને ગોતવા વનમાં જાય છે! સ્વર્ગ-મોક્ષના સુખ કોણે જોયા છે! –કે તેને માટે આ પ્રત્યક્ષ મળેલા ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે! નહિ દેખેલા સુખને ખાતર આ મળેલા સુખોને પણ છોડ છે, તો તે બન્નેને ખોશે! મોક્ષસુખના નામે આ ભોળાજીવને કોઈએ ભરમાવ્યો છે! જ્યારે આટલા બધા ઇન્દ્રિયસુખો ઉપલબ્ધ છે-તો પછી બીજા કયા સુખને શોધવા વનમાં જાય છે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૧ ત્યારે બીજા એક બુદ્ધિમાન સજ્જને તેને જવાબ આપતાં કહ્યું? અરે મૂઢ! એ વરાંગકુમાર મૂર્ખ નથી પણ તું મૂરખો છો. તને સ્વર્ગ-મોક્ષની શ્રદ્ધા નથી ને વિષયસુખની વૃદ્ધિ છે, તેથી તું આમ બકવાદ કરે છે. વિષયોથી પાર ચૈતન્યસુખની તને ખબર નથી. આ વરાંગે તો ઇન્દ્રિયવિષયોથી પાર એવા અતીન્દ્રિય સુખને અનુભવ્યું છે, મોક્ષસુખનો સ્વાદ સાક્ષાત્ ચાખ્યો છે, તેથી તે સુખની પૂર્ણતાને સાધવા માટે તે આ ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે. ઇન્દ્રિયસુખો તે કાંઈ ખરેખર સુખ નથી, દુઃખ જ છે. સાચું સુખ ધર્મસાધના વડે જ પમાય છે-એ વિશ્વવિખ્યાત સિદ્ધાંતને શું તું નથી જાણતો? સાંભળ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગ-પ્રસિદ્ધને. આ વરાંગકુમાર કાંઈ ઇન્દ્રપદના ઇન્દ્રિયસુખને સાધવા નથી જતા; તે તો તેને પ્રાપ્ત હતા જ, પણ તેનાથી પાર અતીન્દ્રિય મોક્ષસુખને સાધવા જાય છે. પૂર્વે તીર્થકર ભગવંતો વગેરેએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રર : જૈનધર્મની વાર્તાઓ રાજ્યભોગોને છોડીને તે મોક્ષસુખને સાધ્યું છે. શ્રી નેમિનાથ તીર્થકર સૌરાષ્ટ્રમાં થયા તેમણે પણ આત્મામાંથી તે જ અતીન્દ્રિયસુખને સાધ્યું છે. અતીન્દ્રિય સુખ એ જ સાચું સુખ છે, ને તે સુખ આત્મામાંથી જ આવે છે, વિષયોમાંથી નહીં. બુદ્ધિમાન ધર્માત્મા પાસેથી અતીન્દ્રિયસુખની આવી સરસ વાત સાંભળીને તે મૂરખને પસ્તાવો થયો ને કહ્યું: અરે, મેં વરાંગકુમારને ઓળખ્યા વગર તેમની નિંદા કરી; મને ધિક્કાર છે. સારું થયું કે તમે મને સાચી વાત સમજાવી. હવે હું પણ તે અતીન્દ્રિયસુખને સાધવા વૈરાગી વરાંગની સાથે તેમના માર્ગે જઈશ. એમ કહીને તે પણ વૈરાગ્યપૂર્વક વરાંગકુમારની સાથે ચાલ્યો. આમ વરાંગકુમારના નિમિત્તે અનેક મૂર્ખ જીવો પણ ચૈતન્યસુખની શ્રદ્ધા કરીને વિષયોથી વિરક્ત થયા. ધીરે ધીરે વરાંગરાજ વનમાં પહોંચ્યા. તેમના રાગ-દ્વષના બંધન તૂટી ગયા હતા. બરાબર એ જ સમયે નજીકના જ મણિકાન્ત-પર્વત પર વરદત્ત કેવળી ભગવંત બિરાજતા હતા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૩ પહેલાં તેઓ નેમિનાથ તીર્થકરના મુખ્ય ગણધર હતા, પછી તેઓ સર્વજ્ઞ-અરિહંત થયા ને દેશોદેશ વિચરતા થકા ભવ્યજીવોને પ્રતિબોધવા લાગ્યા. વૈરાગ્ય ટાણે આવા પરમાત્માના દર્શન થતાં વૈરાગી-વરાંગના હર્ષનો પાર ન રહ્યો.... ભક્તિપૂર્વક દર્શન કરીને સ્તુતિ કરતાં તેણે કહ્યું- હે દેવ! આ સંસારથી થાકેલા જીવોને આપ જ વિસામાનું સ્થાન છો. પ્રભો! ધર્મ જ આપનું શરીર છે; કેવળજ્ઞાન ને કેવળદર્શન આપની આંખો છે; સુખના આપ ભંડાર છો; આપની શાંતમુદ્રાના દર્શનથી મારો મોહ શાંત થઈ ગયો છે...ને હવે હું આપની ચરણછાયામાં જિનદીક્ષા લઈને મુનિ થવા ચાહું છું. આ સંસારભ્રમણથી હું ત્રાસી ગયો છું. માટે મને હવે આપના દેશમાં-મોક્ષપુરીમાં-લઈ જાઓ... આપનો દેશ કેવો સુંદર છે! –જ્યાં કદી મૃત્યુ નથી, જન્મ નથી, મોહ નથી, કર્મની રજ નથી, માત્ર શાંતિ શાંતિ ને શાંતિ જ છે. બસ! હવે મારે એ જ દેશમાં સિદ્ધપુરીમાં આવીને સદાકાળ રહેવું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૪ : જૈનધર્મની વાર્તાઓ આમ પ્રાર્થના કરીને આત્મજ્ઞ ભવ્યાત્માએ તે અંગીકાર કેવળી પ્રભુના ચરણમાં જિનદીક્ષા કરી...વસ્ત્રાભૂષણ વગેરે સર્વ પરિગ્રહ છોડી, મુનિ થઈ આત્મધ્યાનમાં લીન થયા. એ જ વખતે તેમને શુદ્ધોપયોગ સહિત ચારિત્રદશા પ્રગટી, ક્ષાયિક સમ્યક્ત્વ થયું, ને મન:પર્યયજ્ઞાન પ્રગટયું. એ હવે રત્નત્રયના સમ્રાટ થયા. મોઠવાળું સામ્રાજ્ય છોડીને હવે તેઓ મોક્ષના સામ્રાજ્યને સાધી રહ્યા હતા. હવે તેઓ શત્રુમિત્રમાં કે જીવન-મરણમાં સમભાવી હતા...આત્મસાધનામાં તેમની શૂરવીરતા ખીલી ઊઠી હતી. રાજા વરાંગે દીક્ષા લેતાં તેમની રાણીઓ પણ દીક્ષા લઈને અર્જિકા બની હતી. બીજા પણ કેટલાય ભવ્ય જીવોએ તેમની સાથે દીક્ષા લીધી હતી. જેઓ દીક્ષા ન લઈ શકયા તેમણે શ્રાવકનાં વ્રત તથા સમ્યક્ત્વને ધારણ કર્યું. અરે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૫ આ આવડા મોટા વૈભવને છોડ છે, તો અમારી પાસે તો શું વૈભવ છે! અલ્પ વૈભવને અમે સરળપણે છોડશું. -એમ વિચારીને સાધારણ સ્થિતિના પણ અનેક જીવોએ વરાંગની સાથે જ દીક્ષા લીધી. બધાયની આંખોમાંથી વૈરાગ્યરસ ઝરતો હતો. પોતાના કલ્યાણનો આવો સુઅવસર પામીને સૌનું ચિત્ત પ્રસન્ન હતું. સૌએ જોયું કે, રાજા” –વરાંગ કરતાં નવ દીક્ષિત વરાંગ “મુનિ' -વધુ શોભતા હતા. તેમનું મુનિ-રૂપ દખીને સૌ આશ્ચર્ય પામતા... પરમ ભક્તિપૂર્વક એ મુનિરાજને વંદન કરીને નગરજનો ઉદાસચિત્તે નગરીમાં પાછા ફર્યા. વરાંગ વગરની નગરી સૂનીસૂની લાગતી હતી. અનેક દિવસ સુધી કોઈનું ચિત્ત વેપાર-ધંધામાં કે સંસારકાર્યમાં લાગતું ન હતું. ચારેકોર વૈરાગ્યપૂર્વક ધર્મચર્ચા ચાલી રહી હતી. બીજી તરફ વનમાં, મુનિ અને અજિંકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ : જૈનધર્મની વાર્તાઓ થયેલા બધા મહાત્માઓ પોતપોતાની આત્મસાધનામાં અત્યંત જાગૃત હતા ને શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં તત્પર હતા. મોક્ષસાધના માટે તેમનું સાહસ કાંઈ સાધારણ ન હતું. જોકે વરાંગરાજ વગેરે નવદીક્ષિત હતા તોપણ મુક્તિનો માર્ગ તેમને પરિચિત હતો, તેથી મુનિમાર્ગનું તેઓ અતિચાર વગર બરાબર પાલન કરતા હતા. સંસારના કોઈ પદાર્થમાં તેમને રાગ રહ્યો ન હતો. જ્ઞાયકતત્ત્વના ચિંતનમાં તેમને એવો આનંદ થતો કે હવે કોઈપણ ઇન્દ્રિયવિષયો તેમના ચિત્તને આકર્ષી શકતા ન હતા. થોડા જ વખતમાં તેમણે પૂર્ણ જ્ઞાનાભ્યાસ પ્રાપ્ત કરી લીધો હતો; શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેમને જો કે અનેક અચિંત્ય લબ્ધિઓ પ્રગટી હતી. પણ અંતરના મહાન આનંદનિધાન પાસે તેમને બહારની કોઈ લબ્ધિનું લક્ષ ન હતું. તેમનું લક્ષ તો એકમાત્ર લક્ષ્યરૂપ ચૈતન્યમાં જ કેન્દ્રિત હતું. ત્રણ લોકને ક્ષણમાં નષ્ટ-ભ્રષ્ટ કરી દેનારા મહા ક્રોધમલ્લને, તેમણે પરમ ક્ષમાશક્તિ વડે જીતી લીધો હતો; તથા તપરૂપી ચાબુક વડે દુષ્ટ ઈન્દ્રિયરૂપી ઘોડાને વિષયવનમાં જતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૭ રોકી લીધો હતો. જેમ ભયભીત કાચબો પોતાના સર્વાગને પોતામાં જ સંકોચી લે છે તેમ સંસારથી ભયભીત અને અસ્પર્શ-યોગમાં અનુરક્ત એવા તે વરાંગ મુનિરાજે પોતાનો ઉપયોગ સમસ્ત ઇન્દ્રિયોથી સંકોચીને પોતામાં જ અંતર્લીન કર્યો હતો. તેમનો ઉપયોગ પોતામાં જ લીન હોવાથી તેમને આ જગત સંબંધી કોઈ ભય ન હતો. બહારમાં ઉપસર્ગ કે પરીષહું આવે તો પણ તેના તરફ લક્ષ જતું ન હતું. તેઓ સદાય બાર વૈરાગ્યભાવનાનું ચિંતન કરતા હતા. તેઓ રાજ્યાવસ્થામાં જેમ શત્રુસેનાને જીતતા, તેમ હવે મુનિદશામાં મોહનાને જીતવા માંડી. એ રીતે વારંવાર શુદ્ધોપયોગના પ્રહાર વડ ક્રોધાદિ મોહનાનો પરાભવ કર્યો. મુનિરાજ વરાંગનું જ્યારે એકમાસ આયુ બાકી રહ્યું ત્યારે પોતાની દીક્ષાભૂમિ મણિકાન્ત પર્વત પર આવીને તેમણે સંથારો ધારણ કર્યો...પોતાના ગુરુ (વરદત્તપ્રભુ) ની તે નિર્વાણભૂમિ હતી. ભગવાન નેમિનાથ તીર્થકરનું પણ મોક્ષગમન થઈ ચૂકયું હતું. તેમને હૃદયમાં બિરાજમાન કરીને, ચાર આરાધનામાં ચિત્તને અખંડપણે જોયું, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates !!! I ૨૮ : જૈનધર્મની વાર્તાઓ અને તે મહાવૈરાગી મહાત્મા વરાંગ મુનિરાજ દેહત્યાગીને સર્વાર્થ-સિદ્ધિવિમાનમાં ઊપજ્યા. મોક્ષપુરીની એકદમ નજીક પહોંચી ગયા; ત્યાંથી પછીના ભાવમાં તેઓ કેવળજ્ઞાન , ૨ ) પ્રગટાવીને મોક્ષપદને પામશે. તેમને અમારા નમસ્કાર હો. [ આ રીતે, શ્રી જટાસિંહનંદીદ્વારા રચિત વરાંગચરિત્રમાંથી વૈરાગ્યનું દોહન પૂરું થયું તે આત્માર્થી જીવોને વૈરાગ્યભાવો જગાડી આત્મહિતની પ્રેરણા આપો.] A Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬૦ ] હરિવંશપુરાણના વૈરાગ્યપ્રસંગો આત્મસાધક વી૨ ગજકુમા૨ દેવકી માતાના આઠમા પુત્ર ગજકુમાર; તે શ્રીકૃષ્ણના નાના ભાઈ; તેઓ નેમપ્રભુના પિતરાઈ ભાઈ થાય. તેમનું રૂપ અત્યંત સુંદર હતું... લોકો તેને જોઈને મુગ્ધ થઈ જતા. નેમનાથપ્રભુ દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી તીર્થંકરપણે વિચરતા હતા, તે વખતની વાત છે. શ્રી કૃષ્ણમહારાજાએ અનેક રાજકન્યાઓ સાથે તેમ જ સોમિલ શેઠની પુત્રી સોમા સાથે ગજકુમારના વિવાહની તૈયારી કરી હતી... એવામાં વિહાર કરતાં-કરતાં શ્રી નેમિનાથ તીર્થંકર દ્વારિકાનગરે પધાર્યા. જિનરાજ પધારતાં સા દર્શનાર્થે ચાલ્યા. નેમપ્રભુને જોતાં જ ગજકુમા૨ને ઉત્તમ ભાવો જાગ્યાઃ- અહો! આ તો મારા ભાઈ! ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ મને મોક્ષમાં તેડી જવા પધાર્યા છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩) : જૈનધર્મની વાર્તાઓ ટ I " ના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૧ આમ તેમનાથ પ્રભુના દર્શનથી ગજકુમા૨ ૫૨મ પ્રસન્ન થયા. પ્રભુના શ્રીમુખેથી તીર્થંકરાદિનું પાવન ચરિત્ર સાંભળ્યું; સાંભળ્યું; અહીં, આ તો નેમનાથપ્રભુની વાણી! વિવાહ સમયે જ વૈરાગ્ય પામનારા એ નેમપ્રભુની વીતરાગરસઝરતી વાણીમાં સંસારનું અસારપણું અને આત્મતત્ત્વનો ૫૨મ મહિમા સાંભળીને તે ગજકુમારનું હૃદય વૈરાગ્યથી ઝણઝણી ઊઠયું. તેઓ વિષયોથી વિરક્ત થયા: ‘અરેરે, અત્યાર સુધી હું સંસારના વિલાસમાં ડૂબી રહ્યો ને મારી મોક્ષસાધનાને ચૂકી ગયો... હવે હું આજે જ દીક્ષા લઈશ ને ઉત્તમ પ્રતિમાયોગ ધારણ કરીને મોક્ષને સાધીશ.' -એ પ્રમાણે નિશ્ચય કરીને, તરત જ માતા-પિતાને તેમ જ રાજપાટ તથા કન્યાઓને છોડીને, જિનેન્દ્રદેવના ધર્મનું શરણ લીધું: સંસારથી ભયભીત, મોક્ષ માટે ઉત્સુક અને પ્રભુના પરમ ભક્ત એવા તે વૈરાગી રાજકુમારે ભગવાન નેમિનાથની આજ્ઞાપૂર્વક દિગંબર જિનદીક્ષા ધારણ કરી. તેની અનંત આત્મશક્તિ જાગી ઊઠી. મુનિ ગજકુમા૨ ચૈતન્યધ્યાનમાં તલ્લીનતાપૂર્વક મહાન તપ કરવા લાગ્યા. તેમની સાથે જેની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર : જૈનધર્મની વાર્તાઓ સગાઈ થયેલી તે કન્યાઓને તેમના માતા-પિતાએ ઘણું સમજાવ્યું કે હજી તમારા લગ્ન થયા નથી માટે તમે બીજે પરણી જાઓ. –પણ તે ઉત્તમ સંસ્કારી કન્યાઓએ દઢપણે કહ્યું નહીં, પિતાજી! મનથી એકવાર જેને પતિ તરીકે સ્વીકાર્યા તેના સિવાય હવે બીજે કયાંય અમે લગ્ન કરશું નહીં; જે કલ્યાણમાર્ગે તેઓ ગયા તે જ કલ્યાણ માર્ગે અમે પણ જઈશું. તેમના પ્રતાપે અમને પણ આત્મહિતનો અવસર મળ્યો. આ પ્રમાણે તે કન્યાઓ પણ સંસારથી વૈરાગ્ય પામી અને દીક્ષા લઈને અર્શિકા બની. –ધન્ય આર્યસંસ્કાર! | મુનિરાજ ગજકુમાર સ્મશાનમાં જઈ અતિ ઉગ્ર પુરુષાર્થપૂર્વક ધ્યાન કરતા હતા. એવામાં સોમિલ શેઠ ત્યાં આવી ચડ્યો, પોતાની પુત્રીને આ ગજકુમારે રખડાવી-એમ સમજીને તે અત્યંત ક્રોધિત થયો. સાધુ થવું” તું તો મારી પુત્રી સાથે સગાઈ કેમ કરી? દુખ! તને શિક્ષા કરું! –એમ ક્રોધપૂર્વક તેણે ગજસ્વામી–મુનિરાજના મસ્તકે માટીની પાળ બાંધીને તેમાં અગ્નિ સળગાવ્યો.. મુનિરાજનું માથું ભડભડ બળવા લાગ્યું... અત્યંત કોમળ શરીર સળગવા લાગ્યું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૩ વળી તે દુષ્ટ ખીલા મારી મારીને તે મુનિરાજના શરીરને ચાળણી જેવું કરી નાખ્યું...ઘોર ઉપસર્ગ થયો. પણ આ તો ઘોરપરાક્રમી વીર ગજકુમાર! – જાણે શાંતિનો પહાડ! એ ધ્યાનથી ડગ્યા નહિ. બહારના અગ્નિમાં માથું બળે છે તો અંદરના ધ્યાનઅગ્નિમાં કર્મો બળે છે: itIiા છેદાવ વા ભેદાવ કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ આ દેહું નથી મારો અરે! –બહારમાં એ મુનિરાજનું શરીર બાણોથી વીંધાતું હતું, પણ અંદર આત્માને મોહબાણ લાગવા દેતા ન હતા. એ ગંભીર મુનિરાજ તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૩૪ : જૈનધર્મની વાર્તાઓ સ્વરૂપની મસ્તીમાં મસ્ત, અડોલ પ્રતિમાયોગ ધારીને બેઠા છે. બહારમાં મસ્તક ભલે અગ્નિમાં બળે છે પણ અંદર આત્મા તો ચૈતન્યના પરમ શાંતરસમાં તરબોળ છે. શરીર બળે છે પણ આત્મા ઠરે છે, કેમ કે બન્ને જુદા છે. જડ ચેતનના ભેદજ્ઞાન વડે ચૈતન્યની શાંતિમાં સ્થિર થઈને ઘોર પરીષહુ સહનારા તે મુનિરાજ, અત્યંત શૂરવી૨૫ણે આરાધનામાં દઢ રહ્યા અને તે જ વખતે ક્ષપકશ્રેણી માંડી: જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે શુક્લધ્યાન વડે કર્મોને ભસ્મ કરી કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા...નૈમનાથપ્રભુના તીર્થમાં તેઓ ‘અંતકૃત ' કેવળી થયા. તેમના કેવળજ્ઞાન અને નિર્વાણ બન્નેનો મહોત્સવ દેવોએ એક સાથે કર્યો. જે એકાએક રાજપુત્ર ગજકુમારની દીક્ષાકેવળજ્ઞાન અને મોક્ષની વાત સાંભળીને તરત સમુદ્રવિજય મહારાજ (નેમપ્રભુના પિતાજી) વગેરે નવે ભાઈઓ (વસુદેવ સિવાયના) એ સંસારથી વિરક્ત થઈને જિનદીક્ષા ધારણ કરી. શ્રી નેમપ્રભુના માતાજી શિવાદેવી વગેરેએ પણ દીક્ષા લીધી. ફરી પાછા અનેક વર્ષ વિહાર કરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૫ નેમપ્રભુ પુનઃ સૌરાષ્ટ્રમાં-ગીરનાર પધાર્યા. [ આત્મસાધના માટે ગજકુમાર સ્વામીના આ ઘોર પુરુષાર્થનો પ્રસંગ આપણા ગુરુકહાનને ખૂબ પ્રિય હતો; તેઓશ્રી અવારનવાર પ્રવચનમાં જ્યારે તેનું ભાવભીનું વર્ણન કરીને સાધકનો અતિ ઉગ્ર પુરુષાર્થ સમજાવતા ત્યારે મુમુક્ષુ જીવો ચૈતન્યના પુરુષાર્થથી થનગની ઊઠતા, ને મોક્ષના એ અડોલઅપ્રતિહત સાધક પ્રત્યે હૃદય ઉલ્લાસથી નમી પડતું. અહીં, જેને પુરુષાર્થ વડે આત્મસાધના કરવી છે તેને જગતનો કોઈ પ્રસંગ અટકાવી શકતો નથી.] [ શ્રી નેમિપ્રભુ ગીરનાર પધાર્યા, ને બળદેવ - વાસુદેવ - પ્રધુમ્નકુમાર વગેરે પ્રભુના દર્શને આવ્યા. પછી શું થશે? તેની કથા હુવે વાંચશો.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૬૧] દ્વારકાનગરી જ્યારે સળગી ગઈ ત્યારે... દ્વારકા ભલે દગ્ધ થઈ, પણ ધર્માત્માની શાંતપર્યાય સળગી ન હતી; તે તો અગ્નિથી તેમ જ શરીરથી પણ અલિપ્ત, ચૈતન્યરસમાં લીન હતી. શ્રી નેમપ્રભુ ગીરનાર પધાર્યા, ને શ્રીકૃષ્ણબલભદ્ર વગેરે તેમના દર્શને આવ્યા ત્યારે નેમપ્રભુના શ્રીમુખથી દિવ્ય ધ્વનિનો વીતરાગી ઉપદેશ સાંભળ્યા બાદ, બળભદ્ર વિનયથી ભગવાનને પૂછયું-હું દેવ! આપના પુણ્યપ્રતાપે દ્વારકાપુરી કુબેરે રચી છે, હવે અદ્ભુત વૈભવથી ભરેલી તે દ્વારકાનગરી કેટલા વર્ષ રહેવાની છે? જે વસ્તુ કૃત્રિમ હોય તેનો નાશ થાય જ. તો આ દ્વારિકા નગરી સહેજે વિલય પામશે કે કોઈના નિમિત્તથી? વળી જેના ઉપર મને તીવ્ર સ્નેહ છેએવા આ મારા ભાઈ કૃષ્ણવાસુદેવનો પરલોકવાસ કયા કારણે થશે? -મહાપુરુષનું શરીર પણ કાંઈ કાયમ તો રહેતું નથી. અને મને જગતસંબંધી બીજા કોઈ પદાર્થોનું મમત્વ તો અલ્પ છે, માત્ર એક ભાઈ-શ્રીકૃષ્ણના તીવ્ર સ્નેહબંધનથી બંધાયેલો છું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૭ નેમપ્રભુએ દિવ્યધ્વનિમાં કહ્યું-આજથી બાર વર્ષ બાદ માદકપીણાની ઉન્મત્તતાથી યાદવકુમારો મુનિ-દ્વીપાયનને ક્રોધ ઉપજાવશે, ને તે દ્વીપાયનમુનિ (બળભદ્રના મામા) ક્રોધવડે આ દ્વારકાનગરીને ભસ્મ કરશે. તથા મહાભાગ શ્રીકૃષ્ણ કૌશાંબીના વનમાં સૂતા હશે ત્યારે તેમના જ ભાઈ જરકુમારના બાણથી તે પરલોકને પામશે. ત્યારબાદ છ માસ પછી સિદ્ધાર્થદવના સંબોધનથી તમે (બલભદ્ર) સંસારથી વિરક્ત થઈને સંયમદશાને ધારણ કરશો. જન્મ-મરણના દુઃખનું કારણ તો રાગ-દ્વેષ ભાવ છે; અને જ્યારે પુણ્ય-પ્રતાપનો ક્ષય થાય ત્યારે બહારમાં કોઈ ને કોઈ નિમિત્ત મળે છે. વસ્તુસ્વભાવને જાણનારા વૈરાગી જીવો પુણ્યપ્રસંગમાં હર્ષ નથી કરતા ને તેના નાશ વખતે વિષાદ નથી કરતા. વાસુદેવના વિયોગથી તમને (બલભદ્રને) પ્રથમ તો ઘણો ખેદ થશે, પણ પછી પ્રતિબુદ્ધ થઈને, ભગવતી દીક્ષા ધારણ કરશો, ને પાંચમા બ્રહ્મસ્વર્ગમાં જશો ત્યાંથી નરભવ પામીને નિરંજન સિદ્ધ થશો.... મોક્ષ પામશો. શ્રીકૃષ્ણ પણ ભવિષ્યમાં મોક્ષ પામશે. (બલભદ્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ : જૈનધર્મની વાર્તાઓ તેમ જ શ્રીકૃષ્ણ બન્ને જીવો તીર્થકર થશે એમ ઉત્તરપુરાણમાં કહ્યું છે.) પ્રભુની આ વાત સાંભળીને દીપાયન તો તરત દીક્ષા ધારણ કરીને દ્વારકાથી દૂર-સુદૂર વિહાર કરી ગયો. એના મનમાં એમ હતું કે આમ કરવાથી, મારા નિમિત્તે થનાર દ્વારિકાનો નાશ અટકી જશે ! પણ અરેરે ! ભગવાનના જ્ઞાનમાં જે ભાસ્યું તેને કોણ ફેરવી શકે? વળી જરકુમાર પણ પોતાના હાથે હરિનું મૃત્યુ થવાનું સાંભળીને અતિ દુઃખી થયો ને કુટુંબ તજી દૂરદૂર એવા વનમાં ચાલ્યો ગયો કે જ્યાં હરિનું દર્શન પણ ન થાય. શ્રીકૃષ્ણના સ્નેહુને લીધે તે જરકુમાર ખૂબ વ્યાકુળ થઈ ગયો; શ્રીકૃષ્ણ-હરિ તેને પ્રાણ જેવા વહાલા હતા, તેથી તે દૂરદૂર વનમાં રહીને વનચરની જેમ રહેવા લાગ્યો. જેથી પોતાના હાથે હરિનું મોત ન થાય! અરે, પણ પ્રભુની વાણીને કોણ મિથ્યા કરી શકે? બીજા બધા બળભદ્ર-શ્રીકૃષ્ણ વગેરે યાદવો, દ્વારકાનું હોનહાર સાંભળીને ચિંતાથી દુઃખિત-હૃદયે દ્વારકા આવ્યા. દ્વારકા તો જૈનધર્મીઓની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૯ નગરી, મહા દયાધર્મથી ભરેલી, ત્યાં માંસ-મદ્ય તો કેવા? જ્યાં નેમકુમાર રહેલા, અને જ્યાં બળદેવવાસુદેવનું રાજ્ય, ત્યાં માંસ-દારૂની વાત કેવી? પરંતુ, કર્મભૂમિ છે એટલે કોઈ પાપી જીવો ગુપ્તપણે કદાચ મધાદિનું સેવન કરતા હોય! –એમ વિચારી બળદેવ-વાસુદેવે દ્વારકાનગરીમાં ઘોષણા કરી કે કોઈ એ ઘરમાં મદ્યપાનની સામગ્રી રાખવી નહિ; જેની પાસે હોય તેણે તરત નગર બહાર ફેંકી દેવી. –આ સાંભળી જેમની પાસે મદ્યસામગ્રી હતી તેમણે તે કદંબવનમાં ફેંકી દીધી, ને ત્યાં તે સૂકાવા લાગી. વળી શ્રીકૃષ્ણ દ્વારકાના બધા નરનારીઓને વૈરાગ્ય માટે ઘોષણા કરી, નગરીમાં ઢંઢેરો પીટાવ્યો, કે મારા પિતા-માતા-ભાઈ–બેન-પુત્ર પુત્રી-સ્ત્રી અને નગરના લોકો, જૈઓને વૈરાગ્ય ધરવો હોય તેઓ શીઘ્ર વૈરાગ્ય ધારણ કરો, શીધ્ર જિનદીક્ષા લઈને આત્મકલ્યાણ કરો, હું કોઈને નહિ રોકું હું પોતે વ્રત નથી લઈ શકતો, પણ દ્વારિકા નગરી દગ્ધ થઈ જાય તે પહેલાં જેમને પોતાનું કલ્યાણ કરવું હોય તે કરી લ્યો. તેમાં મારી અનુમોદના છે. શ્રીકૃષ્ણને જિનવચનોમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ : જૈનધર્મની વાર્તાઓ પરમ શ્રદ્ધા હતી; તેમણે પોતે સમ્યકત્વપૂર્વક પ્રભુના ચરણોમાં વિશુદ્ધ ધર્મભાવનાઓ ભાવીને તીર્થંકરપ્રકૃતિ બાંધી...ને ધર્માત્મા જીવોની સાધનામાં મહાન અનુમોદન કર્યું. શ્રીકૃષ્ણની ધર્મઘોષણા સાંભળીને તેના પુત્રો પ્રધુમ્નકુમાર, ભાનુકુમાર વગેરે જે ચરમશરીરી હતા તેમણે તો જિનદીક્ષા લઈ લીધી; સત્યભામારુકિમણી જાંબુવતી વગેરે આઠ પટરાણી અને બીજી હજારો રાણીઓએ પણ નેમપ્રભુના સમવસરણમાં જઈ, રાજમતીના સંઘમાં દીક્ષા લીધી; દ્વારકાનગરની પ્રજામાંથી ઘણાં પુરુષો મુનિ થયા, ઘણી સ્ત્રીઓ આર્થિકા થઈ. શ્રીકૃષ્ણ બધાને પ્રેરણા આપતાં એમ કહ્યું કે-સંસાર સમાન કોઈ સમુદ્ર નથી, માટે સંસારને અસાર જાણીને નેમિનાથપ્રભુએ બતાવેલા મોક્ષમાર્ગનું શરણ લ્યો. મારે તો આ ભવમાં સંયમનો યોગ નથી, અને બળદેવને પણ મારા પ્રત્યે મોહને લીધે હમણાં મુનિવ્રત નથી, મારા વિયોગ પછી તે મુનિવ્રત ધારણ કરશે. તેથી બાકીના મારા બધા ભાઈઓ, યાદવો, અમારા વંશના રાજાઓ, કુટુંબીજનો ને ધર્મપ્રેમી પ્રજાજનો, સૌ આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૧ ક્ષણભંગુર સંસારનો સંબંધ છોડીને શીવ્ર જિનરાજના ધર્મને આરાધો; મુનિ તથા શ્રાવકના વ્રત ધારણ કરીને કષાયઅગ્નિથી સળગતા આ સંસારમાંથી બહાર નીકળી જાઓ. શ્રીકૃષ્ણની એ વાત સાંભળી ઘણા જીવો વૈરાગી થઈ વ્રત ધારવા લાગ્યા. કોઈ મુનિ થયા, કોઈ શ્રાવક થયા. સિદ્ધાર્થ કે જે બળદેવનો સારથી હતો તેણે પણ વૈરાગ્ય પામીને બળદેવ પાસે દીક્ષા માટે રજા માંગી. ત્યારે બળદેવે રજા આપતાં કહ્યું કે કૃષ્ણના વિયોગમાં જ્યારે મને સંતાપ ઊપજે ત્યારે તમે દેવલોકથી આવીને મને સંબોધન કરજો ને વૈરાગ્ય પમાડજો. સિદ્ધાર્થે તે વાત કબૂલ રાખીને મુનિદીક્ષા લીધી. દ્વારકાના બીજા અનેક લોકો પણ બાર વર્ષ વીતાવવા માટે નગરી છોડીને વનમાં ચાલ્યા ગયા, ને ત્યાં વ્રત ઉપવાસ દાન-પૂજાદિમાં તત્પર થયા. પરંતુ...તેઓ બાર વર્ષની ગણતરી ભૂલી ગયા, ને બાર વર્ષ પૂરા થયા પહેલાં જ, (બાર વર્ષ વીતી ગયા–એમ સમજીને) દ્વારકાનગરીમાં પાછા આવી વસ્યા. રે હોનહાર! આ બાજુ દ્વીપાયનમુનિ-કે જે વિદેશમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ર : જૈનધર્મની વાર્તાઓ વિહાર કરી ગયા હતા તે પણ ભૂલ્યા, ને ભ્રાંતિથી બાર વર્ષ પૂરા થવાનું સમજીને દ્વારકા તરફ આવ્યા. તે મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી સર્વશની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને મનમાં એમ વિચારવા લાગ્યો કે બાર વર્ષ તો વીતી ગયા, અને ભગવાને જે ભવિતવ્ય ભાખ્યું હતું તે ટળી ગયું! આમ ધારી તેણે દ્વારકા નજીકના કદંબવન પાસે આતાપનયોગ ધારણ કર્યો. (જો જો દેખી વીતરાગને સો સો હસી વીરા રે...) કુદરતયોગે બરાબર તે વખતે શ્રીકૃષ્ણના પુત્રો શંબુકુમાર વગેરે યાદવકુમારો, વનક્રીડા કરવા માટે ગયા હતા, તેઓ થાકયા અને બહુ તરસ લાગી; તેથી કદંબવનના કુંડમાંથી પાણી ગાળીને પીધું. અગાઉ યાદવોએ જે મદિરા નગર બહાર ફેંકી દીધી હતી તેનું પાણી ધોવાઈને આ કુંડમાં ભેગું થયું હતું, અને તેમાં મહુડાના ફળ પડયા ને તડકાનો તાપ લાગ્યો, તેથી તે બધું પાણી મદિરા જેવું થઈ ગયું હતું. તરસ્યા યાદવકુમારોએ તે પાણી પીધું. -બસ! કદંબવનની તે કાદંબરી (મદિરા) પીવાથી તે યાદવ કુમારોને કેફ ચડ્યો; તેઓ ઉન્મત્ત જેવા થઈને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૩ જેમ તેમ બકવા લાગ્યા, ને આમતેમ નાચવા લાગ્યા. એવામાં તેમણે પાયનને દેખ્યો. દેખતાંવેંત કહ્યું: અરે, આ તો દ્વિપાયન-જેના દ્વારા દ્વારકાનગરીનો નાશ થવાનો હતો તે ! તે અહીંથી ભાગી ગયો હતો પણ હવે તે આપણાથી બચીને ક્યાં જવાનો છે? એમ કહીને તે કુમારો નિર્દયપણે તે તપસીને પાણા મારવા લાગ્યા. એવા માર્યા કે તે તપસી જમીન પર પડી ગયા. ત્યારે તે દ્વીપાયનને ઘણો ક્રોધ ઊપજ્યો. (અરે, હોનહાર !) ક્રોધથી હોઠ ભીંસીને તેણે આંખો ચડાવી અને યાદવોના પ્રલય માટે કટિબદ્ધ થયો. યાદવકુમારો ભયના માર્યા દોડ્યા. અને દોડદોડ દ્વારકાનગરીમાં આવ્યા. આખી નગરીમાં હલચલ મચી ગઈ. - બળદેવ અને શ્રીકૃષ્ણ આ વાત સાંભળતાં જ મુનિ પ્રત્યે ક્ષમા કરાવવા દોડયા. અને ક્રોધાગ્નિથી પ્રજવલિત, જેના મોં સામે નજર પણ મંડાતી નથી અને જે કંઇગતપ્રાણ છે–એવા ભયંકર દ્વિીપાયન ઋષિ પ્રત્યે હાથ જોડી નમસ્કાર કરીને નગરીનું અભયદાન માંગ્યું: હે સાધુ! રક્ષા કરો; ક્રોધને શાંત કરો. તપનું મૂળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ : જૈનધર્મની વાર્તાઓ તો ક્ષમા છે; માટે ક્રોધ તજીને આ નગરીની રક્ષા કરો. ક્રોધ તો મોક્ષના સાધનરૂપ તપને ક્ષણમાત્રમાં બાળી નાખે છે, માટે ક્રોધ જીતીને ક્ષમા કરો. હું સાધુ! બાળકોની અવિવેકી ચેષ્ટા માટે ક્ષમા કરો, ને અમારા ઉપર પ્રસન્ન થાઓ. આમ શ્રીકૃષ્ણ તથા બળભદ્ર બન્ને ભાઈઓએ પ્રાર્થના કરી. -પણ ક્રોધી દ્વીપાયને તો દ્વારકાનગરીને બાળી નાંખવાનો નિશ્ચય કર્યો; બે આંગળી ઊંચી કરીને તેણે એમ સૂચવ્યું કે માત્ર તમે બે ભાઈઓ બચશો, બીજાં કોઈ નહિ. ત્યારે તે બન્ને ભાઈઓએ જાણ્યું કે બસ, હવે દ્વારકામાં બધાનો નાશ આવી ચૂકયો. બન્ને ભાઈઓ ખેદખિન્ન થઈને દ્વારકા આવ્યા અને હવે શું કરવું તેની ચિંતા કરવા લાગ્યા. તે જ વખતે શબુકુમાર વગેરે અનેક ચરમશરીરી રાજકુમારો તો નગર બહાર નીકળીને ગીરીગૂફામાં જઈને રહ્યા. અને મિથ્યાષ્ટિ દ્વીપાયન ભયંકર ક્રોધરૂપ અગ્નિવડે દ્વારકાપુરીને ભસ્મ કરવા લાગ્યો. દેવોએ રચેલી દ્વારકાનગરી એકાએક ભડભડ સળગવા લાગી. હું નિર્દોષ છતાં મને આ લોકોએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૫ માર્યો, માટે હવે હું તે પાપીઓ સહિત આખી નગરીને જ ભસ્મ કરી નાંખ્યું ! એમ આર્તધ્યાનસહિત તેજલેશ્યાથી તે નગરીને બાળવા લાગ્યો. (બીજા પુરાણમાં એમ પણ આવે છે કે દ્વીપાયનમુનિએ નિદાન કર્યું અને દેવ થયા પછી દ્વારકાનગરીને ભસ્મ કરી.) નગરીમાં ચારેકોર ઉત્પાત મચી ગયો....ઘરેઘરે બધાને ભયનો રોમાંચ થયો. આગલી રાતે નગરીના લોકોએ ભયંકર સ્વપ્નો દેખ્યા હતા. ક્રોધી દ્વીપાયન, મનુષ્યો અને તિર્યચોથી ભરેલી તે દ્વારકાનગરીને બાળવા લાગ્યો. અગ્નિમાં અનેક પ્રાણીઓ બળવા લાગ્યા તે સળગતા પ્રાણીઓ અત્યંત કરુણ વિલાપ કરવા લાગ્યા... કોઈ અમને બચાવો રે બચાવો! આવો કરુણ ચિત્કાર શ્રીકૃષ્ણની દ્વારકામાં કદી થયો ન હતો. બાળ-વૃદ્ધ સ્ત્રી, પશુ ને પંખી બધા અગ્નિમાં બળવા લાગ્યા...દેવોએ રચેલી દ્વારકાનગરી છ માસ સુધી આગમાં બળતી રહી ને સર્વથા નષ્ટ થઈ ગઈ. અહીં કોઈ પ્રશ્ન કરે કે અરે! આ મહાન વૈભવવાળી દ્વારકાપુરી, જેની દેવોએ રચના કરી, તેમ જ અનેક દેવો જેના સહાયક હતા, તે બધા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ : જૈનધર્મની વાર્તાઓ અત્યારે ક્યાં ગયા? કેમ કોઈએ દ્વારકાને બચાવી નહિ? બળદેવવાસુદેવના પુણ્ય પણ કયાં ગયા? તેનું સમાધાનઃ હે ભાઈ ! સર્વજ્ઞ ભગવાને દેખેલી ભવિતવ્યતા દુર્નિવાર છે. જ્યારે આવું હોનહાર થયું ત્યારે દેવો પણ દૂર થઈ ગયા. જ્યાં ભવિતવ્ય જ એવું હોય ત્યાં દેવો શું કરે? જો દેવો ન ચાલ્યા જાય ને નગરીની રક્ષા કરે તો તે કેમ સળગે? જ્યાં નગરી સળગવાનો સમય આવ્યો ત્યાં દેવો ચાલ્યા ગયા. પુણ્યનો સંયોગ કોઈને કાયમ ક્યાં ટકે છે? –એ તો અસ્થિર છે. દ્વારકાનગરી સળગતાં પ્રજાજનો અત્યંત ભયભીત થઈને બળદેવ-વાસુદેવના શરણે આવ્યા ને અતિશય વ્યાકુળતાથી પોકાર કરવા લાગ્યા-હે નાથ! હે કૃષ્ણ ! અમારી રક્ષા કરો, આ ઘોર અગ્નિમાંથી અમને બચાવો. પોતાની નજર સામે ભડકે બળતી દ્વારકાનગરી દેખીને બન્ને ભાઈઓ એકદમ આકુળવ્યાકુળ થઈ ગયા. જો કે બન્ને આત્મજ્ઞાની હતા...જાણતા હતા કે દ્વારકાના આ બધા પર દ્રવ્યોમાંથી કાંઈ પણ અમારું નથી, અમે બધાથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૭ જાદા ચેતનસ્વરૂપ આત્મા છીએ. તો પણ મોહવશ બન્ને વ્યાકુળ થઈને બોલવા લાગ્યા: “અરે અમારા મહેલો ને રાણીઓ સળગી રહ્યા છે, પરિવાર અને પ્રજાજનો સળગી રહ્યા છે, કોઈ તો બચાવો! કોઈ દેવ તો સહાય કરવા આવો !' –પણ, સર્વજ્ઞદેવે દિખેલા ભવિતવ્ય સામે, અને દીપાયનઋષિના ક્રોધ સામે દેવ પણ શું કરે? આયુ ખૂટતાં ઈન્દ્ર-નરેન્દ્રજિનેન્દ્ર કોઈ પણ જીવને બચાવી શકતા નથી. માત્ર એક પોતાનો આત્મા જ પોતાનું શરણ છે. - જ્યારે કોઈ ઉપાય ન સુઝયો ત્યારે શ્રીકૃષ્ણ અને બળભદ્ર નગરીનો કિલ્લો તોડીને દરિયાના પાણી વડે આગ બૂઝાવવા મથ્યા. પરંતુ રે દેવ! એ પાણી પણ તેલ જેવું થવા લાગ્યું ને તેના વડે ઊલ્ટી વધુ આગ લાગવા માંડી. ત્યારે આગને ઠારવાનું અસાધ્ય જાણીને તે બન્ને ભાઈઓ માતાપિતાને નગર બહાર કાઢવાના ઉધમી થયા. રથમાં માતા-પિતાને બેસાડીને ઘોડા જેડડ્યા પણ તે ન ચાલ્યા; હથિી જોડયા તે પણ ન ચાલ્યા; રથના પૈયા પૃથ્વીમાં ખેંચી ગયા. અંતે “હાથી-ઘોડાથી રથ નહિ ચાલે” એમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ : જૈનધર્મની વાર્તાઓ દેખીને તે શ્રીકૃષ્ણ અને બળભદ્ર બન્ને ભાઈઓ પોતે રથમાં જુત્યા અને જોર કરીને ખેંચવા લાગ્યા.પરંતુ રથ તો ન ચાલ્યો તે ન જ ચાલ્યો...એ તો ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગયો...જ્યારે બળદેવ જોર કરવા લાગ્યા ને રથને દરવાજા પાસે લાવ્યા... ત્યારે નગરીના દરવાજા આપોઆપ બીડાઈ ગયા. બન્ને ભાઈઓએ પાટુ મારી-મારીને દરવાજા તોડ્યા, ત્યાં તો આકાશમાંથી દેવવાણી થઈ કે માત્ર તમે બે ભાઈઓ જ દ્વારકામાંથી જીવતા નીકળી શકશો, ત્રીજું કોઈ નહિ; માતા-પિતાને પણ તમે નહિ બચાવી શકો. ત્યારે માતા-પિતાએ ગળભાવે કહ્યું: હું પુત્રો! તમે શીઘ્ર ચાલ્યા જાઓ, અમારું તો મરણ નક્કી છે; અહીંથી હવે એક પગલું પણ ગમન થઈ શકશે નહિ. માટે તમે જાઓ...તમે યદુવંશના તિલક છો. તમે જીવશો તો બધું થઈ રહેશે. બન્ને ભાઈઓ અત્યંત હતાશપણે, માતા-પિતાના પગે પડી, રડતા-રડતાં તેમની રજા લઈને નગર બહાર ચાલ્યા. (અરે, ત્રણખંડના ઇશ્વર માતા-પિતાનેય ન બચાવી શકયા.) શ્રીકૃષ્ણ બળભદ્ર બહાર આવીને જોયું, તો શું દેખ્યું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૯ સુવર્ણરત્નમયી દ્વારકાનગરી આખી ભડભડ સળગી રહી છે, ઘરેઘરે આગ લાગી છે, રાજમહેલો ભસ્મ થયા છે. , '. ' ' ' . * કે નહિ | છે ત્યારે બન્ને ભાઈઓ એકબીજાના કંઠે વળગીને રોવા લાગ્યા..ને દક્ષિણદેશ તરફ જવા લાગ્યા. (જુઓ, આ પુણ્યસંયોગની દશા !) આ બાજુ દ્વારકાપુરીમાં તેમના પિતા વસુદેવ વગેરે અનેક યાદવો, તેમની રાણીઓ વગેરે પ્રાયોપગમન-સન્યાસ ધારણ કરીને દેવલોકમાં ગયા. બળદેવના કેટલાક પુત્રો વગેરે જેઓ તભવ-મોક્ષગામી હતા, તેમજ સંયમ ધારવાનો જેમનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૦ : જૈનધર્મની વાર્તાઓ ભાવ હતો તેમને તો દેવો નૈમનાથ ભગવાનની નીકટ લઈ ગયા; અનેક યાદવો અને તેમની રાણીઓ, જેઓ ધર્મધ્યાનના ધારક હતા અને જેઓનું અંતઃકરણ સમ્યગ્દર્શનવડે શુદ્ધ હતું-તેઓએ પ્રાયોપગમન–સંન્યાસ ધારણ કરી લીધો, તેથી તેમને તો અગ્નિનો ઘોર ઉપસર્ગ પણ આર્ત્તરૌદ્રધ્યાનનું કારણ ન થયો, ધર્મ ધ્યાનપૂર્વક દેહ છોડીને તેઓ સ્વર્ગમાં ગયા. દેવકૃત-મનુષ્યકૃતતિર્યંચકૃત કે કુદરતી ઉપજેલ એ ચાર પ્રકારનાં ઉપસર્ગ છે, તે મિથ્યાદષ્ટિ જીવોને તો આર્ત્તરૌદ્રધ્યાનનું કારણ થાય છે, પણ સમ્યગ્દષ્ટિ જીવોને કદી કુભાવનું કારણ થતા નથી. જેઓ સાચા જિનધર્મી છે તેઓ મરણ આવતાં પણ કાયર થતા નથી. ગમે ત્યારે ગમે તે પ્રકારે મરણ આવે તોપણ તેમને ધર્મની દઢતા જ રહે છે. અજ્ઞાનીને મરણ વખતે કલેશ થાય છે તેથી કુમરણ કરીને તે કુતિમાં જાય છે. અને જે જીવ સમ્યગ્દર્શન વડે શુદ્ધ છે, જેનાં પરિણામ ઉજ્જવળ છે તે જીવ સમાધિપૂર્વક મરણ કરીને સ્વર્ગમાં જાય છે, ને પરંપરા મોક્ષને પામે છે. જે જિનધર્મી છે તેને એવી ભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૧ રહે છે કે, આ સંસાર અનિત્ય છે, તેમાં જે ઉપજે છે તે જરૂર મરે છે, માટે અમને અખંડ બોધિસહિત સમાધિમરણ હો; ઉપસર્ગ આવી પડે તો પણ અમને કાયરતા ન થાઓ. આમ સમ્યગ્દષ્ટિને સદા સમાધિભાવના રહે છે. ધન્ય છે તે જીવોને કે અગ્નિની પ્રચંડ જવાળા વચ્ચે દેહ ભસ્મ થવા છતાં જેઓ સમાધિને છોડતા નથી; શરીરને તજે છે પણ સમતાને નથી જતા. અહો, સપુરુષોનું જીવન નિજ-પરના કલ્યાણ માટે જ છે; મરણ આવે તોપણ તેઓ કોઇ પ્રત્યે દ્વેષ ચિંતવતા નથી, ક્ષમાભાવ સહિત દેહ છોડે છે; એ જૈન સંતોની રીત છે. અરે દ્વીપાયન! જિનવચનની શ્રદ્ધા છોડીને તે તારો તપ પણ બગાડયો ને મરણ પણ બગાડ્યું; તે પોતાનો ઘાત કર્યો ને અનેક જીવોનો પણ પ્રલય કર્યો. દુષ્ટભાવને લીધે તું સ્વ-પરને દુઃખદાયી થયો. જે પાપી પરજીવોનો ઘાત કરે છે તે ભવ-ભવમાં પોતાનો ઘાત કરે છે. જીવ જ્યાં કષાયોને વશ થયો ત્યાં તે પોતાનો ઘાત કરી જ ચૂક્યો, - પછી બીજા જીવનો ઘાત તો થાય કે ન થાય, તે તેના પ્રારબ્ધને આધીન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર : જૈનધર્મની વાર્તાઓ છે. પણ આ જીવે તેનો ઘાત વિચાર્યો ત્યાં તેને જીવહિંસાનું પાપ લાગી ચૂકયું અને તે આત્મઘાતી થઇ જ ગયો. બીજાને હણવાનો ભાવ કરવો તે તો, ધગધગતો લોખંડનો ગોળો બીજાને મારવા માટે હાથમાં લેવા જેવું છે, એટલે સામો તો મરે કે ન મરે પણ પહેલાં પોતે તો દાઝે જ છે; તેમ કષાયવશ જીવ પ્રથમ તો પોતે પોતાને જ કષાયઅગ્નિવડે હણે છે. ક્રોધથી પરનું બૂરું કરવા ચાહનાર જીવ પોતે દુઃખની પરંપરા ભોગવે છે. માટે જીવે ક્ષમાભાવ રાખવો યોગ્ય છે. ક્રોધથી અંધ થયેલા દ્વીપાયન-તાપસે ભવિતવ્યતાવશ દ્વારાવતી નગરીને ભસ્મ કરી, તેમાં કેટલાય બાળકો-વૃદ્ધો-સ્ત્રીઓ-પશુઓ બળી ગયા; અનેક જીવોથી ભરલી તે નગરી છ મહિના સુધી આગમાં સળગતી રહી. અરે, ધિક્કાર આવા ક્રોધને-કે જે સ્વ-પરનો નાશ કરીને સંસાર વધારનારો છે. અરે, જુઓ તો ખરા આ સંસારની સ્થિતિ! બળદેવ અને શ્રી કૃષ્ણ, વાસુદેવ જેવા મોટા પુણ્યવંત પુરુષો કેવી મહાન વિભૂતિને પામ્યા, જેમની પાસે સુદર્શનચક્ર જેવા અનેક મહારત્નો હતા, હુજારો કેવો જેમની સેવા કરતા ને હજારો રાજા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૩ જેમને શિર નમાવતા, –ભરતક્ષેત્રના એવા ભૂપતિ પણ પુણ્ય ખૂટતાં રત્નોથી રહિત થઈ ગયા, નગરી ને મહેલો બધું બળી ગયું, સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો, માત્ર પ્રાણ એ જ જેનો પરિવાર રહ્યો, કોઈ દેવ પણ એમની દ્વારકાનગરીને બળતી બચાવી ન શક્યા; - એવા તે બન્ને ભાઈઓ અત્યંત શોકના ભારથી અને જીવવાની આશાથી પાંડવો પાસે જવા દક્ષિણ મથુરા તરફ ચાલ્યા. - જેમને પોતે રાજ્યમાંથી કાઢી મૂકેલા તેમના જ શરણે જવાનો વારો આવ્યો. – અરે અસાર સંસાર! તેમાં પુણ્ય-પાપના આવા વિચિત્ર ખેલ દેખીને હે જીવ! તું પુણ્યના ભરોસે બેસી ન રહીશ, શીધ્ર આત્મહિતને સાધજે. જન્મમાં કે મરણમાં, વળી સુખમાં કે દુ:ખમાં, સંસારમાં કે મોક્ષમાં, રે જીવ! તું તો એકલો. DE F હૃD) [ દ્વારકાનગરી ભસ્મીભૂત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ અને બળભદ્રનું શું થયું? તેમ જ પાંડવોનું શું થયું? તે હવેની કથામાં વાંચજો.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬૨ ] શ્રી કૃષ્ણનું મૃત્યુ અને પાંડવોનો વૈરાગ્ય દ્વીપાયન ઋષિના ક્રોધ વડે દ્વારિકા નગરી સળગીને ભસ્મીભૂત થઈ ગઈ. શ્રીકૃષ્ણ અને બલભદ્ર જેવા મહાન પરાક્રમી યોદ્ધાઓ તે નગરીને તો ન બચાવી શક્યા પણ પોતાના માતા-પિતાનેય નગરીની બહાર ન કાઢી શક્યા. અરે જુઓ તો ખરા, આ સંસારની સ્થિતિ! એમાં પુણ્યનો પણ શો ભરોસો ! બળદેવ-વાસુદેવ જેવા મોટા પુણ્યવંત પુરુષો, જેમની પાસે ત્રણખંડનું રાજ્ય, સુદર્શનચક્ર વગેરે મહાન વૈભવ, અચિંત્ય શરીરબળ અને હજારો દેવો તેમજ રાજાઓ જેમની સેવા કરનારા, –એવા મહાન ભૂપતિઓ પણ પુણ્ય ખૂટતાં રત્નોથી ને રાજ્યથી રહિત થઈ ગયા, દેવો દૂર ચાલ્યા ગયા, નગરી ને મહેલો બધુંય બળી ગયું. સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો; માત્ર પ્રાણ એ જ તેમનો પરિવાર રહ્યો... દ્વારિકાનગરીને બળતી મૂકીને બળભદ્ર અને શ્રીકૃષ્ણે દક્ષિણદેશ તરફ જઈ રહ્યા છે, ત્યાં વચ્ચે કૌશામ્બી નામનું ભયંકર વન આવ્યું, ત્યાં ઝાંઝવાનાં જળ ઘણા દેખાય પણ સાચું પાણી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૫ મળવું દુર્લભ. ખરે બપોરે એવા ભયંકર વનમાં આવ્યા, ત્યારે થાકેલા શ્રીકૃષ્ણને ખૂબ તરસ લાગીતે બળભદ્રને કહેવા લાગ્યા –હે બંધુ! મને ખૂબ પ્યાસ લાગી છે, પાણી વગર મારા હોઠ અને ગળું સૂકાય છે. હવે હું એક પગલુંય ચાલી શકું તેમ નથી. માટે મને જલ્દી ઠંડું પાણી પીવડાવો. જેમ અનાદિના સારરહિત સંસારમાં સંતપ્તજીવને સમ્યગ્દર્શનરૂપી જળની પ્રાપ્તિ થતાં તેનો ભવઆતાપ મટે છે, તેમ મને શીતળ જળ લાવી આપો જેથી મારી તરસ મટે. તરસના માર્યા શ્રીકૃષ્ણના મુખમાંથી ઊના-ઊના શ્વાસ નીકળતા હતા. અરેરે ! ત્રણખંડના ધણીને પાણીના સાંસા પડયા છે! બલભદ્ર દુઃખી થઈને અત્યંત સ્નેહથી કહે છે -હે હરિ! હે ભ્રાત! હે ત્રણખંડના તાત! હું હમણાં જ તમારે માટે શીતળ પાણી લાવું છું. ત્યાં સુધી જિનસ્મરણવડ તમારી તૃષા શાંત કરો. તમે તો જિનવાણીરૂપ અમૃતના પાન વડે સદાય તૃપ્ત છો. આ પાણી તો થોડા જ વખત સુધી તરસ મટાડે છે, પાછી તરસ લાગે છે, ત્યારે જિન-વચનરૂપી અમૃત તો સદાકાળ માટે વિષય-તૃપાને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૬ : જૈનધર્મની વાર્તાઓ મૂળમાંથી મટાડે છે. હૈ જિનશાસનના વેત્તા! તમે આ મોટા ઝાડની શીતળ છાયામાં આરામ કરો, ત્યાં હું શીઘ્ર પાણી લાવું છું. તમારા ચિત્તને શીતલ કરીને, શાંતભાવરૂપ નિજભવનમાં જિનેશ્વરને સ્થાપો. –આ પ્રમાણે મોટાભાઈ નાનાભાઈને ભલામણ કરીને પોતે તેના માટે પાણી શોધવા ગયા. કૃષ્ણના દુઃખથી તેનું ચિત્ત દુ:ખી છે, તે પોતાના ખેદને ભૂલી ગયા છે...એક કૃષ્ણની જ ચિંતા છે...તેને માટે પાણી લેવા ઘણે દૂર દૂર નીકળી ગયા. રસ્તામાં અનેક અપશુકન થયા પણ તે તેમણે ગણકાર્યા નહિ. આ બાજુ શ્રીકૃષ્ણ પોતાના મનમાં જિનેશ્વરનું સ્મરણ કરીને, ઝાડની છાયામાં પીતાંબર ઓઢીને સૂઈ ગયા... થાકયા-પાકયા એક પગ ઉપર બીજો પગ ઊંચો રાખીને સૂતા હતા... દૈવયોગથી તેમનો ભાઈ જરતકુમાર પણ ત્યાં આવી ચડયો; તે પાપી વનમાં એકલો રખડતો હતો ને શિકાર કરતો હતો. નેમપ્રભુના વચનની શ્રદ્ધા વગરનો તે જીવ, ભાઈ પ્રત્યેના અતિ સ્નેહને લીધે તેની રક્ષા અર્થે દ્વારકાથી દૂર દૂર ચાલ્યો જઈને વનમાં ફરતો હતો. પણ પ્રભુએ દેખેલું ભવિતવ્ય કોણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૭ મટાડી શકે ? જે વનમાં તે રહેતો હતો ત્યાં જ શ્રીકૃષ્ણ આવી ચડયા...શ્રીકૃષ્ણ ઓઢેલું લૂગડું હવાથી ફરકતું હતું તે દેખીને, તેને સસલાનો કાન સમજીને, પારધી જવા દુષ્ટ પરિણામી જરકુમારે બાણ છોડ્યું ને તે બાણથી હરિના પગનું તળિયું વીંધાઈ ગયું. ભાઈના હાથે જ ભાઈનો ઘાત થયો. દુર્નિવાર ભવિતવ્ય અંતે ભજીને જ રહ્યું! પગમાં બાણ લાગતાં જ શ્રીકૃષ્ણ એકદમ ઊયા, ને ચારે બાજા નજર કરી, પણ કોઇ નજરે ન પડ્યું. એટલે તેમણે અવાજ કર્યો કે અરે, આ નિર્જનવનમાં અમારો કોણ શત્રુ છે-કે જેણે મારો પગ વીંધ્યો? જે હોય તે પોતાનું નામ તથા કુળ કહો..કેમકે નામ-કુળ જાણ્યા વગર કોઇનો ઘાત ન કરવો એ મારી ટેક છે. માટે તમે કોણ છો? ને વિનાકારણ કયા વેરથી તમે મારા પ્રાણનો અંત કર્યો – તે કહો! ત્યારે જરતકુમારે જાણ્યું કે અરે! આ તો મૃગને બદલે કોઈ ઉત્તમ મનુષ્ય બાણથી હણાઈ ગયા છે..ખેદપૂર્વક પોતાનો પરિચય આપતાં તેણે કહ્યું કે આ પૃથ્વીમાં પ્રસિદ્ધ એવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ : જૈનધર્મની વાર્તાઓ જે હરિવંશ, -જે વંશમાં ભગવાન નેમનાથ અવતર્યા, જે વંશમાં શ્રીકૃષ્ણ થયા, તે હરિવંશમાં હું ઉપજ્યો છું...વાસુદેવ -જેઓ શ્રીકૃષ્ણના પિતા, તેમનો હું પુત્ર ભરતકુમાર છું. નેમનાથપ્રભુની વાણીમાં મેં સાંભળ્યું કે બારવર્ષે મારા હાથે મારા ભાઈ શ્રીકૃષ્ણનું મરણ થશે. તેથી શ્રીકૃષ્ણના મોથી હું તેની રક્ષા અર્થે નગર છોડીને આ અરણ્યમાં આવ્યો છું ને એકલો જમું છું....આ વનમાં મને બારવર્ષ વીતી ગયાં. (રે જીવ ! ભવિતવ્ય યોગે તું ગણતરી ભૂલ્યો...હજી બારવર્ષ પૂરા થયા ન હતા. જેમ દ્વારકાના નગરજનો અને દીપાયન પણ દૈવયોગે ગણતરી ભૂલ્યા હતા. તેમ.) જરતકુમાર કહે છે –આ વનમાં બારવર્ષથી હું એકલો ફરું છું, અત્યાર સુધી મેં આવા ઉત્તમપુરુષનાં વચન સાંભળ્યા નથી; માટે તમે કોણ છો ને અહીં કેમ આવ્યા છો? તે કહો. (અરે, જાઓ તો ખરા! પુણ્યયોગ ફરતાં શ્રીકૃષ્ણ જેવા મહાત્માની પણ એવી દશા થઈ ગઈ કે તેમનો ભાઈ પણ તેમને ઓળખી ન શક્યો..) શ્રીકૃષ્ણ સમજી ગયા કે અરે, આ તો મારા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૯ મોટા ભાઈ ભરતકુમાર છે! ભગવાને ભાખેલું ભવિતવ્ય કદી વૃથા થાય નહીં. શ્રીકૃષ્ણ જરકુમારને સ્નેહથી નજીક બોલાવ્યા..ભાઈ ! તમે અહીં આવો. નજીક આવતાં જરકુમારે જાણ્યું કે અરે, આ તો વાસુદેવ! મારા નાનાભાઈ ! મારા બાણથી તેઓ હણાઈ ગયા ! હાય! મને ધિક્કાર છે! એમ કહી ધનુષ-બાણ ફેંકી દીધા ને શ્રીકૃષ્ણના પગે પડયા. શ્રીકૃષ્ણ તેને હૈયે લગાડ્યા..અને અત્યંત શોકમાં ડૂબેલા તેને કહ્યું –હે વડીલ બંધુ! તમે શોક ન કરો, સર્વજ્ઞ ભાખેલું ભવિતવ્ય અલંધ્ય છે. મારા પ્રાણ માટે તો તમે રાજપાટ, સુખ-સમ્પદ છોડીને એકલા વનમાં રહ્યા, ભવિતવ્યતા નીવારવા માટે ઘણી કોશીશ કરી, પરંતુ ભવિતવ્યતા ટળી શકે નહીં. બહારમાં દૈવ જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે યત્ન શું કરી શકે? માટે તમે શોક છોડો, હવે સર્વજ્ઞભગવાનની શ્રદ્ધા રાખી, આ હિંસાદિ પાપને છોડો ને શ્રાવકનાં વ્રત ધારણ કરો. શ્રીકૃષ્ણનાં પ્રેમભર્યા વચનો સાંભળીને જરત્ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૦ : જૈનધર્મની વાર્તાઓ કુમારનું ચિત્ત કંઈક શાંત થયું, ને તેણે શ્રીકૃષ્ણને આ વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે ગળગળા થઈને કહ્યું હું ભાઈ! દ્વારિકાનગરી તો બળી ગઈ; જે વૈરાગ્યવંત જીવો ત્યાગી થઈ ને ચાલ્યા ગયા તેઓ બચ્યા, બાકી બધા ભસ્મ થઈ ગયા...આખા યાદવકુળનો નાશ થઈ ગયો...માતા-પિતાને પણ અમે બચાવી ન શક્યા. માત્ર અમે બે ભાઈ જ બહાર નીકળી શક્યા છીએ ને દક્ષિણ તરફ જતાં આ વનમાં આવ્યા છીએ... આખી દ્વારકાનગરીનો ને સમસ્ત યાદવકુળનો નાશ સાંભળીને જરતકુમાર ખૂબ વિલાપ કરવા લાગ્યો...અરે, ત્યાં આખી નગરીમાં યાદવો બળી ગયા, ને અહીં મારા હાથે તમારો ઘાત થયો! અરેરે ! હવે હું શું કરું? હું ક્યાં જાઉં? મારા ચિત્તનું સમાધાન કેમ થાય ? ભાઈના ઘાતથી મારો મહાન અપયશ થયો, મેં મહા પાપ બાંધ્યું ને હું ઘણો દુ:ખી થયો... એમ કહીને તે ખૂબ વિલાપ કરવા લાગ્યો... ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું:- હૈ ભ્રાત ! વિલાપ છોડો...આ સંસારમાં બધા જીવો પોતાના કર્મ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૧ અનુસાર જીવન-મરણ, સંયોગ-વિયોગ પામે છે, બીજો કોઈ મિત્ર કે શત્રુ તેને સુખ-દુઃખનો દાતા નથી. હું બંધુ ! બળદેવ મારા માટે પાણી લેવા ગયા છે. તેઓ આવી પહોંચે ત્યાર પહેલાં તમે અહીંથી શીઘ્ર ચાલ્યા જાઓ. જો તેઓ આવી પહોંચશે ને આ હાલત જોશે તો તેઓ ક્રોધિત થઈ ને કદાચિત્ તમને મારી નાંખે, તો આપણો વંશ જ ન રહે. આપણા વંશમાં તમે એકલા બચ્યા છો. માટે તમે શ્રાવકવ્રત ધારણ કરીને પાંડવો પાસે જાઓ અને તેમને બધી વાત કરો. તેઓ આપણા પરમ તિસ્વી છે, તેથી આપણા કુળની રક્ષા માટે તેઓ તમને રાજ આપશે. નિશાની તરીકે પોતાનો કૌસ્તુભમણિ શ્રીકૃષ્ણે આપ્યો ને કહ્યું કે આ ચિહ્નથી પાંડવો તમારો વિશ્વાસ કરશે ને તમારો આદર કરશે. આ મણિ ગુપ્ત રાખીને તમે લઈ જાજો –આમ કહી ક્ષમાભાવપૂર્વક શ્રીકૃષ્ણે તેને વિદાય આપી. જરતકુમારે પણ ક્ષમાભાવ કર્યો....ને તેના પગનું બાણ સાવધાનીપૂર્વક કાઢયું. હૈ દેવ! ક્ષમા કરજો –એમ કહીને તે વિદાય થયો... શ્રીકૃષ્ણને બાણના ઘાની ભયંકર વેદના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર : જૈનધર્મની વાર્તાઓ થઈ. અંત સમય જાણીને તેમણે પોતાનું મખ ઉત્તર તરફ કર્યું અને પલ્લવદેશમાં બિરાજમાન શ્રી નેમિનાથ જિનેન્દ્રને યાદ કરીને નમસ્કાર કર્યા.યાદવકુળના ઈશ્વર ભગવાન નેમિનાથના અનંતગુણોનું સ્મરણ કરી ફરીફરી નમસ્કાર કર્યા. પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યું. ત્રણકાળના તીર્થકરો – સિદ્ધો – સાધુઓ અને જિનધર્મ-તેમનું શરણ લઈ, પૃથ્વીના નાથ પૃથ્વી પર પોઢી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે મારા પુત્ર - પૌત્રો સ્ત્રી - બંધુઓ - ગુરુજનો વગેરે દ્વારિકા નગરી ભસ્મ થતાં પહેલાં જ સંસારથી વિરક્ત થઈ જિનમાર્ગને આરાધતા થકા તપ વિષે પ્રવર્યા તેઓ ધન્ય છે. અને અગ્નિનો ઉપદ્રવ થતાં હજારો રાણીઓ તથા પરિવાર પરમસમાધિયોગને ધારણ કરીને દેહ છોડી દેવલોકમાં ગયા, પણ અગ્નિના ઉપદ્રવથી કાયર ન થયા - તેઓ પણ ધન્ય છે. અપ્રત્યાખ્યાનને કારણે હું શ્રાવકનાં કે મુનિનાં વ્રત ન લઈ શક્યો, પણ કેવળ સમ્યકત્વને ધારણ કર્યું - તે જ મને સંસારસમુદ્રને તરવામાં હસ્તાવલંબરૂપ છે. જિનમાર્ગમાં મારી શ્રદ્ધા અત્યંત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૩ દઢ છે. હોનહાર તીર્થેશ્વર આવું શુભચિંતન કરતા હતા. પણ છેલ્લી ઘડીએ અંતસમયે પરિણામ જરા સંકલેશરૂપ થઈ ગયા અને દેહ છોડીને ત્રણ ખંડના નાથ મેઘાભૂમિ - પરલોક પધાર્યા. કૌશાંબીવનમાંથી તેઓ પરભવ સંચર્યા. અરે, તરસ છીપાવવા પાણી મંગાવ્યું....પણ તે પાણી આવતાં પહેલાં તો પ્રાણ છૂટી ગયા...આ ક્ષણભંગુર સંસારમાં આવા મહાપુરુષોનું શરીર પણ સ્થિર નથી તો બીજાની શી વાત ! રાજા રાણા છત્રપતિ, હાથીનકે અસવાર, મરના સબકો એકદિન, અપની અપની વાર. - અરે, ક્યાં ત્રણ ખંડપૃથ્વીનો રાજવૈભવ ! ને ક્યાં પાણી વગર નિર્જન વનમાં મૃત્યું ! પુણ્ય વખતે સેવા કરનારા હજારો દેવોમાંથી કોઈ દેવ એ તરસ્યા પ્રભુને પાણી પાવા ય ન આવ્યો ! સંયોગનો શો ભરોસો!! - થોડી વારે બળભદ્ર પાણી લઈને આવ્યા....આવીને જુએ છે તો શ્રીકૃષ્ણ નિશ્ચેષ્ટપણે સૂતા છે.તીવ્ર પ્રેમને લીધે, શ્રીકૃષ્ણના મૃત્યુની તો તેમને કલ્પનાય ક્યાંથી હોય ! તેમને તો એમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ : જૈનધર્મની વાર્તાઓ [જન્મમાં કે મરણમાં...રે જીવ! તું તો એકલો તરસ્યા શ્રીકૃષ્ણનો જરત્કુમારના બાણથી દેહવિલય, બળભદ્ર વ્યાકુળતથી કહે છેઃ અરે કૃષ્ણ ! તમને ઊંઘ આવી ગઇ!! ઊઠો...ભૈયા ! હું પાણી લઇને આવ્યો છું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૫ જ હતું કે થાકને લીધે શ્રીકૃષ્ણને ઊંઘ આવી ગઈ છે. શ્રીકૃષ્ણને જગાડવા તેણે હળવેથી કહ્યું - ઊઠોમૈયા! હું પાણી લઈને આવ્યો છું! પણ કોણ ઊઠે! કોણ બોલે ! ઘણો પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણ ન ઊઠ્યા...તેથી બળભદ્ર તેમને ખભે ઉપાડીને ચાલ્યા. શ્રીકૃષ્ણના વિયોગથી છ માસ સુધી બલભદ્રનું ચિત્ત ખૂબ ઉગમાં રહ્યું. અંતે તેનો સારથી કે જે મરીને સિદ્ધાર્થદવ થયો હુતો –તેણે આવીને સંબોધન કર્યું કે હે મહારાજ ! જેમ રેતીમાંથી તેલ નથી નીકળતું, પત્થર ઉપર ચોખા નથી ઊગતા, મરેલો બળદ ઘાસ નથી ખાતો, તેમ મૃત્યુ પામેલ મનુષ્ય ફરીથી સજીવન થતો નથી, તમે તો જ્ઞાની છો, માટે શ્રીકૃષ્ણનો મોહ છોડો ને સંયમ ધારણ કરો. સિદ્ધાર્થદવના સંબોધન વડે બળભદ્રનું ચિત્ત શાંત થયું ને સંસારથી વિરક્ત થઈ તેમણે જિનદીક્ષા લીધી; આરાધનાપૂર્વક સમાધિમરણ કરીને તેઓ સ્વર્ગમાં ગયા. બીજી તરફ જરકુમાર પાસેથી દ્વારકા નગરીના નાશના, તથા શ્રીકૃષ્ણના મૃત્યુના સમાચાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ : જૈનધર્મની વાર્તાઓ સાંભળીને પાંડવો એકદમ શોકમગ્ન થયા. તેમણે દ્વારકાનગરી ફરીથી નવી વસાવી અને શ્રીકૃષ્ણના ભાઈ જરત્કમાર (-કે જેના તીરથી શ્રીકૃષ્ણનું મૃત્યુ થયેલ ) તેને દ્વારિકાના રાજસિંહાસને બેસાડયા...તે વખતે નેમપ્રભુ તથા શ્રીકૃષ્ણના સમયની દ્વારકાનગરીની જાહોજલાલીનું સ્મરણ થતાં, અને હાલની દ્વારકાના બેહાલ જોતાં પાંડવો શોકાતુર બન્યાઃ તેઓ વૈરાગ્યથી એમ ચિંતવવા લાગ્યા કે અરે, આ દ્વારિકાનગરી દેવો દ્વારા રચાણી હતી છતાં તે પણ આજે બળીને ખાખ થઈ ગઈ. શ્રીકૃષ્ણ જ્યાં રાજ કરતા હતા, પ્રભુ નેમકુમાર જેની રાજસભામાં બિરાજતા હતા અને જ્યાં હંમેશા નવાનવા મંગલ ઉત્સવ થતા હતા તે નગરી આજે સુનસામ થઈ ગઈ. ક્યાં ગયા તે રુકમણિ વગેરે રાણીઓના સુંદર મહેલો ! અને ક્યાં ગયા તે હર્ષ ભરેલા પુત્રો વગેરે કુટુંબીજનો! ખરેખર કુટુંબ વગેરેનો સંયોગ ક્ષણભંગુર છે, તે તો વાદળાંની જેમ જોતજોતામાં વિલય થઈ જાય છે; સંયોગો તો નદીના વહેતા પ્રવાહ જેવા ચંચળ છે, તેને સ્થિર રાખી શકાતા નથી. સંસારની આવી વિનાશીક દશા દેખીને વિવેકી જીવ વિષયોના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૭ રાગથી વિરક્ત થઈ જાય છે. વળી તે ધર્માત્મા પાંડવકુમારો વૈરાગ્યથી સંસારનું સ્વરૂપ વિચારવા લાગ્યા કે – ખરેખર તો જે સ્ત્રી-પુત્ર-પૌત્ર વગેરેને જીવ પોતાનાં સમજે છે, તે પોતાનાં છે જ નહિં; જ્યાં આ નજીકનું શરીર પણ પોતાનું નથી ત્યાં દૂરનું પરદ્રવ્ય તો પોતાનું કેમ હોય? બાહ્યવસ્તુ પોતાની નથી છતાં તે બાહ્યવસ્તુમાં સુખ-દુ:ખ માનવા તે માત્ર કલ્પના છે. પોતાની ચીજ તો ખરેખર જ્ઞાનસ્વરૂપ આત્મા જ છે. વિષય-ભોગો, મૂર્ણ જીવને જ સુખકર લાગે છે; પણ ખરેખર તે નીરસ છે, અને તેનું ફળ દુઃખરૂપ છે. જે મૂઢજીવ તેના સેવનથી પોતાને સુખી માને છે તે છતી આંખે અંધ થઈને દુ:ખના કૂવામાં પડે છે ને દુર્ગતિમાં જાય છે. ધાધરની ખૂજલી જેવા ઇન્દ્રિયવિષયો પરિણામે દુઃખદાયક જ છે, અને તેનાથી જીવને કદી તૃપ્તિ મળતી નથી; તેના ત્યાગથી અને ચૈતન્ય સુખના સેવનથી જ તૃપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લીન જીવ પંચવિધ પરિવર્તનરૂપ દીર્ધ સંસારમાં ચક્કર લગાવે છે અને મિથ્યાત્વની વાસનાને લીધે પોતાના હિત-અહિતનો વિચાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ : જૈનધર્મની વાર્તાઓ કરી શકતો નથી, તથા ધર્મ તરફ તેને રુચિ જાગતી નથી. માટે મોક્ષ-સુખને ચાહુનારા ભવ્ય જીવોએ મિથ્યાત્વ અને સમસ્ત વિષય-કષાયોને છોડીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મનો ઉદ્યમ કરવો જોઇએ.' એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક વિચાર કરતાં-કરતાં તે પાંડવો દ્વારિકાથી પ્રસ્થાન કરીને પલ્લવદેશમાં આવ્યા ને ત્યાં બિરાજમાન શ્રી નેમિનાથતીર્થકરના દર્શન કર્યા તેમના કેવળજ્ઞાનની સ્તુતિ કરી; ને ધર્મની પિપાસાપૂર્વક તેમનો ઉપદેશ સાંભળ્યો. પ્રભુની દિવ્યવાણીમાં ચિદાનંદ તત્ત્વની સ્વાનુભૂતિનો તેમજ મોક્ષસુખનો અપૂર્વ મહિમા સાંભળીને તે પાંડવોનું ચિત્ત શાંત થયું. તેમને આત્મશુદ્ધિની વૃદ્ધિ થઈ. સંસારથી તેમનું ચિત્ત વિરક્ત થયું ને મોક્ષને સાધવા તેઓ ઉત્સુક થયા. તેઓ વિચારવા લાગ્યા - અરે, નેમિનાથ પ્રભુ જેવા તીર્થકરનો સાક્ષાત સુયોગ હોવા છતાં અત્યાર સુધી અમે અસંયમમાં રહ્યા ને તુચ્છ રાજ્યભોગો માટે મોટી લડાઈઓ કરી કરીને જીવન ગુમાવ્યું. અરે, શ્રીકૃષ્ણ જેવા ચક્રવતી રાજાનું રાજ પણ જ્યાં સ્થિર ન રહ્યું, દ્વારકાનગરી જોત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૯ જોતામાં નજર સામે સળગી ગઈ, ને કૃષ્ણ જેવા મહારાજા પાણી વગર વનમાં મૃત્યુ પામ્યા! આ સંસારમાં રાગ – પુણ્ય અને તેનાં ફળ એ બધાય અધ્રુવ ને અશરણ છે... જ્યાં પુણ્ય પણ જીવને શરણરૂપ નથી થતા ત્યાં બીજાની શી વાત ! -આ રીતે વૈરાગ્યચિત્તપૂર્વક પાંચ પાંડવો તેમજ દ્રૌપદી તથા માતા કૂન્તી અને સુભદ્રા, સૌ નેમપ્રભુના સમવસરણમાં બેઠા છે. બધાયનું ચિત્ત અસાર સંસારથી થાકી ગયેલું છે ને જિનદીક્ષા માટે તત્પર છે. ત્યારે યુધિષ્ઠિરે અત્યંત વૈરાગ્યપૂર્વક પ્રભુને વિનતી કરી - હે દેવ ! અમે પાંચે ભાઈઓના તેમજ દ્રૌપદીના પૂર્વભવ સાંભળવાની અમારી ઇચ્છા છે. અચિંત્ય વૈભવધારક પ્રભુની વાણીમાં તેમના પૂર્વભવની કથા આ પ્રમાણે આવીઃ * યુધિષ્ઠિર-ભીમ-અર્જુન, તમે ત્રણે ભાઈઓ પૂર્વભવમાં ચંપાપુરીમાં બ્રાહ્મણના પુત્રો હતાઃ ૧. સોમદત્ત ૨. સોમિલ અને ૩. સોમભૂતિ. * નકુલ - સહદેવ અને દ્રૌપદિ એ ત્રણે પૂર્વભવમાં અગ્નિભૂતિ બ્રાહ્મણની પુત્રીઓ હતી ૧. ધનશ્રી ૨. મિત્રશ્રી અને ૩. નાગશ્રી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) : જૈનધર્મની વાર્તાઓ * તે ત્રણે કન્યાના લગ્ન ઉપરોક્ત ત્રણ ભાઈઓ સાથે થયા હતા. એટલે યુધિષ્ઠિર અને નકુલ એ બન્ને ભાઈઓ પૂર્વભવમાં પતિ-પત્ની હતા; એ જ રીતે ભીમ અને સહદેવ એ બન્ને ભાઈઓ પૂર્વભવમાં પતિ-પત્ની હતા; તેમજ અર્જુન અને દ્રૌપદી પણ પૂર્વભવમાં પતિ-પત્ની હતા. હવે એકવાર તે પૂર્વભવમાં તે ત્રણભાઈઓનાં આંગણે ધર્મરુચિ મુનિરાજ પધાર્યા....બધાએ આદરપૂર્વક તેમને આહારદાન કર્યું....પરંતુ તે વખતે નાગશ્રીએ (દ્રૌપદીના જીવે) મુનિરાજનો અનાદર કર્યો અને અયોગ્ય આહાર દીધો...તેથી મુનિરાજનું તો સમાધિમરણ થયું. પરંતુ આ પ્રસંગ જાણીને ત્રણે ભાઈઓને ખૂબ દુઃખ થયું: અરેરે, અમારા આંગણે જિન-મુનિરાજનો અનાદર !' – આ રીતે વૈરાગ્ય પામી તે ત્રણે ભાઈઓએ જિનદીક્ષા લઈ લીધી ને આત્મસાધના કરીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી નીકળીને અહીં યુધિષ્ઠિર – ભીમ – અન તરીકે તમે અવતર્યા છો. તે ત્રણે ભાઈઓની ત્રણ પત્નીમાંથી નાગશ્રી સિવાયની બન્ને પત્નીઓએ પણ આર્થિકાવ્રત ધારણ કર્યા અને આત્મસાધનાપૂર્વક સ્વર્ગમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૧ ગયા. ત્યાંથી નીકળીને અહીં સહદેવ તથા નકુલ થયા છો. નાગશ્રીનો જીવ (જે અત્યારે દ્રોપદી છે તે) મુનિની વિરાધનાના દુષ્ટ ભાવને લીધે મરીને નરકે ગયો, પછી દષ્ટિવિષ નામનો ભયંકર સર્પ થઈને પાછો નરકમાં ગયો...પછી દીર્ધકાળ સુધી ત્રસસ્થાવરના અનેક ભવ કર્યા...ને ઘોર દુઃખો ભોગવ્યા. પછી પાપકર્મો કંઈક હળવા થતાં તે ચંપાપુરીમાં ચાંડાલ કન્યા થઈ; મુનિરાજ પાસે જૈનધર્મ સાંભળીને તેણે મધુ-માંસ વગેરેનો ત્યાગ કર્યો ને શુભભાવથી મરીને ચંપાપુરીમાં જ એક શેઠને ત્યા “સુકુમારી” નામની કન્યા થઈ; પણ તેનું શરીર કુરૂપ અને દુર્ગધી હતું, તેથી તેનો પતિ પણ તેનાથી અત્યંત દૂર રહેતો. આથી તે પોતાના દુર્ભાગ્ય ઉપર ખેદ કરતી હતી કે અરેરે, મેં પૂર્વભવમાં ધર્મનો અનાદર કર્યો ને પાપ બાંધ્યા તેથી મારો અનાદર થાય છે. આમ તે પોતાની નિંદા કરીને પશ્ચાત્તાપ તથા ઉપવાસ કરતી હતી. એકવાર તેના આંગણે આર્થિકાસંઘ આવ્યો; તેમાં બે આર્થિકા અત્યંત સુકોમળ અને નાની વયના હતા. તેમણે લગ્ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર : જૈનધર્મની વાર્તાઓ મંડપમાં જ જાતિસ્મરણ થતાં વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લીધી હતી. તેમની કથા સાંભળીને સુકુમારી (નાગશ્રી અથવા દ્રૌપદીના જીવ) નું ચિત્ત પણ સંસારથી વિરક્ત થયું..ને આત્મજ્ઞાન વગર માત્ર વૈરાગ્યથી તેણે અર્જિકાવ્રત ધારણ કર્યું. એક વખત તેણે વસંતસેના નામની વેશ્યાને વૈભવના ઠાઠમાઠ સહિત જતી દેખી, પાંચ કામીપુરુષો તેની સેવા કરી રહ્યા હતા. તેનો આ ઠાઠમાઠ જોઈને અજ્ઞાનથી તે સુકુમારી - અજિંકાએ એવું નિદાન કર્યું કે મને પણ ભવિષ્યમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત હો ! ત્યાંથી મરીને તે સ્વર્ગમાં ગઈ; સોમદત્તનો (અર્જુનનો) જીવ જે પૂર્વભવમાં તેનો પતિ હતો ને સ્વર્ગમાં ગયો હતો, તેની તે દેવી થઈ ...અને ત્યાંથી નીકળીને અહીં દ્રૌપદી તરીકે અવતરી છે. પૂર્વે અશુભ નિદાન કરેલ તેના ઉદયને લીધે, તે સતી (માત્ર અર્જુનની પત્ની) હોવા છતાં પાંચભર્તારી' તરીકે લોકમાં પ્રસિદ્ધ થઈ. પણ હવે તેનું ચિત્ત સંસારથી ઉદાસીન થઈને ધર્મમાં લાગ્યું છે. પ્રભુશ્રી નેમનાથ તીર્થકરની સભામાં આ રીતે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૩ પોતાના પૂર્વભવોનું વર્ણન સાંભળતા તે પાંડવોનું તેમ જ દ્રૌપદીનું ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થયું ને વિશુદ્ધ પરિણામપૂર્વક પ્રભુસન્મુખ જિનદીક્ષા ધારણ કરી અહા, યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલ સહદેવ એ પાંચે ભાઈઓ જૈનમુનિ થઈને, આત્મધ્યાનમાં લીન થયા ને પંચ પરમેષ્ઠીપદમાં શોભવા લાગ્યા. એમને દેખીને સૌ આશ્ચર્ય પામ્યા...દેવો પણ આનંદપૂર્વક ઉત્સવ કરવા લાગ્યા. એ જ વખતે દ્રૌપદીએ તેમ જ માતા કુન્તા અને સુભદ્રાએ પણ રાજિમતી-અર્થિકાની સમીપ જઈને દીક્ષા ધારણ કરી. ત્યારબાદ વિહાર કરતાં-કરતાં એ પાંડવ મુનિવરો સૌરાષ્ટ્ર દેશમાં આવ્યાં. નેમપ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનારની યાત્રા કરી...વૈરાગ્યભૂમિ સહસ્ત્ર આમ્રવનમાં થોડા દિવસ રહીને આત્મધ્યાનની ઉગ્રતા વડે વીતરાગતાની વૃદ્ધિ કરી...પછી શત્રુંજય-સિદ્ધક્ષેત્ર ઉપર આવીને અડોલપણે આત્મધ્યાન કરવા લાગ્યા. અહીં, પરમેષ્ઠીપદમાં ઝૂલતા એ પાંચ-પાંડવ મુનિવરો પંચપરમેષ્ઠી જેવા જ શોભતા હતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ : જૈનધર્મની વાર્તાઓ કેવા હશે પાંડવ મુનિરાજ.. અહો ! એને વંદન લાખ. રાજપાટ ત્યાગી વસ્યા ઉન્નત પર્વતમાં, જેણે છોડ્યો સ્નેહીઓનો સાથ... અહો ! એને વંદન લાખ... સમ્યગ્દર્શનશાન ચારિત્રો ધારક કરે કર્મોને બાળી ખાખ... અહો ! એને વંદન લાખ.... . છે. '' • - -- B RT Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૫ શત્રુંજય ઉપ૨ ધો૨ ઉપસર્ગની વચ્ચે પાંડવમુનિવરોએ ભાવેલી વૈરાગ્ય ભાવના શત્રુંજય ઉપર પાંચ પાંડવ મુનિવરો યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલ-સહદેવ સંસારથી વિમુખ થઇને, આત્મસ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરીને ધ્યાનમાં શુદ્ધાત્માને ધ્યાવતા હતા...શત્રુ મિત્ર પ્રત્યે તેમને સમભાવ હતો...તે વખતે દુર્યોધનના દુષ્ટ ભાણેજે તેમને દેખ્યા...ને ‘ આ લોકોએ જ મારા મામાને માર્યા છે' એમ વિચારી વેરબુદ્ધિથી બદલો લેવા તે તૈયાર થયો. તે દુષ્ટજીવે ભયંકર ક્રોધપૂર્વક લોખંડના ધગધગતા મુગટ વગેરે દાગીના મુનિવરોના મસ્તક પર પહેરાવીને અગ્નિનો ઘોર ઉપસર્ગ કર્યો... ધગધગતા લોહમુગટથી મુનિવરોનું મસ્તક સળગવા લાગ્યું... હાથ-પગ બળવા લાગ્યા... આવા ઘોર ઉપસર્ગની વચ્ચે પણ નિંજસ્વરૂપથી ડગ્યા વગર તેમણે બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કર્યું અને યુધિષ્ઠિરભીમ-અર્જુન એ ત્રણ મુનિવરોએ તો તે જ વખતે નિર્વિકલ્પ શુદ્ધોપયોગપૂર્વક ક્ષપક શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને મોક્ષ પામ્યા. બાકીનાં નકુલ અને સહદેવ એ બે મુનિવરોને પોતાના ભાઈઓ સંબંધી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ : જૈનધર્મની વાર્તાઓ સહેજ વિકલ્પ થઈ જવાથી તેઓ કેવળજ્ઞાન ન પામ્યા, પણ વૈરાગ્યભાવનાપૂર્વક “સર્વાર્થસિદ્ધિ નામના સૌથી ઊંચા દેવલોકમાં ગયા. ત્યાંથી નીકળીને તેઓ મોક્ષ પામશે. શેત્રુંજય-સિદ્ધક્ષેત્ર ઉપર ઉપસર્ગ વખતે પાંડવ મુનિવરોએ જેવી ઉત્તમ ભાવનાઓ વડે આત્મકલ્યાણ કર્યું તેવી વૈરાગ્યભાવના દરેક મુમુક્ષુજીવે ભાવવા જેવી છે, તેથી “પાંડવપુરાણ' અનુસાર તે વૈરાગ્ય ભાવનાઓ અહીં આપીએ છીએ. પ્રથમ તો, અગ્નિ વડે સળગતા શરીરને દેખીને તે ધીરવીર પાંડવોએ ક્ષમારૂપી જળનું સીંચન કર્યું પંચપરમેષ્ઠી અને ધર્મના ચિંતન વડે તેઓ આત્મધ્યાનમાં ઠર્યા, આત્મામાં ક્રોધાગ્નિને પ્રવેશવા ન દીધો, તેથી તેઓ બળ્યા નહિ. તેઓ જાણતા જ હતા કે આ અગ્નિ કાંઈ અમારા આત્માને તો બાળી શકતો નથી, કેમકે આત્મા તો દેહથી ભિન્ન શુદ્ધ - ચૈતન્ય સ્વરૂપ, અરૂપી છે. અગ્નિ આ મૂર્તિકશરીરને ભલે બાળે, તેમાં અમારું શું નુકશાન છે? અમે તો ધ્યાનવડે શાંતચૈતન્યમાં ઠરવું. આ પ્રમાણે શરીરથી ભિન્ન આત્માના ચિંતન વડે મહાન ઉપસર્ગ – વિજયી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૭ પાંડવ-મુનિરાજોએ ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ કર્યો બહારમાં શરીર સળગતું હતું ને અંદરમાં ધ્યાનઅગ્નિ વડે કર્મો ભસ્મ થતા હતા; તે વખતે તે પાંડવ મુનિવરો નીચે પ્રમાણે બાર વૈરાગ્યભાવનામાં તત્પર હતા. (૧) અનિત્ય ભાવના સંસારમાં જીવન ક્ષણભંગુર છે. વાદળાની જેમ જોતજોતામાં તે વિલીન થઈ જાય છે. ધન-દોલત-મકાન-કુટુંબશરીર જે કાંઈ દેખાય છે તે બધું નથર છે. ભોગપભોગો અનિત્ય છે, તેઓ કોઈની સાથે કાયમ નથી રહેતા; માન પુણ્યશાળી ચક્રવાતને પણ જ્યાં સુધી પુણ્યનો ઉદય રહે છે. ત્યાં સુધી જ તે સામગ્રી રહે છે, પુણ્ય જતાં તો તે પણ રફુચક્કર થઈ જાય છે. જગતમાં એક પોતાનો આત્મા જ એવી ચીજ છે કે જે સદા શાશ્વત રહે છે, જેનો કદી વિયોગ થતો નથી. માટે હું આત્મા! તું સમસ્ત બાહ્ય વસ્તુઓથી મમત્વ હઠાવીને સ્વમાં જ સ્થિર થા...એ જ ચીજ તારી છે. લક્ષ્મી-શરીર સુખ-દુ:ખ અથવા શત્રુ-મિત્ર જનો અરે ! જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ-આત્મક જીવ છે. - ભરત ચક્વર્તી જેવા છખંડના ધણી પણ જ્યાં નિત્ય નથી રહ્યા તો પછી અરે જીવ! તું કોનાથી સ્નેહ કરે છે! – કોને પોતાનું સમજે છે! પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મા સિવાય બીજી કોઈપણ ચીજને પોતાની સમજવી તે ફક્ત જીવની મૂર્ખતા જ છે. માટે એવી વ્યર્થ વિકલ્પજાળમાં ન પડતાં, તું આત્મચિંતનમાં લાગ, તેમાં જ જીવનની સાર્થકતા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ : જૈનધર્મની વાર્તાઓ (૨) અશરણ ભાવના જેમ ભૂખ્યા સિંહના પંજામાં પડેલા હરણના બચ્ચાંની કોઈ રક્ષા નથી કરી શકતું, તેમ મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીની પણ કોઈ રક્ષા નથી કરી શકતું. કોઈ એમ કહે કે અમે તો લોખંડના મકાનમાં રાખીને, શસ્ત્રથી, ધન વગેરેથી જીવનની રક્ષા કરી દેશું! અથવા કોઇ ઔષધમંત્ર-તંત્રથી જીવનને બચાવી દેશું ! તો – તો તેનું એ કથન માત્ર બકવાદરૂપ છે. વાસ્તવમાં, જેનું આયુષ્ય પૂરું થયું તેની રક્ષા કોઈ કરી શકતું નથી. કોઈ દેવ, કોઈ ઈન્દ્ર કે સુરેન્દ્ર વગેરે રક્ષા કરે છે એ પણ કથનમાત્ર છે, કેમકે તેઓ જ્યાં પોતે પોતાની જ રક્ષા કરી શકતા નથી તો બીજાની રક્ષા ક્યાંથી કરશે! અનિત્યતારૂપે સદાય પરિણમતા પદાર્થને કોઈ રોકી શકવા સમર્થ નથી. માટે હું આત્મા! તું એ બધાના શરણની બુદ્ધિ છોડ અને તારા અવિનાશી ચૈતન્યરૂપ આત્માનું શરણ લે; એ જ તારું સાચું શરણ છે. (૩) સંસાર ભાવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવરૂપ પંચવિધ સંસારમાં આ આત્મા નિજસ્વરૂપને સમજ્યા વિના ચક્કર લગાવી રહ્યો છે, ક્યારેક એક ગતિમાં તો ક્યારેક બીજી ગતિમાં, ક્યારેક રાજા તો ક્યારેક રંક, ક્યારેક દેવ તો ક્યારેક નારકી, ક્યારેક દ્રવ્યલિંગી સાધુ તો ક્યારેક કપાઈ, -એમ બહુરૂપી થઈને ઘૂમી રહ્યો છે; પંચવિધ પરાવર્તનમાં એકેક પરાવર્તનનો અનંતકાળ છે; તે પંચપરાવર્તન આ જીવે એક જ વાર નહિ પણ અનંતવાર પૂરા કર્યા છે, તોપણ વિષય લાલસાથી તેનું ચિત્ત તૃપ્ત ન થયું, તો હવે કેમ થશે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૯ સ્વવિષયને ભૂલીને તું સદાય અતૃપ્તપણે જ મર્યો છે. માટે હે આત્મા! હવે તું વિષયલાલસા છોડીને આત્મસ્વરૂપમાં તારા ચિત્તને જોડ. આ દુઃખમય સંસારચક્રથી છુટવાનો સાચો ઉપાપ ફક્ત આ એક જ છે કે તું બાહ્ય વિષયોના મોહને છોડીને આત્મધ્યાનમાં લીન થા. (૪) એકત્વ ભાવના આ જીવ એકલો જ આવે છે. એકલો જ જન્મમરણનાં દુઃખો ભોગવે છે, એકલો જ ગર્ભમાં આવે છે, એકલો જ શરીર ધારણ કરે છે, એકલોજ બાળક-યુવાનવૃદ્ધ થાય છે અને એકલો જ મરે છે. આ જીવને સુખમાં કે દુઃખમાં કોઈપણ સાથી નથી. અરે જીવ! જે કુટુંબ વગેરેને તું તારાં સમજે છે તે ખરેખર તારાં નથી; કુટુંબ વગેરે તો દૂર રહો, પણ મમતાથી જે શરીરને તે પુષ્ટ કર્યું અને જેની સાથે ચોવીસે કલાક રહ્યો તે શરીર પણ સાથે નથી આવતું, તો બીજું કોણ સાથે આવશે! માટે હું આત્મા! તું કેમ બીજાને માટે પાપનો બોજ તારા શિર ઉપર બાંધી રહ્યો છે? તું સદા એકલો જ છો, માટે બધાનો મોહ છોડીને એક તારા આત્માને જ ચિંતવ.જેથી તારું હિત થાય. જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. (કોણ ભાવે છે આ વૈરાગ્ય ભાવના? શત્રુંજય ઉપર જેમને ઘોર ઉપસર્ગ થઈ રહ્યો છે તેવા પાંડવમુનિવરો આ બાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ : જૈનધર્મની વાર્તાઓ ભાવના ભાવી રહ્યા છે. શરીર અગ્નિમાં બળી રહ્યું છે ને આત્મા શાંતિમાં ઠરી રહ્યો છે. તે વખતની આ ભાવનાઓ છે.) (પ) અન્યત્વ ભાવના જળ અને દૂધની માફક શરીર અને આત્માનો મેળ દેખાય છે, પણ જેમ ખરેખર દૂધ અને પાણી જુદા જ છે, તેમ વાસ્તવમાં આત્મા અને શરીર જુદા જ છે. હું આત્મા! તેમને એકમેક સમજવા તે તો ભૂલ છે. તારો તો જ્ઞાયકભાવ છે, ચારિત્ર ભાવ છે; રત્નત્રયસ્વરૂપ આત્મા જ તારો છે. માટે કોઈ અન્યના આશ્રયે શાંતિ થશે એવી આશા છોડીને તું તારા એકત્વસ્વરૂપમાં જ આવ. તારી એકતાથી તારી શોભા છે, અન્યથી તારી શોભા નથી. અન્યથી ભિન્ન અનન્યસ્વરૂપ આત્માને ભાવ. (૬) અશુચિ ભાવના આ શરીર તો અશુચિનો પટારો છે, માંસ-હાડકા-લોહપરૂ વગેરેમાંથી બનેલું છે, તેના નવદ્વારમાંથી ધૃણા જનક મેલ વહ્યા કરે છે; ચંદનાદિ ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ પણ આ શરીરનો સંબંધ થતાં જ દૂષિત થઈ જાય છે. તો પછી અરે આત્મા! તું આવા અશુચિના સ્થાનરૂપ શરીર ઉપર મોહ અને પ્રેમ કેમ કરે છે!!– એ તારી મોટી ભૂલ છે કે તું મલિન દેહમાં મૂર્ણાઈ રહ્યો છે. ક્યાં તો તારું નિર્મળ સ્વરૂપ ને ક્યાં એનો મલિન સ્વભાવ! માટે શરીરને ય સમજીને તું શીધ્ર તેના ઉપરથી મોહ છોડ, તથા રાગાદિ કષાયોને પણ પવિત્ર ચેતનથી વિરુદ્ધ અપવિત્ર જાણીને છોડ; અને તારી પવિત્ર જ્ઞાનગંગામાં સ્નાન કરીને પાવન થા.. એમાં તારી બુદ્ધિમત્તા છે...એમાં જ કલ્યાણ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૮૧ (૭) આસ્રવ ભાવના દરિયામાં રહેલી છેદવાળી નૌકામાં જેમ સતત પાણી ભરાઈને તેને ડૂબાડે છે, તેમ મોહરૂપી છિદ્ર દ્વારા આત્મામાં કર્મો આવ્યા કરે છે ને તેને સંસાર-સમુદ્રમાં ડૂબાડે છે. તે કર્મો આવવાનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. તે ઉપરાંત કષાયનો નાનો કણ પણ જીવને કર્મનો આસ્રવ કરાવે છે. માટે હે જીવ! તું ચૈતન્યમાં લીનતા વડે વીતરાગ થઈને સર્વે આગ્નવોને રોક, અને નિરાગ્નવી થા એમ કરવાથી જ તારી આત્મનૌકા આ ભવસમુદ્રથી પાર થશે, ને તારું કલ્યાણ થશે. (૮) સંવર ભાવના કર્મના આસ્રવને અટકાવવો તે સંવર છે. સમ્યગ્દર્શનપૂર્વકના આત્મધ્યાનથી તે સંવર થાય છે. પ્રથમ જ સમ્યગ્દર્શન માત્રથી જ મિથ્યાત્વાદિ અનંત સંસારનો સંવર થઈ જાય છે. સંવર થતાં ફરીને આ આત્મા સંસારમાં ભટકતો નથી; તેને મોક્ષનો માર્ગ મલી જાય છે. માટે હું આત્મા! ટ્વે તું સંસારના ઝંઝટોને છોડીને તે પુનિત સંવરનો આશ્રય કર. મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યકત્વ - આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ભવચક્રમાં ભમતાં કદી, ભાવી નથી જે ભાવના, ભવનાશ કરવા કાજ હું ભાવું અપૂરવ ભાવના. અહો! ભવનાશ કરનારી, અપૂર્વ આત્મભાવના આ ક્ષણે જ ભાવો. ઉપયોગસ્વરૂપ આત્માને અનુભવમાં લઈને સમસ્ત પરભાવોને નષ્ટ કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ : જૈનધર્મની વાર્તાઓ (૯) નિર્જરા ભાવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપદ્વારા કર્મોની નિર્જરા થાય છે. જેમ ધગધગતા અગ્નિ દ્વારા કડાઈનું બધું પાણી શોષાઈ જાય છે, તેમ ઉગ્ર આત્મભાવનાને પ્રતાપથી વિકાર બળી જાય છે ને કર્મો ઝરી જાય છે. નિર્જરા બે પ્રકારની છે –સવિપાક અને અવિપાક; તેમાં વિપાક નિર્જરા તો બધા જીવોને થાય છે; મોક્ષના કારણરૂપ અવિપાક નિર્જરા સમ્યગ્દષ્ટિ, વ્રતધારી, મુનિઓને જ થાય છે અને તે જ આત્માને કાર્યકારી છે. માટે હું આત્મા! તું આત્મધ્યાનથી ઉગ્રતાવડે અવિપાક નિર્જરાને આચર, કે જેથી પચમજ્ઞાની થતાં તને વાર ન લાગે. અહો ! સમ્યગદર્શન થતાં જ અનંતી નિર્જરા શરૂ થઈ જાય છે, ને ધ્યાનવડ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. પરમાત્મ-સ્વભાવનું સમ્યગ્દર્શન પણ ધીમે ધીમે આઠેય કર્મોને બાળીને ખાખ કરી નાખે છે, તો તેના ધ્યાનમાં એકાગ્રતારૂપ શુદ્ધોપયોગથી તો કર્મનો નાશ થતાં શું વાર લાગે ? આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. (૧૦) લોક ભાવના અનંતા જીવ-અજીવના સમૂહરૂપ આ લોક (જગત) કોઈએ બનાવેલ નથી, કોઈ તેનો નાશ કરી શકતું નથી, અને કોઈએ તેને ધારણ કરી રાખ્યો નથી; એ તો અનાદિસિદ્ધ અકૃત્રિમ નિરાલંબી છે. અનંત અલોકની વચમાં જેમ આ લોક કોઈ આલંબન વગર રહેલો છે, તેમ લોકમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૮૩ મારો આત્મા પણ કોઈના આલંબન વગરનો છે; માટે પરાલંબીબુદ્ધિ છોડીને હું મારા આત્માને જ અવલંબુ છું–ક જેથી મારી લોકયાત્રા પૂરી થાય, અને લોકનું સર્વોત્કૃષ્ટ સ્થાન મને મળે. કેડ ઉપર હાથ ટેકવીને અને પગ પહોળા કરીને ઊભેલા પુરુષની સમાન આ લોકનો આકાર છે. એવા આ લોકમાં જીવ સમ્યગ્દર્શન અને સમભાવ વિના જ અનંતકાળથી આમ-તેમ ઘૂમી રહ્યો છે. માટે હું આત્મા ! તું ઉર્ધ્વ-મધ્ય ને અધોલોકનું વિચિત્ર સ્વરૂપ વિચારીને, લોકમાં સર્વોત્કૃષ્ટ મહિમાવંત એવા તારા આત્મામાં સ્થિર થા, કે જેથી તારું લોકભ્રમણ અટકીને સ્થિર સિદ્ધદશા પ્રગટે. લોકનો એક પણ પ્રદેશ આઘો-પાછો થતો નથી; તેમજ લોકમાંના જીવ-અજીવ દ્રવ્યોની સંખ્યામાં એકનો પણ વધારો કે ઘટાડો થતો નથી. (૧૧) બોધિ દુર્લભ ભાવના જીવને મનુષ્યપર્યાય, ઉત્તમકૂળ, નીરોગશરીર, દીર્ઘ આયુષ્ય, જૈનશાસન, સત્સંગ અને જિનવાણીનું શ્રવણ-એ બધુંય મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. ભાગ્યવશાત એ બધું મળવા છતાં ધર્મબુદ્ધિ જાગવી તે દુર્લભ છે. એ બુદ્ધિ જાગ્યા પછી અંતરમાં સમ્યકત્વનું પરિણમન થવું તે પરમદુર્લભ - અપૂર્વ છે. સમ્યકત્વ પછી મુનિધર્મને ધારણ કરવો તે દુર્લભ છે. અને મુનિધર્મ પછી સ્વરૂપમાં સ્થિર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે સૌથી દુર્લભ છે. માટે હું આત્મા! તું આ મહા દુર્લભ યોગને પામીને હવે અતિ અપૂર્વ એવા આત્મબોધને માટે પ્રયત્નશીલ થા. તે પરમદુર્લભ હોવા છતાં શ્રી ગુરુચરણના પ્રસાદથી આત્મરુચિના બળે તને તે સહજ સુલભ થઈ જશે. સમ્યક્ત્વાદિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ : જૈનધર્મની વાર્તાઓ રત્નત્રય પ્રગટ કરવા તે જ સાચો લાભ છે, તે જ સાચું સુખ છે. રત્નત્રય પ્રગટ કરતાં જીવનો બેડો ભવથી પાર થઈ જાય છે. પરમ દુર્લભ સમ્યકત્વરૂપી બાણ વગર જીવયોદ્ધો સંસારમાં ઘૂમી રહ્યો છે. જેમ યોદ્ધા પાસે કામઠું હોય પણ જો બાણ ન હોય તો તે લક્ષ્યને વેધી શકતો નથી, તેમ જીવયોદ્ધા પાસે વ્રત અને જ્ઞાનના ઉઘાડરૂપી કામઠું હોય પણ જો લક્ષ્યવેધક બાણ એટલે કે ચૈતન્યને લક્ષમાં લેનારું સમ્યકત્વ ન હોય તો તે મોહને વીંધી શકતો નથી, ને સંસારથી છૂટી શકતો નથી. માટે હે જીવ! તું સમ્યકત્વરૂપી તીર્ણ તીરને પામીને હવે મોહને સર્વથા ભેદી નાંખ, –જેથી સંસારની જેલમાંથી છુટકારો થઈ જાય, ને મોક્ષસુખ પ્રગટે. (૧૨) ધર્મભાવના સમ્યગ્દર્શનાદિરૂપ જે ધર્મ છે તેનાથી આ જીવને સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મ તો આત્માના તે ભાવનું જ નામ છે કે જે આત્મભાવ જીવને દુઃખથી છોડાવીને સુખરૂપ શિવધામમાં સ્થાપે. માટે હે આત્મા! તું ભાવમોથી ઉત્પન્ન થયેલા વિકલ્પોને છોડીને શુદ્ધ ચૈતન્યરૂપ તારા આત્માનું દર્શન કરીને તેમાં લીન થા; એ જ ધર્મ છે અને તે જ તને સુખરૂપ છે. આ સિવાય સંસારમાં જે વિવિધ પાંખડોરૂપ ધર્મ દેખાઈ રહ્યા છે તે વાસ્તવમાં ધર્મ નથી. તું એ વાત બરાબર સમજી લે અને નિશ્ચય કરી લે કે આત્માનો શુદ્ધઉપયોગ તે જ ધર્મ છે, અને એવા ધર્મને ધારણ કરવાથી જ અચલસુખ અનુભવાય છે. –આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાઓ ભાવીને સમસ્ત સંસારભાવોથી વિરક્ત થઈને તે પાંડવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૮૫ મુનિવરો ચૈતન્ય અનુભવમાં લીન થયા; યુધિષ્ઠિર ભીમ-અર્જુન એ ત્રણે મુનિવરો શુદ્ધોપયોગની ઉગ્રતા વડ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ, ઘાતિકર્મોનો ઘાત કરી, અંતઃકૃત કેવળી થયા ને સિદ્ધાલયમાં જઈ બિરાજ્યા. અત્યારે પણ તેઓ શત્રુંજય : @ છે ' @ એ તો guછે I ! ' ' k) , | , ,, :* છે | | . . જી II કે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ : જૈનધર્મની વાર્તાઓ ઉપરના સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે, તેમને નમસ્કાર હો. બીજા બે ભાઈઓ એકાવતારી થઈને સર્વાર્થસિદ્ધિ” માં ગયા. ઘોર ઉપસર્ગ વખતે શત્રુંજય ઉપર જેવી વૈરાગ્યભાવના પાંડવોએ ભાવી તેવી આપણે સૌએ ભાવવા જેવી છે, કેમકે વૈરાગ્યભાવનારૂપી માતા અને ભેદવિજ્ઞાનરૂપી પિતા – તે સિદ્ધિના જનક છે. ગમે તેવા ઘોર ઉપદ્રવમાં પણ વૈરાગ્યભાવના એ જ શાંતિનો સાચો ઉપાય છે. સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા... અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. '' ' * * * : Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૮૭ કમત સાથે ત સૉ ધાર્મિક કોયડા રક પાસ શ્રી પઠાન પ્રતિ પદ્મા મધ પા A બર્ડ આ નાનકડું સચિત્ર પુસ્તક આનંદપૂર્વક અનેકવિધ જ્ઞાન કરાવે છે...સાધર્મી જનોને સાથે મળીને ચર્ચા કરવા માટે તેમજ બાળકોને નવું નવું જ્ઞાન આપવા માટે ખૂબ જ ઉપયોગી છે...ને સાવ સસ્તી કિંમત છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ : જૈનધર્મની વાર્તાઓ સિંહ, હાથી ને વાંદરો ધર્મકથા કરી રહ્યા છે. વાર્તા તો સૌને ગમે તેમાં પણ “જૈનધર્મની વાર્તાઓ તો વીતરાગતાનો ઉપદેશ આપીને આત્મજ્ઞાન કરાવે છે ને જીવને ભગવાન બનાવે છે, તેથી તે હિતકારી છે. આ ત્રણે જીવો ધર્મકથા સાંભળવાના પ્રતાપે મોક્ષ પામ્યા છે, ને તેમાંય સિંહ અને હાથી તો તીર્થકર થયા છે. ૨૪ તીર્થકર ભગવંતોના જીવનચરિત્રમાં તમને આ બધી વાત જાણવા મળશે. અમે તે અદ્દભુત – સુંદર પુસ્તક તૈયાર કરી રહ્યા છીએ.થોડી રાહ જુઓને ત્યાં સુધીમાં વાંચો જૈનધર્મની વાર્તાઓ ભાગ ૧ થી ૫ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * અમારા પ્રકાશનો પૂ. શ્રી કહાન ગુરની સ્મૃતિમાં અમે “શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન શરૂ કર્યું છે. તેમાં બધા પુસ્તકો જેમ બને તેમ ઓછી કિંમતે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલ પુસ્તકોની યાદી નીચે મુજબ છે૧. પૂ. શ્રી કાનજી સ્વામીનાં મંગલ વચનામૃત પ્રથમ શતક 2. વૈરાગ્ય - અનુપ્રેક્ષા (ભગવતી આરાધનામાંથી) 3. પરમાત્મપ્રકાશ તથા આત્મભાવના.... 4-5. સુવર્ણનો સૂર્ય (વચનામૃત બીજાં શતક ) રંગબેરંગી ચિત્રો - હસ્તાક્ષરો સહિત 6. જૈનધર્મની વાર્તા ભાગ-૧ (બીજી આવૃત્તિ) 8-9. જૈનધર્મની વાર્તા ભાગ 2-3-4 દરેકના 10-11 ઉપદેશ સિદ્ધાંતરત્નમાલા તથા રત્નકરંડા - શ્રાવકાચાર (ગુજરાતી ભાષાંતર) 12-13 મંગલવચનામૃત (શતક ત્રીજું) તથા આત્મશાંતિના મંત્ર તથા ગુરુદેવની અંતિમક્ષણનું સંભારણું 14. જૈનધર્મની વાર્તા ભાગ-૫.... .... ... 15. જૈનધર્મના એકસો કોયડા......... પત્ર વ્યવહારનું સરનામું - શ્રી કહાનસ્મૃતિ - પ્રકાશન સંતસાન્નિધ્ય સોનગઢ (364250) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com