________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૭ અમૃતપાન કરવા તત્પર થયો છું ત્યારે, વિષયો ભોગવવાનું કહેવું તે તો વિષપાન કરાવવા જેવું થશે! મને શાંતિની એવી તીવ્ર પિપાસા લાગી છે કે જે ચારિત્રધર્મરૂપી અમૃતપાન વડે જ શાંત થઈ શકશે. ધર્મના પ્યાસા જીવને શાંતિનું પાન કરતાં અટકાવે–તો એના જેવો શત્રુ બીજો કોણ ! બહારનો શત્રુ તો આક્રમણ કરીને કદાચ સમ્પત્તિ છીનવી લ્ય, અથવા દેહના અંગનું છેદન કરે, કે બહુ તો જીવન હરી લ્ય-પરંતુ ધર્મના આચરણમાં જે જીવ બાધા કરે છે તે તો મહા નિર્દય છે, કેમ કે તે એક ભવ નહિ પણ અનેક ભવના સુખને પાપની ધૂળમાં રગદોળી નાખે છે. જીવને ધર્મમાં સહાયક થાય તે જ સાચો મિત્ર છે. ધર્મ વગર આ લાંબુ આયુષ્ય, યુવાન શરીર કે ધનસંપત્તિ બધું શું કામનું છે? એનો શો ભરોશો? ક્ષણમાં એ બધું નષ્ટ થઈ જશે. અરે, સંસાર-ભોગોમાં ફસાયેલા ગૃહસ્થને કેવી કેવી વિપત્તિ સહન કરવી પડે છે! -તે આપણે કયાં નથી જાણતા? હે પિતાજી! અત્યારે મને સૌભાગ્યથી શુદ્ધોપયોગની પ્રેરણા જાગી છે, - તો પછી, આપ જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com