________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : પ
પ્રથમ તો સર્વ લૌકિક સંગથી પરાઙમુખ થઈ જા... ને નિજવિચારને ચૈતન્યરાજાની સન્મુખ કર... ત્રણ પ્રકારની કર્મકંદરારૂપ ગૂફામાં તારો ચૈતન્યપ્રભુ છૂપાઈને બેઠો છે. શરીર-નોકર્મ આઠ-દ્રવ્યકર્મ અને રાગદ્વેષ-ભાવકર્મ એ ત્રણગૂફાને ઓળંગીને અંદર જતાં જ તારો પ્રભુ તને તારામાં દેખાશે... ( તું પોતાને જ પ્રભુરૂપે અનુભવીશ.)
સંતની એ વાત સાંભળીને પરિણિત પોતાના પ્રભુને શોધવા હોંશથી ચાલી
(૧) પ્રથમ નોકર્મગૂફામાં પેસીને પરિણતિએ જોયું... પણ ચૈતન્યરાજા તેમાં કયાંય દેખાયો નહિ... સાદ પાડયો કે શરીરમાં કયાંય ચૈતન્યપ્રભુ છે? પણ કોઈએ જવાબ ન આપ્યો. પરિણતિએ નોકર્મમાં ચકરાવો લઈને જોયું પણ કયાંય ચૈતન્યપ્રભુ ન દેખાતાં, ‘અહીં તો મારા ચૈતન્યપ્રભુ નથી ' એમ સમજીને તે પાછી વળતી હતી... ચૈતન્યપ્રભુને શોધવા તે બહાવરી બની હતી.
ત્યારે દયાળુ શ્રી ગુરુએ પૂછ્યું-તું કોને શોધે છે? પરિણતિએ કહ્યું-હું મારા ચૈતન્યપ્રભુને શોધું છું...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com